________________
रणक्षितिं तक्षशिलाक्षितीशः, पूर्व समेतः क्रियते भवद्भिः ।
अद्यापि किं नोदयतिस्म सेनाधीशः स्वपुंभिस्त्विति वीरधुर्यान् ।।९।। “મહારાજા બાહુબલિ રણભૂમિમાં ક્યારના આવી ગયા છે. તમે બધા અત્યાર સુધી શું કરી રહ્યા છો ?” આ પ્રમાણે સેનાપતિ સુષેણે પોતાના વીર સુભટોને પ્રેરિત કર્યા.
अम्भोजभम्भा बककाहलाना२, रवैदिगन्तप्रसरैर्वितेने ।
उदात्तशब्दैकमयं त्रिविश्वं, किं मथ्यतेऽम्भोनिधिरित्थमौहि ।।१०।। કમળના આકારવાળી ભંભાઓ અને બગલાના આકારવાલી કાહલો (શુષીર)ના દિગંતવ્યાપી અવાજથી ત્રણે લોક શબ્દમય બની ગયા. એવા અવાજના કોલાહલથી કલ્પના થતી કે શું સમુદ્રનું મંથન થઈ રહ્યું છે.
ततः स्वयं भारतवासवोऽपि, प्रातस्तनं कृत्यविधि विधाय | स्नात्वा शुचीभूतवपुर्विवेश, कलुप्ताङ्गरागो जिनराजगेहम् ।।११।। . . ત્યાર પછી મહારાજા ભરત પ્રાત:કાલીન કાર્ય પતાવી, સ્નાન કરી પવિત્ર બની શરીર પર સુગંધિત લેપ કરી સુંદર વસ્ત્રો પરિધાન કરી શ્રી જિનેશ્વર ભગવંતના મંદિરમાં ગયા.
हिरण्मयं रत्नमयं युगादेरानर्च बिम्ब हरिचन्दनेन ।
स्वभावसाधर्म्यजुषा ततोऽसौ, त्रैलोक्यपूज्यत्वमिवादधेऽस्य ||१२ ।। મહારાજા ભરતે સ્વભાવથી જ શીતળ ગુણના ધારક ગૌશીર્ષ ચંદન વડે ભગવાન શ્રી ઋષભદેવની સુવર્ણમય અને રત્નમય પ્રતિમાજીની પૂજા કરી. (મસ્તક, હૃદય, ચરણ) એમ ત્રણે સ્થળે કરેલી પૂજાથી ભગવંતની રૈલોક્ય પૂજનીયતાની પ્રતીતિ કરાવે છે.
आमोदवाहैः कुसुमैः स्तवैश्च, तथाक्षतैरक्षतकादिभिः सः | त्रिधा विधिज्ञो विधिवद् व्यधत्त, पूजां युगादेर्जगदीश्वरस्य ।।१३।। ભરત મહારાજા ત્રણ પ્રકારની પૂજાવિધિના જાણકાર હોવાથી પહેલાં સુગંધિત પુષ્પોથી, સ્તવનાથી અને અખંડિત અક્ષતોથી જગદીશ્વર યુગાધિદેવની વિધિપૂર્વક પૂજા કરી.
इत्यर्चयित्वा विधिवद् जिनेन्द्रं, जिनालयादेत्य बहिश्च चक्री ।
जगज्जयं नाम बभार वर्म, तेजोंशुमालीव नभोन्तमाप्तम् ।।१४।। એ પ્રકારે જિનેન્દ્રની વિધિપૂર્વક પૂજા કરીને ભરત ચક્રવર્તી જિનાલયની બહાર આવી જેમ સૂર્ય આકાશવ્યાપી તેજને ધારણ કરે તેમ ભરત ચક્રવર્તીએ “જગય' નામના કવચને ધારણ કર્યું.
गीर्वाणश्रृङ्गारसुनामधेयं, दधौ शिरस्त्राणमसौ स्वमूर्ना |
राकासुंर पूर्वाद्रिरिवाभिपूर्ण, शशाङ्कबिम्ब नयनाभिरामम् ।।१५।। ૧. મમ્મા-નવનદ્ધ વાઘ-રણભેરી ૨. વાહન-ત્રણ હાથ લાંબું, છિદ્રમુક્ત તથા ધંતૂરાના ફુલ જેવા મુખવાળું વાજિત્ર રૂ. રાગ-પૂણિમા ( રાવળ પૂર્ણ નિરાવરે-ગામ૨ દુરૂ)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ- ૧૯૪