________________
रत्नारिर्वारितामित्रः, सकूटस्थगदाद्रुमः |
कल्पान्तपवनोत्क्षिप्तपर्वताभस्तदाऽपतत् ।।८।। પ્રલયકાળના પવનથી ઊખડી ગયેલા પર્વત જેવા શત્રુઓનું નિકંદન કાઢનાર વિદ્યાધર રત્નારિ હાથમાં ગદારૂપી વૃક્ષ લઈને ચક્રવર્તીની સેના પર તૂટી પડ્યો.
अनेन पतता युद्धे, कालवन्ह्यनुकारिणा ।
देहे चक्राङ्गभृत्सैन्यारण्यं बाणस्फुलिङ्गकैः ।।८।। કાળરૂપી અગ્નિ સમાન ભયંકર રત્નારિ જ્યારે યુદ્ધમાં ઊતર્યો ત્યારે તેનાં બાણીમાંથી ઊછળતા તણખા વડે ચક્રવર્તીનું સૈન્ય અરણ્યની જેમ બળવા લાગ્યું.
कामं तेन समाक्रान्तों, कामिनेव विलासिनीम् । चमूं वीक्ष्य निजं चक्री, न्यदिक्षत् स्वचरान् युधि ।।२।। અત્યંત કામુક વ્યક્તિ સ્ત્રીને આક્રાન્ત કરી નાખે તેમ “રત્નારિએ ચક્રવર્તીની સેનાને ત્રાહિ-ત્રાહિ કરી નાખી. એ જોઈને ચક્રવર્તીએ પોતાના સુભટોને યુદ્ધ માટે પ્રેરિત કર્યા.
विद्याधरधरणेन्द्रेण, महेन्द्रेण महौजसा । शिरोऽचूर्यत रत्नारेर्मुद्गरेणामकुम्भवत् ।।८३।।
ત્યારે વિદ્યાધરના સ્વામી મહાપરાક્રમી “મહેન્દ્ર પોતાના મુદ્દેગરથી “રત્નારિનું મસ્તક કાચના ઘડાની જેમ ચૂર ચૂર કરી નાખ્યું.
ततो बाहुबलेह्यो', मितकेतुर्महाभुजः |
सुगत्यनुगतो वायुसखो वह्निरिवागमत् ।।४।। ત્યાર પછી બાહુબલિના પોતાના મહાન પરાક્રમી મિતકેતુ’, ‘સુગતિની સાથે અગ્નિ સાથે વાયુ આવે તેમ, રણભૂમિમાં આવ્યા.
ताभ्यां विद्याधरेन्द्राभ्यां, सैन्यं श्रीभरतेशितुः |
दैन्यमापादितं बाढं, किं हि चित्रं महौजसाम् ।।५।। મિતકેતુ અને સુગતિ બન્ને વિદ્યાધર રાજાઓએ ચક્રવર્તી ભરતની સેનામાં અત્યંત દીનતા પેદા કરી દીધી. ખરેખર શક્તિશાળી પુરુષો માટે શું આશ્ચર્ય હોઈ શકે ?
त्याजिताः स्यन्दनं केचिद्धयं केचिद् द्विपञ्च के । સંગ્રામમુવમેવે , વિંદ વર્તારો ન દીશ ? ll૮દ્દા બન્ને વિદ્યાધરોએ શત્રુપક્ષના કેટલાક સુભટો પાસેથી રથ, ઘોડા અને હાથી છોડાવી દીધા. કેટલાક સુભટો તો રણભૂમિ છોડીને ભાગ્યા. ખરેખર પરાક્રમી પુરુષો માટે શું અશક્ય હોઈ શકે ?
૧. પૃ-પોતાની વ્યક્તિ
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૮