________________
સમસ્ત આકાશ દેવાંગનાઓનાં વિકસિત નેત્રોરૂપી કમળોથી પુષ્મિત અને દેવાંગનાઓનાં વિકસિત સ્તનો વડે પ્રફુલ્લિત તેમજ તેમના શરીરની સુગંધીથી સુવાસિત હતું. આવા આકાશને જોઈને દૈત્યો એકદમ આશ્ચર્યચકિત બની ગયા.
कोटीराङ्कितशिरसौ महाप्रतापी, सन्नाहाकलिततनू उभावितीमौ । एकां यज्जयकमलां वरीतुकामावन्योन्यं त्रिदशगणैर्वितर्कितौ च ।।९।। ભરત અને બાહુબલિ બન્નેનાં મસ્તક મુગટથી સુશોભિત છે. બન્ને મહાન પ્રભાવશાળી છે. બન્નેએ શરીર પર કવચ ધારણ કરેલાં છે અને તે બન્ને એક જ જયલક્ષ્મીને વરવાની ઇચ્છાવાળા છે, માટે દેવો પણ તે બન્નેના વિષયમાં અલગ અલગ કલ્પના કરી રહ્યા છે.
किं वाऽयं भरतपतिर्बलातिरिक्तः, किं वाऽयं किल बहलीशिता बलाढ्यः ?
नो विद्मः क इह बली द्वयोरितीमावौह्येतां मुहुरपि दानवामरेन्द्रैः ।।१०।। અસુરેન્દ્ર અને દેવેન્દ્રો વારંવાર આ વિચારી રહ્યા છે કે આ બન્નેમાં વધારે પરાક્રમી કોણ છે એની કંઈ સમજ પડતી નથી ! ભારતવર્ષના અધિપતિ ભરત અધિક બળવાન છે કે બહલીદેશનો રાજા બાહુબલિ બલવાન છે ?
गीर्वाणैस्त्रिदिवमपास्तमाजिदृष्टौ', पातालं भुजगवरैश्च वेश्म मत्त्यैः । निःशेषेन्द्रियविषयाधिकस्तदेकोप्यूर्जस्वी नयनरसः किलाखिलानाम् ।।११।। યુદ્ધ જોવાની ઇચ્છાવાળા દેવોએ સ્વર્ગલોકને, નાગદેવતાઓએ પાતાળલોકને અને માનવલોકે, પોતાનાં ઘર છોડીને સૌ રણભૂમિ પાસે આવી ગયા. અત્યારે તો પાંચ ઇન્દ્રિયોના વિષયરસમાં ફક્ત એકલો નયનરસ જ ઊર્જસ્વી બન્યો છે.
इत्युच्चैर्भुजयुगलीपराजितेन्द्रो, वर्षेन्द्र बहलीपतिर्जगाद गर्वात् ।
देवानां स्मर बलकिङ्करीकृतानां, प्रस्तावे समयति यः स हि स्वकीयः ।।१२।। પોતાના બાહુબળથી ઇન્દ્રને પણ પરાજિત કરવાવાળા બાહુબલિએ ગર્વથી ઊંચે સ્વરે ભરતને કહ્યું: ‘તમે તમારા બળના પ્રભાવથી દેવોને પણ દાસ બનાવી દીધા છે. એ દેવોનું સ્મરણ કરો... કેમ કે અવસરે કામ આવશે.. અવસરે જે કામ આવે તે જ પોતાના કહેવાય.”
जानीहि स्फुटमिति भूमिरस्तिवीरा, षट्खण्डोद्दलनविधौ ससंशयं हृत् । . अस्त्येव क्षितिप ! तवोल्लसत्स्मयत्वात्तन्मातस्तुदतितरां न चान्यदेव ।।१३।।
હે રાજન ! તમે સ્પષ્ટપણે જાણી લો કે પૃથ્વી પરાક્રમી વીરપુરુષોને આધીન છે. તમારા છ ખંડના વિજય પ્રતિ મારા હૃદયમાં શંકા છે. તમારો એ વિજયનો ઉન્માદ જ મારા મનને પીડી રહ્યો છે. બાકી બીજું કંઈ નથી. મને તમારા પ્રત્યે દ્વેષ નથી. ૧. શનિ-યુદ્ધ ને i ૨. વર્ષેન્દ્ર-મરતમ્ ! ३. देवानां स्मर-स्मृत्यर्थदयेशां वा-इति सूत्रेण देवानां स्मर, देवान् स्मर वा । ૪. તિવીર-વીરવતી |
શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૪૧