________________
दोष्मतां खरसंघातघातरक्ताञ्चितांशुकैः ।
जयश्रीरामसंस्मारो, बहिर्यात इवान्तरात् ।।६६ ।। યોદ્ધાઓના પ્રખર પ્રહારોના ઘાવમાંથી લોહી વહી રહ્યું હતું. તેનાથી સુભટોનાં વસ્ત્રો લોહીથી રંગાઈ જતાં. તે જાણે જયલક્ષ્મીની સાથે ક્રીડા કર્યાની સુભટોની આંતરિક (સ્મૃતિ) બહાર આવી રહી ના હોય !
तत्र व्यतिकरे विद्याधरचक्रपरिच्छदः । सिंहकर्णान्वितः सिंहरथोऽविक्षद् द्विषबले ।।६७।। એ સમયે વિદ્યાધરની સેનાના સદસ્ય સિંહરથ સિંહકર્ણની સાથે શત્રુઓની સેનામાં પ્રવેશ કર્યો
अद्रष्टुमिव तद्वक्त्रं, वैरिभिर्कोमपुष्पवत् । કુર્તએ નિર્વિવર્તન, સુણેપૃષ્ઠમાઈયસ્ TI૬૮TI સિહરથ દ્વારા પરાજિત થયેલો સેનાપતિ સુષેણ પીઠ દેખાડીને ભાગી ગયો. તે શત્રુઓને આકાશપુષ્યની જેમ પોતાનું મોઢું બતાવવા માટે લાચાર બની ગયો.
इतो विद्याधरोत्तंसोऽनिलवेगो महाबलः ।
चक्रिचक्रं चकारोच्चैर्व्याकुलं विविधायुधैः ।।६९।।। આ બાજુ વિદ્યાધરોના નેતા પરાક્રમી અનિલવેગે પોતાનાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી ચક્રવર્તીની સેનાને અત્યંત વ્યાકુલ બનાવી દીધી.
नीरन्ध्रमपि तत्सैन्यं, बभूव निहतं ततः | नैशं' तम इव प्रातरभ्रवृन्दमिवाऽनिलात् ।।७० ।। ચક્રવર્તીની સેના સઘન અને ગીચ હોવા છતાં સિંહરથ અને અનિલવેગના પ્રખર પ્રહારોથી હતપ્રત બની ગઈ. તે જેમ પ્રાત:કાલથી રાત્રિનો અંધકાર અને પવનથી વાદળોનો સમૂહ શીર્ણવિશીર્ણ થઈ જાય તેમ વિશીર્ણ થઈ ગઈ.
संवर्तानिलसंकाशश्वेडाक्षोभितशात्रवः ।
लीलयोल्लालयामास, सोऽत्र शैलानिव द्विपान् ।७१।। પ્રલયકાળના પવન સમાન સિંહનાદથી શત્રુઓને ક્ષુબ્ધ કરનાર અનિલવેગે પર્વત સમાન મોટા હાથીઓને લીલામાત્રમાં ઊંચે ઊછાળી દીધા.
चक्रे भङ्गं तुरङ्गाणां, स्थानां रोधमातनोत् ।
पत्तीनां च विपत्तिं स, ददौ दर्पातिरेकतः ||७२ ।। અનિલવેગે ઘોડાઓને મારી નાખ્યા, રથોને રોકી રાખ્યા. તે પોતાના બળના અભિમાનથી પાયદળ સેના માટે વિપત્તિરૂપ બન્યો.
૧. નાં-નિરાધા રૂર્વ નાન !
1. શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૧૭