________________
મને લાગે છે કે મારા સ્વામી ભરતની મેઘગર્જના સમાન રણભેરી ફુંકાશે કે તરત જ અહંકાર કે શિરોમણિ એવા બાહુબલિ અષ્ટાપદ (બળવાન પશુ)ની જેમ રણભૂમિમાં પોતાના સૈનિકોની સાથે કૂદી પડશે ને પોતાના પ્રાણોને ત્યજી દેશે પરંતુ પોતાના અભિમાનને છોડશે નહીં. કેમ કે બાહુબલી અભિમાની પુરુષોમાં પ્રથમ છે.
चरो विचिन्त्येति हृदा गिरा ततो, जगाद चैषां पुरतो न किञ्चन ।
निशम्य कर्णान्तकटु प्रियं वचो, वदन्ति वाचा न हि वाग्मिनः क्वचित् ||३७ ।।
ત્યાર પછી દૂતે આ પ્રમાણે મનમાં વિચારીને પ્રજા સમક્ષ કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યા નહિ. ખરેખર પંડિત અને વિચક્ષણ પુરુષો કાનને પ્રિય કે અપ્રિય લાગે તેવાં કડવાં કે મીઠાં વચન સાંભળીને કચાંય પણ કોઈને જવાબ આપતા નથી.
सुकृष्टाभिरुदग्रकन्धरं, मृगाङ्गनाभिः स विलोकितः क्वचित् ।
स शालिगोपीभिरपीक्षितः क्वचित्, सविभ्रमं विभ्रमवामदृष्टिभिः ३ ।।३८।।
ત્યાંથી આગળ ચાલતાં દૂતે જોયું કે કોઈ કોઈ જગ્યાએ સુમધુર ગીતોથી આકર્ષાયેલી હ૨ણીઓ ઊંચી ડોક કરીને જોતી હતી. વળી કોઈ જગ્યાએ ડાંગરના ખેતરની રખવાળી કરતી ખેડૂતપત્નીઓ દૂતની સામે હાવભાવપૂર્વક કટાક્ષ કરતી હતી.
स राजधानीभिरनङ्गभूपते रसस्य पूर्वस्य च४ केलिसदमभिः । तरङ्गितामोदभरः पुरन्ध्रिभिः व्यलङ्घत ग्रामपुराण्यनेकशः ।। ३९ ।।
-
કામદેવની રાજધાની અને શૃંગા૨૨સની ક્રીડા ભૂમિ સમાન નગરવાસી સ્ત્રીઓની પાસેથી ચાલતો દૂત હર્ષથી રોમાંચિત બની જતો. આ પ્રમાણેનાં કૌતુકોને જોતાં તેણે અનેક નગરો અને ગામો પસાર કર્યાં.
चरः पुरो गन्तुमथैहत त्वरां, महीधरोत्साह इवाङ्गवानऽयम् ।
न हि त्वरन्ते क्वचिदर्थकारिणो, विलम्बनं स्वामिपुरो हिताय नो । ।४०।।
હવે દૂતે આગળ જવા માટે પોતાની ગતિનો વેગ વધાર્યો તે જાણે મહારાજા ભરતનો મૂર્તિમંત ઉત્સાહ ના હોય ! ખરેખર કર્તવ્યશાળી પુરુષો પોતાનું પ્રયોજન સિદ્ધ કરવામાં શું ત્વરા નથી કરતા ? અર્થાત્ - કરે જ. તે સમજે છે કે વિલંબ કરવાથી સ્વામીનું અહિત થાય છે.
विलङ्घिताध्वा कतिचिद् दिनैश्चरः, पुरीप्रदेशान् जितनाकविभ्रमान्६ । सरःसरित्काननसंपदाञ्चिता नुपेत्य संप्रापयदुत्सवं दृशोः ।।४१।।
૧. શાલિગોપીમિ - લમણિમમિ ।
૨. સવિક્રમ – સવિતાનું |
-
રૂ. ધમનીય ટાક્ષ દૃષ્ટિવાની સ્ત્રીઓ |
४. पूर्वस्य रसस्य प्रथमस्य रसस्य-श्रृगाराख्यस्य रसस्य ।
પુ. લિજ્ઞમિઃ – ઝીયાવસતિમિર 1
૬. નાળ :- વર્ગ (મુવિસ્તાવિતાવિષા ના :- અમિ૦ ૨/૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯