________________
इत्युचानमनूचान, एवं तं मानवानसौ ।
सावज्ञं योधयाञ्चक्रे, कुरङ्गमिव केसरी ।। ५२ ।।
અનિલવેગ આ પ્રમાણે બોલી રહ્યો હતો ત્યારે તેનો જવાબ આપ્યા વિના જ વીર માની સુષેણે અવજ્ઞાપૂર્વક એવી રીતે યુદ્ધ કર્યું કે જેમ સિંહ હરણિયાની સાથે કરે.
शरासारैर्वितन्वानावकालेऽपि च दुर्दिनम् ' ।
છાયામાઋતુ—મ, તૌ વિષે બનાવિવ।।પુરૂ||
બન્ને વીરોએ પોતાનાં બાણોની વર્ષાથી આકાશને વાદળોની જેમ ઢાંકી દીધું. અકાળે આકાશમાં મેઘાડંબર છવાઈ જાય તેમ ચારે બાજુ ગાઢ અંધકાર છવાઈ ગયો.
क्षणं भूमौ क्षणं व्योम्नि, क्षणं तिर्यक् क्षणं रथे ।
સર્વત્ર વતૃશાતે તો, યોશિનાવિવ સર્વની ||૪||
બન્ને વી૨ો ક્ષણમાં ભૂમિ ૫૨, ક્ષણમાં આકાશમાં, ક્ષણમાં તીરછાં, તો ક્ષણમાં ૨થ ૫૨ - એ પ્રકારે સર્વવ્યાપી યોગીની જેમ ચારે બાજુ દેખાતા.
अतिभ्रान्तसुरस्त्रैणवीक्षितौ समरक्षितौ ।
रेजतुः कल्पवातोद्यद्धिमविन्ध्यगिरी इव ।।५५ ।।
એ સમયે બન્ને વીરોને જોઈને દેવાંગનાઓ અતિ સંભ્રાન્ત બની ગઈ. રણભૂમિમાં તે બન્ને પ્રલયકાળના પ્રચંડ પવનથી ઊખડી ગયેલા હિમાલય અને વિન્ધ્યાચળ પર્વત જેવા દેખાતા હતા.
गीर्वाणाधिष्ठितस्यापि स विद्याधरसत्तमः ।
बभञ्जोद्दण्डदोःकाण्डकोदण्डं पृतनापतेः । । ५६ ।।
એટલામાં વિદ્યાધર શિરોમણિ અનિલવેગે, દેવોથી અધિષ્ઠિત એવા સુષેણ સેનાપતિની ઉદંડ ભુજામાં રહેલા ધનુષ્યને તોડી નાખ્યું.
दण्डेशो भग्नकोदण्डः, फालच्युतहरिर्यथा ।
क्रोधान्निस्त्रिंशमादाय, जिघांसुस्तमऽधावत ।। ५७ ।।
તૂટેલા ધનુષ્યને જાણીને ક્રોધાયમાન થયેલો સુષેણ ફાળ ચૂકી ગયેલા સિંહની જેમ વિકરાળ બની હાથમાં તલવાર લઈને અનિલવેગને મારવા માટે દોડ્યો.
वीक्ष्य कोपकरालाक्षं, तं दूराद्धन्तुमुद्यतम् । अरौत्सीदन्तरा सिंहरथो रविमिवाम्बुदः ।। ५८ ।।
મારવા માટે ઉઘત બનેલા અને ક્રોધથી વિકરાળ આંખોવાળા સુષેણને દૂરથી જોઈને સિંહ૨થે, જેમ વાદળ સૂર્યને રોકે તેમ, સુષેણને વચમાં જ રોકી દીધો.
तयोर्युद्धं बभूवोच्चैश्चिरं कुक्कुटयोरिव । यत्पश्यन्तः सुरा नेशुर्व्योमतोऽपि ससम्भ्रमम् ।। ५९ ।।
૧. ટુર્તિન-મેષભૂત અંધાર (યુલિન મેધનું તનઃ-અભિ૦ ૨l૭૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૪