________________
બાહુબલિજી શત્રુઓને તૃણની જેમ તુચ્છ માને છે, જ્યારે શત્રુઓ તેમને પર્વતથી અધિક માને છે. શત્રુઓના સમૂહને પોતે ક્ષણવારમાં ધ્રુજાવી દે છે. જ્યારે પોતે મેરુ પર્વતની જેમ નિષ્કપ અને અડોલ બની રહે છે.
अनेन राज्ञा रजनीमणीयितं,' तदान्यभूपैः किल तारकायितम् ।
अतो निदेशोस्यर नृपैर्न लभ्यते, त्वसौ निदेशं न दधाति कस्यचित् ।। ३२ ।। વળી હે દૂત! અમારા રાજા ચંદ્રસમાન છે, જ્યારે બીજા રાજાઓ તારા સમાન છે. આથી અમારા રાજાની આજ્ઞાનું કોઈ પણ રાજા ઉલ્લંઘન કરતા નથી, અને પોતે બીજા કોઈની આજ્ઞાને સ્વીકારતા નથી.
विधेरिवास्मादऽहितैरहितैः पुनः, फलान्यलभ्यन्त कलिक्रमार्थिमिः ।
प्रभुः स एवात्र यतो विशेषतः, फलाफलावाप्तिरनुत्तरा भवेत् ।। ३३।। જેમ વિધાતા પાસેથી પોતપોતાનાં કર્મને અનુસાર ફળ મળે છે, તેમ અમારા સ્વામી પાસેથી પણ યુદ્ધના અર્થી શત્રુ રાજાઓને અને આજ્ઞાધારી મિત્ર રાજાઓને પોતપોતાના કાર્યને અનુરૂપ અનુત્તર ફળની પ્રાપ્તિ થાય છે. ખરેખર ! સ્વામી તે જ કહેવાય કે જે સેવકના પોતપોતાના કાર્યને અનુરૂપ ફળ આપનારા હોય છે.
स किन्नरो नात्र स नात्र मानवः स कोपि विद्याधरपुङ्गवो न हि ।
न येन कर्णेषु दधे नृपार्षभे - यशः, शरच्चन्द्रकरातिसुन्दरम् ।।३४।। ખરેખર !આ લોકમાં કોઈ એવો કિન્નર નથી, કોઈ માનવ નથી કે કોઈ વિદ્યાધર રાજા નથી કે જેઓએ બાહુબલિ રાજાની શરદપૂર્ણિમાના ચંદ્રસમાન ઉજ્જવળ એવી યશોગાથા સાંભળી ના હોય !
गिरं जनानामिति मानशालिनी, निशम्य तेनेति हृदा व्यतर्यंत ।
बलं प्रभोर्मे बलिनोपि मा वृथा, महीभृति स्यात् करिणीपतेरिव ।।३५।। દૂતને બહલી દેશની જનતાની ગૌરવપૂર્ણ વાણી સાંભળીને હૃદયમાં આશંકા થઈ – “મારા સ્વામી ભરત બળવાન હોવા છતાં પણ આ બાહુબલિની સામે ટક્કર ઝીલી શકશે કે કેમ ?” ગમે તેવો બળવાન હાથી હોય પરંતુ પર્વત પાસે તેનું બળ નિરર્થક જાય છે તેમ નિરર્થક નો નહિ થાય ને?
मदीयभूपाम्बुदतूर्यगर्जित - ध्वनौ प्रवृत्ते शरभीभवन्नयम् । भटैर्वत्तोऽसून किल मोक्ष्यते रणे, न च स्मयं हि प्रथमोभिमानिनाम् ।।३६।।
१. रजनीमणीयितम्-चन्द्रायितम् । ૨. નિલેશ-ગાશ, આશા (ગર શિક્તિનિરો લેશો... ગમતા ૨/૧૨૧) . ગતિ:-શત્રુ (વૈદિરતી નિયાંસુ-મિ. ૩/૩૧૩). ૪. ડિત-મિત્ર ५. कलिक्रमार्थिभिः- क्लेशांस्लिसमीहकैः । ૬. નીતિ ના બે અર્થ છે - (૧) રાજામાં (૨) પર્વતમાં
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦૮