________________
चक्रिपुत्रेषु श्रृण्वत्सु, सेनानीरेत्य चक्रिणम् ।
अभ्यधत्त वचस्त्वेवं, साहसोत्साहमेदुरम् ।।९४।।
સુષેણ સેનાપતિ ચક્રવર્તી ભરત મહારાજા પાસે આવ્યા અને ચક્રવર્તીના પુત્રો સાંભળી શકે એ રીતે ઉત્સાહ અને સાહસપૂર્ણ વાણીથી બોલ્યા :
રાનન્ ! પુત્રેષુ પશ્યન્તુ, મવડીયેષ્વમન્યત ।
થમૂર્વાદુવોવર, પદ્મિનીય નૈસ્તવ 118911
“મહારાજા ! આપના પુત્રો દેખતા રહ્યા ને બાહુબલિના વીર સુભટોએ આપણી સેનાને જેમ હાથી ક્ઝલિનીને ઉખેડી નાખે તેમ ઉખેડી નાખી.
त्वत्तुल्याः सन्ति ते पुत्रा, ज्ञातिदाक्षिण्यमोहिताः ।
युयुत्सन्ते न सर्वेऽपि क्षत्राणां नोचितं ह्यदः । ९६ ।।
“આપના બધા પુત્રો આપની સમાન બળવાન અને પરાક્રમી છે, પરંતુ બંધુજનો પ્રત્યેના દાક્ષિણ્યથી મોહિત બનીને યુદ્ધ લડી શકતા નથી. એ ક્ષત્રિયો માટે ઉચિત નથી.”
अप्यम्बातातवर्गीणाः, क्षत्रियैर्वैरिणः किल ।
हन्तव्या योद्धुमायाताः, शुभं नैषां ह्यपेक्षणम् ।।९७।।
“માતા, પિતા કે બંધુવર્ગ જો શત્રુ બનીને યુદ્ધ ક૨વા માટે આવે તો ક્ષત્રિયોનું કર્તવ્ય છે કે તેમની સાથે યુદ્ધ ક૨વું જ જોઈએ. તેઓની ઉપેક્ષા ક૨વી એ ક્ષત્રિયોનો ધર્મ નથી.
दाक्षिण्यं' क्रियते येन, कथं जेता स सङ्गरे ।
વિ પોતઃ પશ્દિીયેત, તોયનાથં તિતીર્ણતા ? ||૮||
“જો તેઓના પ્રતિ દાક્ષિણ્ય બતાવવામાં આવે તો સંગ્રામમાં તે વિજયી કેવી રીતે બની શકશે ? સમુદ્રને ત૨વાની ઇચ્છાવાળી વ્યક્તિ પોતાની નાવને છોડી દે તો તરી શકે ખરી ?
प्रागेव समरारम्भो, मुधा चक्रे त्वया विभो ! ।
अपि वर्महराः पुत्राः प्रमाद्यन्ति तवात्र यत् ।।९९ ।।
1
“સ્વામિન્, આંપે યુદ્ધનો પ્રારંભ કર્યો એ જ ખોટુ કર્યું છે. શત્રુઓનાં કવચોને હ૨ના૨ા આપના પુત્રો જ યુદ્ધમાં પ્રમાદ બતાવી રહ્યા છે.”
इत्याकर्ण्य वचस्तस्य, क्रुद्धः सूर्ययशा जगौ ।
प्रातर्बाहुबलिं मुक्त्वा, सर्वान् हन्तास्म्यहं त्विति । । १०० ।।
સેનાપતિની આવી આક્ષેપભરી વાણી સાંભળીને ભરતના મોટા પુત્ર સૂર્યયશા ક્રોધિત થઈને બોલ્યા, “પ્રાત:કાળમાં જ એક બાહુબલિને છોડીને બાકી બધા સુભટોને હું યમસદનમાં પહોંચાડી દઈશ.”
૧. વાલિખ્યું-અનુભતા (વાલિખ્યું ત્વનુનતા-મિ॰ ૬ (૧૩)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૦