________________
“લજ્જાથી દીન બનેલું મારું મુખ દેવો જોઈ ના જાય” એમ વિચારી શરમથી જાણે ધરતીમાં સમાઈ જવાની ઇચ્છાવાળા ના હોય તેમ ભરત ચક્રવર્તી નીચે મુખ રાખીને પોતાના નાના ભાઈ બાહુબલિની સામે ઊભા રહ્યા હતા ત્યારે તેઓની આંખો અશ્રુથી છલકાઈ ગઈ હતી.
ऊचेऽसौ भरतनपं गभीरसत्त्वो, भ्रातः ! किं मनसि विषादमादधासि ।
बालानामुचितमिदं त्ववेहि युद्धं, क्षत्राणां भवति हि युद्धमुग्रशस्त्रैः ।।२०।।
ત્યારે ગંભીરપણે સત્ત્વશાળી બાહુબલિએ મહારાજા ભરતને કહ્યું : “ભાઈ ! મનમાં શા માટે વિષાદ કરો છો ? દૃષ્ટિયુદ્ધ આદિ યુદ્ધ તો બાળરમત બરાબર છે. એ તો બાળકોને ઉચિત છે. બાકી ક્ષત્રિયોનું યુદ્ધ તો ઉગ્ર શસ્ત્રોથી થાય છે.”
एतेनाहवललितेन चक्रपाणे !, नात्मानं किल जितकाशिन' ब्रवीमि |
तल्लज्जामथं परिहाय जन्यलीलामाधेहि प्रथय यशश्च दोर्बलस्य ।।२१।। હે ચક્રવર્તિનું ! આ યુદ્ધક્રીડામાં મેં મારી જાતને વિજયી માની નથી. તો તમે પરાજય શા માટે માનો છો ? લજ્જાનો ત્યાગ કરી યુદ્ધક્રીડાનો સ્વીકાર કરો અને આપના ભુજબળનો યશ ફેલાવો.
इत्युक्तः शरभ इवादधत् समन्तात्, संक्षोभं त्रिजगति संचचार घोरम् ।
क्ष्वेडाभिः प्रलय इवोद्धताभिरेष, वात्याभिर्जलधिरिवोर्मिभिस्तताभिः ।।२२।। બાહુબલિની આવી બંગયુક્ત વાણી સાંભળીને અષ્ટાપદની જેમ ભરતે જગતને ક્ષોભ કરવાવાળો અતિ ભયંકર સિંહનાદ કર્યો કે જે સિંહનાદથી ત્રણે જગત પ્રલયકાળની જેમ સુબ્ધ બની ગયાં અને તે સિંહનાદ, તોફાની સમુદ્રના તરંગોની જેમ જગતવ્યાપી બની ગયો. ___ संत्रस्यत्तदनु मृगैरिव द्विपेन्द्रैवल्लीमिस्त्विव दयिताभिराललम्बे ।
कान्तः मारुह इव गह्वरो गभीरो, हर्यक्षैरपि भुजगैश्च नागलोकः ||२३।। એ સિંહનાદના ભયંકર અવાજથી હાથીઓ પણ હરણિયાની જેમ ભયભીત બની, વેલડીઓની જેમ વૃક્ષોને વીંટળાઈ ગયા. ભયભીત બનેલી સ્ત્રીઓ પોતાના પતિને વળગી પડી. સિંહો પણ પોતાની ઊંડી ગુફાઓમાં છુપાઈ ગયા અને નાગદેવોએ પણ નાગલોકનો આશ્રય લઈ લીધો.
उत्साहं द्विगुणमवाप्य तत्कनिष्ठो, ज्यायोभिर्हरिनिनदैदिगन्तगाहैः । चक्राङ्गिध्वनितभराहितावकाशं, ब्रह्माण्डं न्यभरदुदैरिवाभ्रमभ्रम् ||२४।। ભરત ચક્રવર્તીના સિંહનાદના ધ્વનિથી સંપૂર્ણ બ્રહ્માંડ ભરાઈ ગયું, પરંતુ થોડો પણ જે ભાગ બાકી રહેલ તે બાહુબલિએ બમણા ઉત્સાહથી કરેલા સિંહનાદથી પૂર્ણતયા ભરી દીધો. જેમ પાણીથી ભરેલાં વાદળો આકાશમાં વ્યાપ્ત બની જાય તેમ દિશાઓના ભાગ બાહુબલિના સિંહનાદના અવાજથી ભરાઈ ગયા. ૧. મિતાશી-યુદ્ધમાં વિજયી (બિલાડવો fબતવાણી - મ0 રૂ ૪૭૦) ૨. નજરનાં-યુજીક, આદિ સ્વીકા ૩. અર્થ-વાદળ ૪. ગઝં-આકાશ
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૪૩