________________
गजारूढेन सोऽदर्शि, क्रीडन्निति रथाङ्गिना ।
कासार इव सैन्ये स्वे, कवी भृशमुल्ललन् ।७३।। હાથી પર આરૂઢ થયેલા ચક્રવર્તીએ જેમ હાથી તળાવમાં ક્રીડા કરે તેમ પોતાની સેનામાં ગદા, આયુધ આદિ શસ્ત્રો દ્વારા ક્રીડા કરતા અનિલવંગને જોયો.
मुमोचास्मै ततश्चक्रं, संवीक्ष्यार्कमिवासहम् ।
स कौशिक इवानश्यत्, खद्योतस्तरणेः कियान् ? |७४ ।। ત્યારે ભરત ચક્રવર્તીએ તેની સામે ચક્ર ફેંક્યું. સૂર્ય સમાન અસહ્ય તેજવાળા ચક્રને જોઈને અનિલગ ત્યાંથી ઘુવડની જેમ ભાગી ગયો. ખરેખર સૂર્યની સમક્ષ ઘુવડ કેટલું ટકી શકે?
शक्त्या निर्माय सोऽविक्षत्, कीरवद् वज्रपञ्जरम् । गत्वा चक्रौतुना यञ्च, कृतान्तातिथिरादधे ।।७५ ।। અનિલવેગ પોતાની વિદ્યાશક્તિથી એક વજપિંજર બનાવીને તેમાં પોપટની જેમ પેઠો તેમ છતાં ચકરૂપ બિલાડાએ આવીને તેને યમસદન પહોંચાડી દીધો.
चक्रेणानीय तन्मौलिरदर्घात स्थाङ्गिने ।
नृपाः साक्षात्कृते कृत्ये, प्रत्ययन्ते निजेषु हि ||७६ || ચક્રરત્ન અનિલવેગનું મસ્તક લાવીને ચક્રવર્તી ભરતને બતાવ્યું, કેમ કે રાજાઓ કાર્યને જોયા પછી જ પોતાના માણસો પર વિશ્વાસ રાખે છે.
वैरनिर्यातनात् तुष्टा, वीराश्चक्रभृतस्ततः । हते बलवति क्षत्रे, मुदं को नाम नोदूवहेत् । ७७ ।। ચક્રવર્તી ભરતની સેનાના વીર સુભટો વેરનો બદલો મળી જવાથી ખૂબ જ સંતોષ પામ્યા. ખરેખર એક બળવાન ક્ષત્રિય શત્રુના મરણથી કોને આનંદ ના થાય ! . तथा कोपानलोऽदीपि, दोष्मतां बहलीशितुः |
चक्रगृह्यास्तृणानीव, दंदह्यन्तेस्म तैर्यथा |७८|| અનિલવેગને એ રીતે મારવાથી બાહુબલિના પરાક્રમી સુભટો ક્રોધાગ્નિથી ધૂંઆપૂંઆ થઈ ગયા. તે લોકોએ ચક્રવર્તીના સૈનિકોને ઘાસની જેમ બાળવા માટેનો પ્રારંભ કર્યો.
कृतान्तकरसंकाशा, गदाः शत्रुगदावहाः ।
उल्ललन्तिस्म पत्त्यश्वस्यन्दनेभक्षयंकराः ||७९ ।। બાહુબલિના સુભટોએ, યમરાજાનો હાથ જેવી રીતે શત્રુઓનો ભુક્કો બોલાવી દે તેવી ભયંકર ગદાઓ વડે સૈનિકો, અશ્વો, રથો અને હાથીઓનો કચ્ચરઘાણ કરી નાખ્યો.
૧. વ4-એક પ્રકારનું શસ્ત્ર (ગારે વિવારી) ૨. સૈનિતન-વેરનો બદલો લેવો (નિયતિને વૈરવિનિરિયા-મ૦ રૂ૪૮)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૭