________________
भवानमुं नागमनन्तविक्रम, युधे समारोहतु दानशालिनम् | वृषेव हाराञ्चितकण्ठकन्दलः, पुनर्देशामुत्सवमातनोतु ।।४।।
હે રાજન ! યુદ્ધ માટે આપ, અત્યંત પરાક્રમી મદોન્મત્ત હસ્તિરત્ન પર ઇન્દ્રની જેમ આરૂઢ થાઓ અને મુક્તાહારથી સુશોભિત કંઠવાળા આપ અમારાં નયનોના ઉત્સવરૂપ બનો.”
समीरितो मागधंवाग्भिरित्यसौ, जहौ विधिज्ञः शयनीयमञ्जसा ।
क्वचित् प्रमाद्यन्ति न हीदृशाः क्षितौ, मृगारयो जाग्रति किं मृगारवैः ? ||५५।। ... મંગલપાઠકોની બિરુદાવલિથી પ્રેરાઈને વિધિના જાણકાર બાહુબલિએ તત્કાલ શવ્યાનો ત્યાગ ર્યો. ખરેખર જગતમાં આવા પ્રકારની મહાન વ્યક્તિ ક્યારે પણ પ્રમાદ કરતી નથી, સિંહ હરણિયાના અવાજથી જાગી જાય ખરો ? ના, ક્યારે પણ નહીં.
दिवामुखत्याज्यविधिं विधाय स, सिताब्जशुभ्रे परिधाय चांशुके |
युगादिदेवस्य जगाम मन्दिरं, शशीव बिभ्रच्छरदभ्रविभ्रमम् ।।५६ ।। . પ્રભાતિક કાર્યો કરીને મહારાજા બાહુબલિએ શ્વેત કમળ સમાન શ્વેત વસ્ત્રો ધારણ કરીને, શરદ ઋતુના વાદળમાં જેમ ચંદ્ર શોભે તેવા ઉજ્વળ યુગાધિદેવના મંદિરમાં ચંદ્રની જેમ પ્રવેશ કર્યો.
स्तवप्रसूनाक्षतसंचयैस्ततः, स पूजयामास मुदाऽतिमेदुरस ।
उपार्जयन् कीर्तिजयश्रियः सुखीभवेत् स एवात्र हि यो जिनार्चकः ||५७।। બાહુબલિએ અત્યંત હર્ષિત બનીને સ્તુતિ, પુષ્પો અક્ષત વગેરેના સમૂહથી ભગવાન શ્રી ઋષભદેવની પૂજા કરી. જે કોઈ વ્યક્તિ જિનેશ્વર દેવની પૂજા અર્ચના કરે છે તે કીર્તિ, વિજય અને લક્ષ્મીનું ઉપાર્જન કરતો આ જગતમાં સુખી થાય છે.
अथार्चयित्वा विधिवत् क्षितिश्वरो, जिनेश्वरं भक्तिभरातिभासुरः । स्तवैस्तनूजीवविरागितामयैः, स्वयं च तुष्टाव सतां ह्ययं क्रमः ।।५८।। અત્યંત ભક્તિભાવથી શોભતા બાહુબલિએ વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતની પૂજા કરીને શરીર અને આત્મામાં વૈરાગ્યભાવને ઉત્પન્ન કરનારી ભાવવાહી સ્તુતિ કરવા વડે પોતે પ્રસન્નતાનો અનુભવ કર્યો, કેમ કે સજ્જન પુરુષોનો એ જ ક્રમ (આચાર) હોય છે.
सनाथा जीवेन प्रसभमुपभुंक्षे सुखचयं, त्वनेन त्वं त्यक्ता क्वचन लभपे नादरभरम् । यथा ते जीवोऽयं सुखयतितरामस्य सुखदं, तनो ! पञ्चाङ्ग्यातः प्रणम जिनराजं किल तथा ।।५९।। હે શરીર ! તું આત્માથી સનાથ બની પ્રચુર સુખોનો ઉપભોગ કરે છે, પરંતુ આ આત્મા એક દિવસ તેનો ત્યાગ કરીને ચાલ્યો જશે ત્યારે ક્યાંયથી પણ આદર-સત્કાર નહીં મળે. માટે તારી આ આત્મા સુખી થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કર..!તે શુભ પ્રવૃત્તિ : જિનેશ્વર ભગવંતને પંચાંગ (બે હાથ, બે પગ, મસ્તક) પ્રણિપાતરૂપ છે. ૧. વૃષા-ઇન્દ્ર (વૃષા ગુનાસીરસહસ્ત્રનેત્રી-પ૦ રા૮૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૮૮