________________
तयोर्विशिखसंदोहैः, पतद्भिः करिवर्मसु ।
चक्रिरे कामतीक्ष्णाग्रैः खाट्कारमुखरा दिशः । ८७ ।।
બન્ને વીર યોદ્ધાનાં ધનુષ્યમાંથી નીકળતાં અત્યંત તીક્ષ્ણ અગ્રભાગવાળાં બાણો હાથીઓનાં કવચો ઉપર પડતાં ત્યારે ‘ખટાક્ ખટાક્' અવાજથી દિશાઓ ભરાઈ જતી.
मालवेश्वरमुख्यास्ते, महीनाथा रथाङ्गनः ।
व्याकुलीभूताः श्येनाभ्यामिव पक्षिणः ।। ८८ ।।
જેમ પક્ષીઓ બાજુથી વ્યાકુળ બની જાય તેમ ચક્રવર્તીના પક્ષમાં રહેલા માલવદેશના રાજા બન્ને વીરોથી વ્યાકુલ બની ગયા.
निर्मोकादिव' संग्रामात्, कैश्चिन्नेशे भुजङ्गवत् ।
कैश्चिद् वीरव्रतं त्यक्तमौदार्यमिव तद्धनैः २ ।। ८९ ।।
મિતકેતુ અને સુગતિ વિદ્યાધર વીરોથી ત્રાસીને, જેમ સાપ કાંચળી છોડીને ભાગી જાય તેમ કેટલાક શત્રુ સુભટો રણભૂમિ છોડીને ભાગી ગયા. જેમ કંજૂસ વ્યક્તિ ઉદારતાને છોડી દે છે તેમ કેટલાક સુભટોએ પોતાના વીર વ્રતને છોડી દીધું.
सैन्यं भारतशक्रस्याऽसंख्यं संख्येयतां गतम् । प्राभातकमिव व्योम, चरिष्णुमिततारकम् ।।९० ।।
રાત્રિના સમયે આકાશમાં અસંખ્ય તારાઓ ચમકે છે પરંતુ પ્રભાત સમયે તેની સંખ્યા જેમ પરિમિત થઈ જાય છે, તેમ ચક્રવર્તી ભરતની સેના અસંખ્ય હતી પરંતુ આ સમયે પરિમિત બની ગઈ.
उत्साहाद् द्विगुणीभूते, बले च बहलीशितुः ।
अल्पीयांसोऽपि भूयांसः, सोत्साहा युधि यद् भटाः ।। ९१ ।।
બાહુબલિની સેના ઉત્સાહથી બમણી થઈ ગઈ કેમ કે યુદ્ધ સમયે થોડા પણ ઉત્સાહિત સુભટો દ્વિગુણિત બની જાય છે.
इत्यसादृश्यमालोक्य, सैन्ययोः पतिरर्चिषाम् ।
वेगादऽस्ताद्रिमालीनः कालक्षेपो हि भद्रकृत् ।।९२।।
આ પ્રમાણે સેનાની અસમાનતા જોઈને સૂર્ય પણ જલદીથી અસ્તાચળ પર જઈને છુપાઈ ગયો, કારણ કે કાળક્ષેપ ક્યારેક કલ્યાણકારી બને છે.
स्कन्धावारं ततो यातां, स्वं स्वंय सैन्ये उभे अपि ।
मनःसंप्राप्तविश्रामं, कर्णनेत्रे इवेन्द्रिये ।। ९३ ।।
જેમ કાન અને આંખ બન્ને ઇન્દ્રિયો વિશ્રાંત મનમાં ચાલી જાય, તેમ બન્ને સેનાઓ પોતપોતાની શિબિરોમાં ચાલી ગઈ.
૧. નિર્મોઃ–સાપની કાંચળી (નિર્માવવુવા-અમિ૦ ૪ રૂ૮૧)
૨. તદ્દનઃ-કંજુસ (ઝીનારાન્તત્ત્વનઃ મુદ્રા-સમિ૦ રૂ।રૂર)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૧૯