________________
જેમ ઉડ્ડખેલ શિષ્ય ગુરુની પરંપરાને છોડી દે તેમ હાથીઓએ મહાવતોના અંકુશને અવગણ્યા. શિશિર ઋતુમાં હિમપાત જેમ ઉદામ બને તેમ અશ્વો પણ ઉશ્રુંખલ બન્યા.
अत्युच्चैः परिरटितं च वेसरौघैः१, कीनाशैरेरिव पितृकाननं३ समेत्य ।
आक्रन्दैरपि करभैर्जगत् प्रपूर्ण, विस्तीर्णैरिव महतां यशसमूहैः ।।३१।। જેમ સ્મશાનમાં રાક્ષસો જોરજોરથી બુમબરાડા પાડે તેમ ખચ્ચરોનો સમૂહ જોરથી બરાડા પાડવા લાગ્યો. વળી મહાન વ્યક્તિઓનો યશ જેમ જગતમાં ચારે બાજુ ફેલાઈ જાય તેમ ઊંટોના મોટા અવાજોથી જગત ભરાઈ ગયું.
इत्युच्चैः खगुणमयं बभूव विश्वं, चातङ्कातिशयमयं च मुक्तकृत्यम् ।
श्वेडाभिर्वृषभजिनाधिराजसून्वोः, शूरत्वोच्छवसतिकचाभिराममूर्नोः ।।३२।। શૌર્યથી ઊંચા ઊઠેલા કેશો વડે સુંદર લાગતા મુખવાળા ઋષભપુત્રોભરત-બાહુબલિના આવા પ્રકારના ઉદ્દેડ સિંહનાદથી આકાશ શબ્દમય બની ગયું અને સમસ્ત જગત આતંકમય (ભયભીત) અને કાર્યરહિત બની ગયું.
पर्यायादथ भरतेशसिंहनादस्तत् सिंहारवनिवहै: पिधीयतेस्म ।
पाथोदैरिव तुहिनद्युति प्रकाशः, कल्लोलैरिव जलधेः सरित्प्रवाहः ||३३।। ચંદ્રનો પ્રકાશ વાદળોથી જેમ ઢંકાઈ જાય, નદીઓનો પ્રવાહ જેમ સમુદ્રના તરંગોમાં સમાઈ જાય તેમ ભરત ચક્રવર્તીના સિંહનાદનો ધ્વનિ બાહુબલિના સિંહનાદના ધ્વનિથી ઢંકાઈ ગયો, અર્થાત્ મંદ પડી ગયો. . : चक्रेशः श्रमवशतो निमील्य नेत्रे, अध्यास्ते क्षणमथ यावदाह तावत् ।
इत्येनं स जयरमोत्सुकैकचित्तः, को भ्रात ! स्तव हृदयेऽधुना विमर्शः ? ||३४।। શ્રમથી થાકેલા ભરત ચક્રવર્તી એક ક્ષણભર આંખો બંધ કરીને નીચે બેસી ગયા, તેટલામાં વિજયલક્ષ્મીને વરવાની ઉત્કંઠાવાળા બાહુબલિએ કહ્યું : “ભાઈ, હમણાં આપ શું વિચારી રહ્યા છો ?
सामान्यं वचनरणं त्ववेहि राजन् !, जेयत्वं तदितरदत्र नैव किञ्चित् । . . यावन्नो भवतितरां शरीरभङ्गः, किं वीरैर्युधि विजयोऽत्र तावदाप्यः ||३५।।
“રાજન ! વાણીયુદ્ધ એ તો સામાન્ય યુદ્ધ છે. એમાં જીત મેળવવી એને કંઈ જીત ના કહેવાય ! યુદ્ધમાં જ્યાં સુધી શરીરનો નાશ ના થાય ત્યાં સુધી શૂરવીરો માટે શું વિજય કહી શકાય?”
आक्षेपादिति सहजस्य सार्वभौमस्ताम्राक्षः परिकरराजिताङ्गयष्टिः |
किं मेरुश्चपलतया सबाहुकूटस्त्रैलोक्याक्रमणकृतेत्वितिव्यतर्कि ||३६ ।। ૧, જેસર-ખચ્ચર (વેસરૉડશ્વતર - ગામ૪ રૂ૧૨). ૨. વીનાશ-રાક્ષસ (વીના શનિવસાત્મનાથ-fમ ૨૫૧૦૧) . ઝુિવાનન-મશાન (મશાન વરવીર ચા પિતાને ગૃહમૂ-મ૦ ૪૪૪) ૪. દુનિયુતિઃ-ચંદ્ર | ૫. સબ-ભાઈ (સાર્મના મ૦ રૂરિ૧૬) ૬. પરિવાર-પલાંઠી (તિવશ પરિવર:- ૦ રૂ૪૩)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૨૪૫