________________
તે બન્નેનું યુદ્ધ કુલ્લુટોની જેમ અત્યંત ભયંકર અને ચિરકાળ સુધી ચાલ્યું. યુદ્ધ જોવા માટે આવેલા દેવી પણ ચકિત બનીને આકાશમાં અદૃશ્ય બની ગયા.
कर्मसाक्षी' तयोः कर्म, भीषणं वीक्ष्य तत्क्षणात् ।...
संकोचितकरोऽस्ताद्रिगुहां लिल्ये सभीरिवर ||६०।। તેઓનું ભયંકર યુદ્ધ જોઈને સૂર્ય પણ ડરી ગયો. તત્કાળ પોતાનાં કિરણોને સમેટીને ભયથી અસ્તાચળની ગુફામાં જઈને ભરાઈ ગયો.
अवहरां विधायैतौ, सैन्ये शिविरमीयतुः | प्राक्प्रतीचिपयोराशिवेले इव निजं पदम् ।।६१।। બન્ને સેનાએ યુદ્ધ સ્થગિત કર્યું. પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની વેલાની જેમ બન્ને પક્ષની સેના પોતપોતાની શિબિરોમાં ચાલી ગઈ.
पुनः प्रभातमासाद्य, युयुत्सेतेस्म ते बले । वर्द्धितद्विगुणोल्साहे, पतदायुधदुर्धरम् ।।६२।। સવાર થવાની સાથે બન્ને સેનાઓએ વધતા ઉત્સાહથી યુદ્ધ શરૂ કર્યું. પરસ્પર શસ્ત્રોના અત્યંત પ્રહારથી યુદ્ધ દુધર્ષ બન્યું.
प्रावर्तन्त शराः स्वैरं, रणे प्रेतपतेरिव ।
सैनिकान् कवलीकर्तुं, सैन्ययोरुभयोरपि ।।३।। રણભૂમિમાં બન્નેની સેનાઓનાં બાણો યમરાજનાં બાણોની જેમ સૈનિકોને મારવા માટે કામિયાબ નીવડે છે.
पत्रिपत्रानिलोद्भूताः, पतिताः करिणां कुथा ।
नालक्ष्यन्त हयोद्धृतरजः पिहितवर्मणा ||६४।। બાણોના પંખાની હવાથી કંપિત થઈને હાથીઓની ઝૂલો નીચે પડી ગઈ. ઘોડાઓની ખુરીઓથી ઊખડેલી રજકણથી ઢંકાયેલા શરીરવાળા સૈનિકો તેને જોઈ શકતા નહીં.
आगच्छद्भिश्च गच्छद्भिः, कङ्कपत्रैर्विहायसा । स्वर्णपुंखैरलं चक्रे, ज्योतिरिङ्गण संभ्रमम् ।।६५ ।। આકાશમાર્ગમાં ઊંચે જતાં અને નીચે પડતાં સોનાની પાંખોવાળાં બાણોથી ખદ્યોતો (આગિયા)નો ભ્રમ પેદા થતો. '
૧. વર્મસાક્ષી-સૂર્ય (વિશ્વ ન ર્મસાક્ષી-ગરમ૦ ૨ ૧૨). ૨. સમી -મિયા સહિત 1. રૂ. સવારં-સ્થાનના ૪. યુથ-હાથીઓની કૂલ (ગુરથે વ: રિસ્તો-મ0 રૂારૂ૪) ૬. પરિણ-ખધોત (આગિયો) (૪uોતો િિરફાગ:-
૪ ર૭૨)