________________
जनाद् बलं बाहुबलेर्भटैः पथि, द्रुमेषु भूभृत्सु च चिह्नितं चरः ।
भुजाशुगास्त्रैः परिपीय कंपितः, सकण्टका एव हि दुर्गमा द्रुमाः ||१६||
પ્રત્યેક માર્ગમાં વૃક્ષો અને પર્વતો ઉપર બાહુબલિના પરાક્રમી સૈનિકોનાં બાહુબાણ અને અસ્ત્રોનાં ચિહ્નો હતાં. વળી ત્યાંના લોકોના મુખથી સૈનિકોની પરાક્રમગાથાને સાંભળતો દૂત ભયભીત બની ગયો, કેમ કે કાંટાવાળાં વૃક્ષો જ દુર્ગમ હોય છે.
भुजद्वयोन्मूलितभूरुहावलिं निभाल्य किं हस्तिभिराह
वदन्तमूचे जनतेत्यसौ भटै रभञ्जनः साकमरातिकांक्षितैः३ ।।१७।।
-
બન્ને ભુજાઓથી ઉખેડી નાંખેલી વૃક્ષોની પંક્તિ જોઈને દૂતે પૂછ્યું : “શું આ વૃક્ષોને હાથીઓએ ઉખેડી નાંખ્યાં છે ?” આ સાંભળી ત્યાંના જનસમૂહે કહ્યું કે “ના ભાઈ ના, આ તો અમારા વીર સુભટોએ જાણે શત્રુઓની આકાંક્ષાને ઉખેડી નાંખી ના હોય તેમ વૃક્ષોને પોતાના હાથે જ ઉખેડીને ફેંકી દીધાં છે.”
सुधारसस्वादुफलानि नो भटैः, करानवापानि विमृश्य मुष्टिभिः । તદ્રુમન્યનિપાતિતાન્યો, વિજોય ત્યું વિમસાધ્યનુમટે ? ।।૧૮।।
અતિ ઊંચાં વૃક્ષો ઉપર રહેલાં અમૃત સમાન સ્વાદિષ્ટ ફળો હાથથી લઈ શકાશે નહિ ! એમ વિચારી અમારા પરાક્રમી સુભટોએ વૃક્ષોના સ્કંધ (થડ) પર જબ્બર મુષ્ટિપ્રહાર કરીને બધાં ફળો ભૂમિ પર પાડી દીધાં છે. તે નીચે પડેલાં ફળોને તો તમે જુઓ ! - એ પ્રમાણે જનતાએ દૂતને કહ્યું. ખરેખર વીર સુભટોને શું અસાધ્ય હોય ?
· हतेभकुम्भस्थलजन्ममौक्तिकै रिह प्रियावक्षसि हारमादधुः ।
भटा यशोन्यास मिवौजसां क्षिता वितस्तदुत्खातरदान् निभालय ।।१९।।
હે દૂત ! અમારા વી૨ સુભટોના પરાક્રમને તો જુઓ કે જેઓએ હાથીઓના કુંભસ્થલને વિદારણ કરી તેમાંથી નીકળેલાં મોતીઓના હાર બનાવી પોતાની પ્રિયાના વક્ષસ્થલ પર ધારણ કરાવ્યા છે. તે જાણે પોતાના પરાક્રમનો મૂર્તિમંત યશ ના હોય ! વળી આ બાજુ તો જુઓ, હાથીઓના દંતૂશળને લીલા માત્રમાં ઉખેડી ઉખેડીને જમીન પર આમતેમ ફેંકેલા છે.
-
इतोपि दोर्दण्डदलीकृतं शिला तलं निरीक्षस्व घनैरभङ्गुरम् ।
विरोधिनां वक्ष इवोद्भटैर्भटै रभेद्यमच्छेद्यमिदं ह्यविक्रमैः ।।२०।।
-
·
હે દૂત ! આ બાજુ જુઓ. અમારા વીર સુભટોના બાહુબળે મોટા મજબૂત મુગલોથી પણ જે ના તૂટી શકે તેવા પ્રકારની પથ્થરની શિલાઓને લીલા માત્રમાં ટુકડેટુકડા કરી નાખી છે. તે જાણે શત્રુઓનાં વક્ષસ્થલને ભેદી નાંખ્યાં ના હોય ? ખરેખર ! આવી શિલાઓને ભેદવી કે તોડવી તે નિર્બળ વ્યક્તિઓ માટે સર્વથા અશક્ય જ હોય છે.
૧. આશુT: – બાણ (વાન્હાશુ પ્રિવ૨સાયપત્રવાાઃ - અમિ૦ રૂ/૪૪૨) ૨. પરિણ્વીય - આવ્યર્થ ।
રૂ. જાતિ - શત્રુ (પ્રત્યમિત્રાવમિમાત્યરાતી - મિ૦ રૂ/૩૧૩)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫