________________
पुण्डरीकनयनैर्विकासिभिर्लोकमानमिव केलिपल्वलम् ।
चक्रसारसविहङ्गमस्वनैराह्वयन्तमिव स व्यलोकत ।।७२ ।। | વિકસ્વર શ્વેત કમળોરૂપ નયનો વડે જોવાતું ને ચક્રવાક-સારસ-આદિ પક્ષીઓના કલરવ શબ્દો વડે જાણે બોલાવાતું ના હોય, તેવા પ્રકારના ક્રીડાસરોવરને ભરતરાજાએ જોયું.
योषितां प्रतिकृतिर्जलाशये, पश्यतामिति वितर्कमादधे ।
स्वं स्वरूपमिह सिन्धुसोदरे, किं श्रियेव बहुधा व्यभज्यत ||७३।। જળાશયમાં નીચા મુખે જોતી એવી ઘણી સ્ત્રીઓનાં પ્રતિબિંબોથી કલ્પના થાય છે કે આ સરોવર, સમુદ્રનું સહોદર (બંધુ) હોવાથી પિતૃગૃહમાં લક્ષ્મીદેવી પોતાનાં અનેક રૂપ કરીને રહી ના હોય !
एतदग्रत इमा जलात्मजाः, किं नलिन्य इति पङ्किला लिया । हीयतेस्म नलिनीगणस्तदा, शुद्धपक्षयुगलैः सितच्छदैः ।।७४।। જળમાં ઉત્પન્ન થયેલી નલિનીઓએ વિચાર્યું કે ભરત મહારાજાની આવી સુંદર સ્ત્રીઓ આગળ અમારું શું અસ્તિત્વ છે ? એમ માનીને લજ્જાથી નલિનીઓ (કમલિની) કાદવવાળી (શ્યામ મુખવાળી) બની ગઈ, તેથી શ્વેત રાજહંસો પણ કમલિનીઓને ત્યજી દૂર જતા રહ્યા. सावरोधनृपतेः समागमादुच्छलन्निव तरङ्गपाणिभिः ।
.. स हसन्निव विकासिपद्मिनीकाननैः समतुषत् सरोवरः ||७५।। અંત:પુર સહિત ભરત રાજાની પધરામણીથી આનંદિત બનેલું ક્રીડાસરોવર તરંગોરૂપી હાથ વડે ઊછળતું અને વિકસ્વર કમલના વનરૂપી સ્મિત વેરતું અત્યંત પ્રસન્ન બન્યું.!
क्रीडातटाकमवनीपतिराजगहे,' सार्ध वधूभिरिभराज इव द्विपीभिः | हस्तोद्धृताम्बुरुहिणीनिचयः समन्तादावर्तमानशफरीसमलोचनाभिः । ७६ ।। જેમ ચૂથપતિ હસ્તિરાજ હાથણીઓની સાથે સરોવરમાં પ્રવેશ કરે તેમ હાથથી કમળોના સમૂહને ઉખેડતા મહારાજા ભરતે મૃગનયની સુંદરીઓની સાથે ક્રિીડાસરોવરમાં ચારે બાજુથી પ્રવેશ કર્યો.
काभिश्चन व्यरचि लोचनकज्जलौघैः, श्यामं जलं शुचितरं स्तनचन्दनैश्च ।
एवं वितर्क इह केलिसरोवरेऽभूत्, सङ्गः खरांशुतनया सुरकुल्ययोः किम् ? | ७७ ।। સુંદરીઓની આંખોમાં કાજળ આંજેલું હતું તેથી સરોવરનું જળ શ્યામ થયું અને સ્તન ઉપર શ્વેત ચંદનનો લેપ કરેલો હતો તેથી સરોવરનું જળ સફેદ થયું. શ્યામ અને શ્વેત જળથી જાણે ગંગા ને યમુનાનો એકીસાથે સંગમ થયો ના હોય !
૧. માન-વિનોહયાભાસ | ૨. દિવસ-ત્તિનીમિઃ | ૩. શરી-માછલી (મ૦ ૪ ૧૪૧૨) ૪. હરજીવનયા-યમુના (શનિન્દી સૂર્યના યની-મિ. કાઉ૪૨) I ૬. સુરચા -ગંગા (કુકન્યા રાતિ નવી I).
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૬