________________
इत्युक्त्वा दृशमरुणांशुदुःप्रधर्षषट्खण्डाधिपतिमुखेऽक्षिपत क्षितीशः | कल्पान्ताम्बुधिलहरीमिवातितीव्रां, सामर्षां रिपुकुलकालरात्रिघोराम् ||१४ ।। એમ કહીને બાહુબલિએ સૂર્યના પ્રખર કિરણોના જેવી દુષ્પવર્ષ ‘દૃષ્ટિ' છ ખંડના અધિપતિ ભારતના મુખ પર ફેંકી. તે પ્રચંડ ક્રોધયુક્ત દૃષ્ટિ કલ્પાંતકાળના સમુદ્રના ઊછળતા તરંગો જેવી તીવ્ર અને શત્રુઓના કુલ માટે કાલરાત્રિ સમાન અત્યંત ભયંકર હતી.
चक्राङ्गी सपदि ततो रुषातिताम्रां, रक्ताक्षध्वजभगिनी'तरङ्गभुग्नाम् । चिक्षेप क्षपितविपक्षिपक्षिपक्षामस्यास्ये हुतवहतेजसीव दीप्रे ।।१५।।
ત્યાર પછી ક્રોધથી અત્યંત લાલ થઈ ગયેલી, યમુનાના તરંગો જેવી આડીઅવળી, શત્રુઓરૂપી પક્ષીઓની પાંખોને છેદવાવાળી અને અગ્નિ જેવી તેજસ્વી “દષ્ટિ'ભરત ચક્રવર્તીએ બાહુબલિના મુખ પર ફેંકી.
सोत्साहं कथमपि सिंहघूर्णिताक्षं, पक्ष्माग्रस्तिमितरतरान्तरालतारम् । ..
अन्योन्यं सुरनरकिन्नराद्भुतान्यं, त्वायामादजनि तदीयदृष्टियुद्धम् ।।१६ ।। . ભરત-બાહુબલિનું દૃષ્ટિયુદ્ધ કેટલાય પ્રહર સુધી ચાલ્યું. ઉત્સાહ સહિત બન્નેની આંખો એકબીજા પર સિંહની જેમ ઘૂરકી રહી હતી. વચમાં વચમાં પાંપણો ભીંજાઈ રહી હતી. તે બન્નેનું દૃષ્ટિયુદ્ધ દેવ, મનુષ્ય અને અસુરોને આશ્ચર્ય પમાડનાર હતું.
आश्रान्तं जलमिव सारसं निदाघे, व्यालोकात्सरसिजचक्रवत्सहस्ये । तीक्ष्णांशोमह इव वासरावसाने, दृग्द्वन्द्वं भरतपतेस्तरस्विनोपि ।।१७।। જેમ ગીષ્મઋતુમાં તાપથી તળાવનું પાણી સુકાઈ જાય, પોષ મહિનામાં કમલિનીનો સમૂહ કરમાઈ જાય, દિવસના અંતે જેમ સૂર્યનાં કિરણો મંદ પડી જાય તેમ પરાક્રમી ભરતની આંખો થાકી ગઈ.
तबन्धोनयनयुगं ततोवलोकात्, प्रौढत्वं कलयितुमाचरत् क्रमेण ।
संक्रान्ताविव रवेरुदीचामश्रान्तं दिनमिव पण्यवत समाधौ ||१८|| બાહુબલિની બન્ને આંખો જોવાના સમયે ક્રમસર એટલી બધી દઢ બની ગઈ કે સૂર્યના સંક્રાન્તિકાળમાં ઉત્તરાયણનો દિવસ જેમ લાંબો થાય તેમજ પુણ્યશાળી યોગીની સમાધિ સુદીર્ઘકાલ પર્યત સ્થિર રહે તેમ સ્થિર બની રહી.
मा देवा मम वदनं त्रपातिदीनं, पश्यन्तु त्विति जगतीमिव प्रवेष्टुम् ।
न्यग्वक्त्रोऽवरजपुरो स्थाङ्गपाणिर्वाष्पाम्बूपचितविलोचनोथ तस्थौ ।।१९।। १. रक्ताक्षः - महिषः, ध्वजा अस्ति यस्य स रक्ताक्षध्वजः-यमराजः, तस्य भगिनी इति रक्ताक्षध्वजभगिनी -
यमुना इत्यर्थः । ૨. મુન-આડીઅવળી (કૃષિ મહા મુનના નં- ૬૨૩) I 3. તિતિ – ભીંજાઈ ગયેલી (નિમિતે તિવિધિન્ન... - આમ ૧ર૮) ૪. સહ-પોષ માસ (વાર્તા સચવત્ - ગામ૨ દિદ)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૨