________________
चन्द्रमा इव महीपतिळभादङ्गनास्तदनुगा इव त्विषः ।
उल्ललास च तदा परस्परं, चित्तभूप्रमदपाथसां पतिः ||६६ ।। વનવિહારના સમયે પરસ્પરના ચિત્તમાં આનંદનો અબ્ધિ ઊછળી રહ્યો છે. એવા ભરત મહારાજા અને તેની પાછળ પાછળ ક્રીડા કરી રહેલી અંગનાઓ તે જાણે ચંદ્રની પાછળ ચંદ્રિકા શોભે તેમ શોભી રહી હતી.
पञ्चवर्णमयपुष्पभङ्गियुक्तालवृन्तवरवीजनेन सः ।
अन्वभूत् प्रणयिनीकरेरिणा, चामरादपि सुखं युवाऽधिकम् ।।६७ ।। રાણીઓ પોતાના જ હાથે બનાવેલા પાંચ વર્ણનાં પુષ્પોની સજાવટવાળા તાલવૃત્તના પંખાઓ વીંઝતી હતી. તે પંખાની હવાનો આનંદ ભરત મહારાજા ચામર કરતાં પણ અધિક માણી રહ્યા હતા.
सर्वजातिकुसुमश्रियाञ्चितं, छत्रमस्य शिरसि व्यधाद् वधूः ।
राजचिन्हललितातपत्रतश्चाधिकं प्रणुदती मुदा भरम् ।।६८।। સર્વ પ્રકારનાં પુષ્પોથી ગૂંથેલું સુંદર છત્ર કોઈ સ્ત્રી ભરત મહારાજાના મસ્તક પર ધારણ કરતી હતી, તેનો આનંદ રાજાએ રાજચિહ્નથી યુક્ત સુંદર છત્ર ધારણ કર્યું હોય તેવા પ્રકારનો માણ્યો.
प्रस्थितोऽथ जलकेलये नृपः सावरोधरवनिताजनस्ततः । फुल्लपङ्कजदलाननश्रियं, राजहंस इव केलिपल्वलम् ।।६९।। पद्मिनीनिचयसञ्चितोत्सवं, राजहंसविनिषेवितान्तिकम् ।
ऊर्मिपाणिमिलनोत्सुकं रयात्, स्पर्धमानमिव भूमिवल्लभम् ।।७० ।। માનસરોવર તરફ જેમ રાજહંસ જાય તેમ ભરત મહારાજા પોતાના અંત:પુરની રાણીઓ સાથે જલક્રીડા કરવા માટે વિકસ્વર કમળવાળા ક્રીડાસરોવર તરફ ગયા.
ક્રિીડાસરોવરની સાથે ભરત મહારાજાની તુલના કરતાં કવિ કહે છે, ભરતરાજા સ્મિત વેરતી પદ્મિની સ્ત્રીઓથી યુક્ત છે, તેમ સરોવર પણ વિકસ્વર કમલિનીઓથી યુક્ત છે. સરોવરના તટ પર જેમ રાજહંસો રહેલા છે તેમ ભરત રાજાની સેવામાં શ્રેષ્ઠ રાજાઓ રહેલા છે. આવા પ્રકારનું ક્રીડાસરોવર વેગથી ઊઠતા તરંગોની લહરીરૂપ હાથોથી જાણે ભરત મહારાજાને મળવા માટે ઉત્સુક ના હોય!
आगतोद्गतसरोजिनीचर्यर्मेखलारणितभृङ्गकूजितैः ।
चक्रहंसकलनूपुरारकैः, सद्रसान्तरगतैः सरो बभौ । ७१।। કમલિનીનાં પાંદડાંઓરૂપી મેખલા (કંદોરા) પર ઊડીને આવેલા, - ઝું કરી રહેલા ભ્રમરોના ગુંજારવ અને તટ પર રહેલા ચક્રવાક અને રાજહંસરૂપી ઝાંઝરના રણઝણ કરતા અવાજથી યુક્ત સરોવરની મધ્યમાં રહેલી કમલિનીઓરૂપી સુંદર સ્ત્રીઓયુક્ત સરોવર શોભતું હતું. ૧. ચિત્તમૈ... - માનસધ્યિ ૨. અવરોધા-અંતઃપુર (ગ7:પુરનવરોધોધનમૂ-મ૦ ૩ રૂ૨૧) ૨. નિપલ્વન - ક્રીડા સરોવર
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૫