________________
યુદ્ધરૂપી સમુદ્રમાં કલ્લોલરૂપે બનેલી સુભટોની ભુજાઓ શત્રુઓના મુખરૂપી છીપમાંથી કીર્તિરૂપી માતાઓની લતાઓને પકડતી હતી.
दन्तिदन्तासिसंघट्टसंजातोल्कं व्यराजत ।
निशि व्योमेव कुम्भोत्थमुक्ताताराञ्चितं मृधम् ||१७||
જેમ રાત્રિ સમયનું આકાશ ઉલ્કાઓ અને તારાઓથી શોભે તેમ આ યુદ્ધરૂપી આકાશ હાથીઓના કુંભસ્થલોમાંથી નીકળેલાં મોતીઓરૂપી તારાઓથી અને હાથીઓના દાંતોની સાથે અથડાયેલી તલવારોમાંથી નીકળતા તણખારૂપી ઉલ્કાથી શોભતું હતું.
वीराणामस्ततीराणां, कुम्भिकुम्भेष्वभुस्तराम् ।
कृपाणाः शैलशृङ्गेषु, साभ्रविद्युच्चया इव ||१८ | |
તીર ચલાવતા ધનુર્ધારી સુભાનાં ખો હાથીઓના કુંભસ્થલ પર પડતાં ત્યારે પર્વતાનાં શિખરો પર વાદળાંથી યુક્ત વિદ્યુતનો સમૂહ જેમ શોભે તેમ શોભતાં હતાં.
उड्डीयेभकपोलेभ्यो, लीनाः २ क्वापि शिलीमुखाः । एष्यच्छिलीमुखातङ्कादास्यसाम्यं हि दुःसहम् ।।१९।।
હમણાં બાણો આવશે એ પ્રકારના ભયથી ભયભીત બનેલા ભ્રમરો હાથીઓના કુંભસ્થલ પરથી ઊડીને બીજે ક્યાંય ચાલ્યા ગયા. કહ્યું છે કે એકબીજાના મુખની સમાનતા જી૨વવી એ મહાદુ:સહ છે. (ભ્રમરોના મુખ જેમ તીક્ષ્ણ છે તેમ બાણોનો અગ્રભાગ પણ તીક્ષ્ણ હોય છે. એટલે જ સંસ્કૃતમાં ભ્રમર અને બાણ બન્નેનું નામ ‘શિલીમુખ’ કહેવાય છે.)
केषांचिल्लूनमौलीनां युद्धोत्साहाद् धनुर्भृताम् ।
વન્યા અચયુષ્યન્ત, ઘમિત્રાયાનુાં વપુઃ ।।૨૦।।
વીર સુભટોનાં માથાં કપાઈ ગયા પછી પણ યુદ્ધના ઉત્સાહથી તેમનાં ધડો લડતાં હતાં, કેમ કે શરીર જડ હોવા છતાં પણ તેના ઉપર ભાવોની અસર પડે છે.
गदाभिः स्यन्दनाः कश्चिच्चूरिताः शुष्कपत्रवत् ।
अपात्यन्त गजेन्द्राश्च, वज्रभिन्नाद्रिश्रृङ्गवत् ।।२१।।
કેટલાક સુભટોએ શત્રુઓના રથોને ગદાથી સૂકાં પાંદડાંની જેમ ચૂર ચૂર કરી નાખ્યા. વળી કેટલાક સુભટોએ મોટા મોટા હાથીઓને વજ્રથી છેદાયેલા પર્વતની જેમ નીચે પાડી દીધા.
वीराः केचिद् रणोत्थाष्णुभुजचण्डिमगर्विताः ।
वैरिणं क्षणमाश्वास्य, योधयामासुरञ्जसा ।। २२ ।।
કેટલાક સુભટો રણભૂમિમાં પોતાના પ્રચંડ ભુજાબળથી ગર્વિષ્ઠ બનીને શત્રુઓને એક ક્ષણ માત્ર આશ્વાસ્ત કરતાંની સાથે જ ફરીથી જોરદાર હુમલો કરતા.
૧. નૃધ-યુદ્ધ (સંોટ; તો મૃષ-સમિ૦ રૂ/૪૬૦) ૨. માવાન્તર-અતીમા !
રૂ. પાન્તર-મુલાત≤ાન્નાસ્યજ્ઞામાં |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૭ ૨૦૯