________________
એ પ્રમાણે દૂત દ્વારા સમાચાર મોકલીને બીજા પણ રાજાઓને તેમજ વીર, શૂરવી૨, પરાક્રમી, સૈનિકોને ઇન્દ્ર મહારાજાએ નિર્માણ કરેલી, પ્રજાજનોથી સંકીર્ણ એવી અયોધ્યા નગરીમાં આદરપૂર્વક બોલાવ. निजहरिध्वनिकम्पितकातरे, वितर वा तरवारिकरे धनम् ।
વનવ ! પત્તિવયેવ્યતિવુ સહે, પરલૌરવઐતપામવૈ ।।૬।।
હે સેનાપતિ, સિંહનાદથી કાય૨ પુરુષોના હૃદયને હચમચાવી દેનાર એવા પરાક્રમી સુભટોના હાથમાં તલવાર અથવા ધન આપો. આપના એ વીર સૈનિકોનું પરાક્રમ શત્રુઓ માટે અતિ દુઃસહ છે, એટલું જ નહીં એ બળવાન સુભટોનો પરાજય કરવા માટે કોઈ પણ સમર્થ નથી એટલા એ બળવાન ને શૂરવીર છે.
सतनयास्तनया अपि लक्षशः, प्रहरणाहरणाधिकलालसाः ।
नयनयोर्मम संदधतूत्सवं, नरहिता रहिताः किल दूषणैः ।।६७ ।।
મારા લાખો પુત્રો અને પૌત્રો મારી આંખોના ઉત્સવસ્વરૂપ છે. શસ્ત્રોને ધા૨ણ ક૨વામાં અત્યંત આતુર છે. એ મારા પુત્રો-પૌત્રોમાં કોઈપણ જાતનું દૂષણ નથી બલ્કે તેઓ પ્રજાજનને હિતકારી છે. समुपयन्तु विमानविहारिणः, सविजया विजयार्द्धगिरीश्वराः ।
વિમવિ યે વદનન્તિ પુત્તરે, વિવિતસાર ! સારસારે ।।૮।।
હે યુદ્ધવિશારદ સેનાપતિ, અતિ દુસ્તર એવા રણસંગ્રામમાં દાનપાત્ર(નાવ, વહાણ) સમાન એવા વૈતાઢચ (વિજયાદ્ધ) પર્વતના વિજયી વિમાનવિહારી વિદ્યાધર રાજાઓ પણ આ યુદ્ધમાં આવી જાય. તેના માટે પણ બંદોબસ્ત કરો.
इति निगद्य शुभं नतिकारिणामविरतं विरतं नृपमानमत् । पुनरजूहवदेष महीपतीन्, भुजवतो जवतो मनुजैर्निजैः ।। ६९ ।।
પ્રણામ કરવાવાળી વ્યક્તિઓ માટે નિરંતર વાત્સલ્ય વહાવનારા મહારાજા ભરત આ પ્રમાણે આદેશ આપીને વિરામ પામ્યા. સેનાપતિ સુષેણે પણ મહારાજાને નમસ્કાર કરીને પરાક્રમી રાજાઓને બોલાવવા માટે ત્વરાપૂર્વક પોતાના માણસોને મોકલ્યા.
सकलराजकमेतमवेत्य स, द्रुततया ततयातरणोत्सवम् । नरपतेरभिषेणनमूचिवानशुभहारिणि हारिणि वासरे ।।७० ।।
યુદ્ધના સમાચાર મળતાંની સાથે જ યુદ્ધપ્રિય સર્વે રાજાઓ રણોત્સવ માણવા માટે જલદીથી અયોધ્યામાં આવી ગયા તે જાણીને સુષેણ સેનાપતિએ મહારાજા ભરત પાસે આવીને નિવેદન કર્યું, ‘મહારાજા, વિઘ્નોનો નાશ કરનાર, મંગલ દિવસે શત્રુ પર ચઢાઈ ક૨વા માટેની તૈયારી કરાવો.’
क्षितिभुजामुपशल्यनिवेशिनां न नगरी नगरीणवनाञ्चिता ।
किमियमाशु विरच्यत उन्मदैः, क्षितिपकुञ्जर ! कुञ्जरसंचयैः ।।७१।।
અને હે શ્રેષ્ઠ રાજવી, સીમાડાવાસી રાજાઓના મદોન્મત્ત હાથીઓના સમૂહ વડે નગરીના વનભાગોને વૃક્ષોથી રહિત બનાવવાનો આદેશ આપો.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૬