________________
पुष्पशाखिशिखरावरूढये, शक्नुवत्यपि च काचिदिच्छति ।
मन्मथान्यदयिताङ्गसङ्गमं, पूच्चकार पतिताहमित्यगात् ।।४।। નવપલ્લવિત વૃક્ષના શિખર પરથી નીચે ઊતરવા માટે સમર્થ હોવા છતાં કામથી વિહ્વળ બનેલી તે સ્ત્રી પતિનો સંગમ ઇચ્છતી જોરથી બોલી : હે સ્વામિનું, મને વૃક્ષ પરથી ઝીલી લો, નહીંતર હું નીચે પડી જઈશ.
धारिता प्रियभुजेन सा दृढं, स्कन्धलग्नलतिकेव तत्क्षणात् ।
नीविबद्धसिचयावशेषका, ह्रीनिमीलिनयना व्यराजत ||४२ ।। તત્કાલ તે સ્ત્રીના પતિએ પોતાના બન્ને હાથમાં તેને ઝીલી લીધી. તે જાણે સ્કંધ પર રહેલી લતા શોભે તે રીતે શોભતી હતી. પતિના હાથમાં રહેલી તે સ્ત્રીનું અધોવસ્ત્ર જ તેના શરીર પર રહ્યું હતું, બાકીનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું તેથી લજ્જાવશ તેની બે આંખો બંધ થઈ ગઈ
एतदीय कबरीविराजिनांसेन सोऽवहदनुत्तरां तुलाम् ।
भर्गभग्नधनुषो' रतीशितुः२, स्कन्धदेशतरवारिश्वाहिनः ।।४३।। તે સુંદરીનો કેશકલાપ પતિના સ્કંધ પર લટકી રહ્યો હતો. તે જાણે કે શંકરે જેનું ધનુષ્યબાણ તોડી નાખ્યાં છે એવો કામદેવ પોતાના સ્કંધ પર તલવાર તાણીને ઊભો રહ્યો ના હોય !
उच्चिताभिनवचम्पकस्रजा, पुष्परेणुपरिपाण्डुरा तनुः ।
शारदोदकमुचामिवावलिर्विद्युतैव सुदृशां व्यरोचत ।।४४।। તાજાં ચંપકનાં ફૂલોની માળામાંથી ખરી પડેલા પુષ્પોના રજકણોથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીઓ શરદઋતુનાં વાદળાંઓની વચમાં ઝબકતી વીજળીઓ જેવી શોભતી હતી.
स्वेदलुप्ततिलके प्रियानने, पुष्पधूलिपरिधूसरविषि ।
स व्यधत्त वदनामिलं मुहुर्जीवयन्निव मनीषितां धृतिम् ।।४५।। પ્રવેદબિંદુઓથી જેના કપાળ પરનું તિલક ભૂંસાઈ ગયું છે એવી પુષ્પોના રજકણથી વ્યાપ્ત દેહવાળી એવી પોતાની પ્રિયાને મહારાજા ભરત મોઢેથી વારંવાર હવા (ફૂંક) નાખતા હતા, જાણે પોતાની હૃદયગત ઇચ્છાને પ્રાણવાન બનાવતા ના હોય !
इत्यमूंकथयतिस्म तत्सखी, तत्त्वदीयसुभगत्वमेव यत् । रम्भयाऽपि कमनीयम्मीदृशो, वल्लभः किमनया वशीकृतः ? ||४६।। ત્યારે તેની સખી કહેવા લાગી કે હે સખી, તું ખરેખર સૌભાગ્યશાલિની છો. તારું સૌભાગ્ય તો ઇન્દ્રાણીને પણ સ્પૃહા કરવા લાયક છે. એના મનમાં પણ એવો તર્ક ઉત્પન્ન થયો કે ખરેખર આવા પ્રકારના સુંદર અને પ્રેમાળ પતિને એણે કેવી રીતે વશ કર્યો હશે ? १. भर्गभग्नधनुषा-भर्गेण-ईश्वरेण (महादेवेन) भग्नं धनुष्-चापो यस्य, तस्य । ૨. શિલુક-વાગવચ રૂ. તરવારિ-તલવાર (તરવરિયોજે મહલાઘા-ગામ) રૂ. ૪૪૬) ૪. નાની- નાનીયમ્ |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૦૧