________________
चतुर्दशः सर्गः
પૂર્વપરિચય :
ચક્રવર્તી મહારાજા ભરત પ્રાત:કાલીન કાર્યો પતાવીને વિશિષ્ટ પ્રકારનાં આયુધોથી સજજ થયા ત્યારે કાવ્યકારે ચક્રવર્તીનાં આયુધોનાં વિશિષ્ટ પ્રકારનાં નામોનો ઉલ્લેખ કર્યો છે. કવચનું નામ
જગજ્જય શિરસ્ત્રાણનું નામ (મુકુટ) ગીર્વાણશૃંગાર બન્ને ભાથાનું નામ જય-પરાજય ધનુષ્યનું નામ
રૈલોકષદંડ ખગ્ન (તલવાર)નું નામ દત્ય દાવાનલ
એ પ્રમાણે સેનાપતિ સુષણ અને ભરતના જ્યેષ્ઠ પુત્ર સૂર્યપશાનાં આયુધોનાં નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
મહારાજા ભરત પોતાના સવા કરોડ પુત્રો અને બત્રીસ હજાર રાજાઓની સાથે રણભૂમિમાં પધાર્યા ત્યારે એકીસાથે ૧૦ લાખ યુદ્ધવાજિંત્રો, ૧૮ લાખ ભેરીઓ અને ૧૩ લાખ નગારાં વાગી રહ્યાં હતાં.
ત્યાર પછી ભરત મહારાજાની આજ્ઞાથી મંગલપાઠક બૃહસ્પતિએ શત્રુસૈનિકોનાં નામ, ધ્વજાચિન અને યાન વગેરેનો પરિચય આપ્યો.
બાહુબલિ પણ પોતાના ત્રણ લાખ પુત્રો અને રાજાઓની સાથે સજ્જ થઈને રણભૂમિમાં આવી પહોંચ્યા. બાહુબલિના આદેશથી પોતાના સુમંત્ર મંત્રીએ પણ શત્રુની સેનાના સુભટોનાં નામ, ધ્વજાચિહ્ન, વાહન વગેરેનું વર્ણન કર્યું. બન્ને સેનાઓ સજ્જ થઈને રહી. સુભટો યુદ્ધના પ્રારંભની પ્રતીક્ષા કરી રહ્યા છે તે વગેરેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકાર ચૌદમા સર્ગમાં બતાવે છે..
अथाग्रजो बाहुबलेबलं स्वमचीकरत्सज्जमनन्यसत्त्वः ।
प्रातर्युधे वेत्रिगिरा प्रबुद्धो, गुरुर्जिनोक्त्येव शिवाय भव्यम् ||१|| પ્રહરીઓની વાણી સાંભળીને બાહુબલિના મોટાભાઈ અસાધારણ પરાક્રમી ભરત ચક્રવર્તીએ પ્રાત:કાલમાં પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર કરી, જેમ જિનેશ્વર ભગવંતની વાણીને અનુસાર ભવ્ય જીવો મોક્ષ માટેની તૈયારી કરે તેમ.
ततः प्रवीरा भरतेश्वरस्य, दधुर्महोत्साहभरं हृदन्तः ।
पतिप्रणुना इव ताम्रचूडा, अन्योन्यपूर्वाभिगमप्रबन्धाः ।।२।। ત્યાર પછી ભરત મહારાજાના વીર સુભટોનાં હૃદય ઉત્સાહથી ભરાઈ ગયાં. જેમ માલિકની પ્રેરણાથી એક કુક્કટ બીજા કુક્કટથી આગળ વધવાની સ્પર્ધા કરે તેમ સુભટો રણભૂમિ તરફ એકબીજાથી આગળ જવા માટે ઉત્સાહિત થયા.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૯૨