________________
तदि चतुर्भिरलध्यतमो द्विषत्कृतपराजय ! राजयसे बलैः ।
युधि धराधवबाहुबलेः पुरो, यदि भवान् कुरुतेऽकुरुते ! स्थितिम् ।।५९।। અલંઘનીય એવી ચતુરંગી સેના વડે શોભી રહ્યા છો અને શત્રુઓનો પરાજય કરવામાં તો તમે કુશળ છો. અને મહારાજા બાહુબલિ સાથેના યુદ્ધમાં શું કરવું અને શું ના કરવું એ સ્થિતિના પણ તમે જાણકાર છો.
त्वमिह दूतगिरावय सर्वतः, सुगुणमण्डल ! मण्डलनायकान् ।
तदनु तद्विजयाय समुत्सुकं, कृतरमोदय ! मोदय मे मनः ||६० ।। હે સદ્ગણી, ચારે દિશાના સર્વ રાજાઓને દૂત દ્વારા સમાચાર મોકલી, વિજયલક્ષ્મીને વરેલો એવો તું બાહુબલિ પર વિજય પ્રાપ્ત કરવા માટે ઉત્સુક થયેલા મારા મનને ખુશ કર.
प्रथमतः परितापितविद्विषं, सबलमालवमालवभूपतिम् । वितरणैश्च वसुद्विपवाजिनां, मुदितमागधमागधभूभृतम् ।।६१।। સેનાપતિ, સહુથી પહેલાં શત્રુઓને પરિતાપ કરનારા, મહાપરાક્રમી, તેનાથી સુશોભિત એવા માલવ દેશના રાજાને તથા બિરદાવલિ બોલનારા મંગલ પાઠકોને પ્રસન્ન થઈને દાનમાં ધન, હાથી અને અશ્વો આપનાર એવા મગધ દેશના રાજાને બોલાવ.
अपरमाहववृत्तभरोच्छ्वसच्छ्रवणकुन्तलकुन्तलवासवम् ।
अहितवारणवारणबुद्धिमद्, हरिसमारवमारवभूधनम् ।।६२ ।। વળી યુદ્ધની વાત સાંભળતાં સાથે જ જેના કાનની કેશરાજી વિકસિત થઈ જાય છે એવા કુંતલ દેશના રાજાને તેમજ શત્રુરૂપી હાથીઓ ભગાડવા માટે સિંહ સમાન સિંહનાદ કરવામાં કુશળ એવા મધર દેશના રાજાને બોલાવ.
विततमङ्गलजङ्गलपार्थिवं, पृथुललाटललाटविशेषकम् ।
प्रणतवत्सलकच्छमहीपति, द्विषददक्षिणदक्षिणनायकम् ||६३।। જેનું મંગલ (શ્રેય) ચારે દિશાઓમાં ફેલાયેલું છે, એવા જંગલદેશના રાજાને અને જેના રાજ્યનો વિસ્તાર ઘણો મોટો છે એવા લાટ દેશના તિલક સમાન લાટ દેશના રાજાને, નમ્ર મનુષ્યોને માટે વાત્સલ્યની મૂર્તિ સમાન કચ્છ દેશના રાજાને અને શત્રુઓ માટે સાક્ષાત્ યમ સમાન દક્ષિણ દેશના રાજાને બોલાવ..
अकरुणं कलहे कुरुपुङ्गवं, जवनसैन्धवसैन्धवभूमिपम् ।
गलदरातिकिरातमहीश्वरं, मलयभूधरभूधरमादरात् ।।६४।। તેમજ રણસંગ્રામ ખેલવામાં નિર્દય એવા કુરુદેશના રાજાને, પવનવેગી એવા અસંખ્ય ઘોડાઓના માલિક સિંધુ દેશના રાજાને, શત્રુઓનો સપાટો બોલાવનાર એવા કિરાત દેશના ભિલ્લરાજાને અને મલયાચલ પર્વતના અધિપતિ એવા મલય દેશના રાજાને આદરપૂર્વક બોલાવ.
इति नृपानितरानपि भूरिशः, परमुदारमुदारपराक्रमान् । चरगिरा नयतानगरीमिमां, नरचितां रचितां सुरभूभुजा ||६५।।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૫