________________
ते तथेति कथिते जननेत्रा, स्वःसदः प्रमदमाकलयन्तः ।
सर्वकामसुभगं भवदीयं कृत्यमस्त्विति निगद्य निवृत्ताः || ३८ ||
મનુષ્યોમાં નેત્ર સમાન મહારાજા ભરતે દેવોની વાતનો સ્વીકાર કર્યો ત્યારે દેવો ખૂબ જ પ્રસન્ન થઈ ‘આપનું આ કાર્ય સર્વથા સુભગ થાઓ' એમ આશીર્વાદ આપી ત્યાંથી નિવૃત્ત થઈ બાહુબલિ પાસે ગયા.
कालपृष्ठधनुरर्पितपाणि, कुञ्जरारिमिव सम्भ्रममुक्तम् । हव्यवाहमिव दीप्तिकरालं, स्वर्णपर्वतमिवोन्नतिमन्तम् ।। ३९ ।। भागधेयवदनाकलनीयं, मूर्तिमाश्रयदिवाधिकशौर्यम् । दुःप्रधर्षतमकान्तिमिवार्क, प्रेतनाथमिवाहवभूम्याम् ||४०||
ते तदैव भरतानुजमीयुर्वारिदा इव नदीहृदयेशम् । कोपताम्रनयनोल्बणवक्त्रं, व्याहरन्निति गिरानुनयाच्च । । ४१ ।।
જેમ વાદળો સમુદ્ર પાસે જાય તેમ દેવો ભરત સાથે વાતચીત કરીને બાહુબલિ પાસે આવ્યા, ત્યારે બાહુબલિનું સ્વરૂપ કેવું વિકરાળ હતું તેનું વર્ણન કરતાં કહે છે. હાથમાં કાલપૃષ્ઠ ધનુષ્યને ધારણ કરેલા, સિંહના શત્રુ અષ્ટાપદની જેમ નિશંક અને નિર્ભય, અગ્નિ જેવા તેજસ્વી, મેરુપર્વત સમાન ઉન્નત, ભાગ્ય (દેવ)ની જેમ અગમ્ય, શૌર્યની સાક્ષાત્ મૂર્તિ, સૂર્ય જેવા દુષ્પધર્ષ તેજ પ્રતાપવાળા, રણભૂમિમાં યમરાજ સમાન અને ક્રોધાગ્નિથી લાલ થયેલ આંખો અને મુખવાળા - આવા પ્રકારના વિકરાળ સ્વરૂપવાળા બાહુબલિને દેવોએ ખૂબ જ નમ્ર વાણીમાં કહ્યું :
आदिदेवजननाब्धिसितांशो !, वैरिवंशदहनैकदवाग्ने ! |
ધૈર્યમન્વશિરીન્દ્ર ! જ્ઞાની, નિર્નીસ્ત્વમસિ વિજ્ઞપનીયઃ ।।૪૨।।
“ઋષભદેવના વંશરૂપી સમુદ્રમાં ચન્દ્ર સમાન, શત્રુઓના વંશરૂપ વનને બાળી નાખવા માટે દાવાગ્નિ સમાન, ધૈર્યરૂપી ઉન્નત મેરુ સમાન, એવા હે બાહુબલિજી ! અમે દેવો હમણાં આપને કંઈક વિજ્ઞપ્તિ ક૨વા માટે આવ્યા છીએ.
नीतिमण्डप ! पराक्रमसिन्धो !, को गुरुं प्रणमतस्तव दोषः । सैन्धवीयसलिलस्य हि हानिः का भवेदुपयतो जलराशिम् ? ।।४३।।
“હે નીતિના મંડપ ! હે પરાક્રમના સમુદ્ર ! મોટાભાઈને પ્રણામ કરવામાં આપને કંઈ દોષાપત્તિ છે ? સમુદ્રને મળવાથી નદીઓનાં પાણીની કંઈ હાનિ થાય છે ખરી ?
चेद् विलुम्पसि गुरुनभिमानात्तद् गुरून् जगति मानयिता कः ? हीयते खलु गुरोरपि बुद्धया यत्र तत् किमितरैरवगाह्यम् ? ।।४४ ।।
“જો આપના જેવા પરાક્રમી અને બુદ્ધિશાળી પુરુષો અહંકારથી વડીલો પ્રત્યેના વ્યવહારનો લોપ ક૨શે તો જગતમાં બીજો કોણ માણસ વડીલો પ્રત્યે માન સાચવશે? આપના જેવી વ્યક્તિમાં મોટાપણાની બુદ્ધિનો લોપ થશે તો બીજી મામૂલી વ્યક્તિમાં ગુરુત્વની બુદ્ધિની અપેક્ષા કચાંથી રાખી શકાય ?
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૨