________________
સરોવરના જળમાં કંપાયમાન ચંદ્રના પ્રતિબિંબને જોઈને નગરવાસી સ્ત્રીઓ વારંવાર ચંદ્રને કહી રહી છે, “ચંદ્ર ! તું રાજા છે, છતાં અમારા સ્વામી બાહુબલિને જોઈ શા માટે ડરે છે? અમારા સ્વામી. તો દયાળુ છે. વિના અપરાધે કોઈને પણ કષ્ટ આપતા નથી.” આ પ્રમાણે દૂત બહલી પ્રદેશમાં અવનવા અનુભવો માણી રહ્યો છે.
क्वचिन् मृगीयूथमयद् यदृच्छया, स वीक्ष्य विस्फाररवेप्यसंभ्रमम् ।
गतेऽपि कर्णान्तिकमित्यतर्कयत्, कृपार्षभीणां विषयेषु शाश्वती ।।१२।। નિર્ભયપણે અને સ્વેચ્છાપૂર્વક ફરી રહેલા હરિણીઓના સમૂહને જોઈ દૂત વિચાર કરે છે કે, આટલી નજીકમાં ધનુષના ટંકાર સાંભળવા છતાં જરાયે સંભ્રાન્ત કે નાસભાગ કર્યા વિના હરિણીઓ કૂદાકૂદ કરી રહી છે ! ખરેખર ઋષભદેવના પુત્રોના દેશમાં દયા શાશ્વત રહેલી છે, જેથી હરકોઈ પ્રાણીને જીવવાનો અધિકાર મળે છે.
विकस्वराम्भोजमुखी परिस्फुरद् - विसारनेत्रा दयितेव तस्य च ।
रथाङ्गनामस्तनराजिनी३ चलत् - तरङ्गनाभिः सरसी मुदेऽभवत् ।।१३।। પ્રિયાની જેમ દૂતને એક નાનકડી તલાવડીએ ખુશ કર્યો કે જેનું વિકસ્વર કમલરૂપી મુખ છે. આમ-તેમ ફરતી માછલીઓ રૂપી નેત્રવાળી, ચક્રવાક રૂપી સ્તનવાળી, અને ઊછળતા તરંગો રૂપી નાભિવાળી તલાવડી આનંદ આપનારી થઈ.
श्रमच्छिदे तस्य विरुद्धपुष्पव - ल्लताप्रसक्तैः श्रितसारिणीजलैः ।
अभूयताऽवेगचरैः समीरणैः, क्रमं न लुंपन्ति हि सत्तमाः क्वचित् ।।१४।। પક્ષીઓથી વ્યાપ્ત એવાં પુષ્પોથી યુક્ત અર્થાત્ ભિન્ન ભિન્ન પાંગરેલાં પુષ્પોથી યુક્ત લતાઓથી સ્પર્શિત અને સરિતાના જલથી આશ્રિત થયેલો પવન દૂતના મુસાફરીના થાકને દૂર કરવા માટે મંદ મંદ ગતિએ ચાલવા લાગ્યો. ખરેખર ! ઉત્તમ પુરુષો પોતાની ક્રમપરંપરાનું કયારે પણ ઉલ્લંઘન કરતા નથી.
प्रफुल्लकंकेल्लिनवीनपल्लवै - रमुष्य सायंतनवारिदभ्रमम् ।
वनं क्वचित् श्यामलताभिरञ्चितं, दिनेपि दोषाभ्रममादधे पुनः ।।१५।। વિકસ્વર અશોક વૃક્ષના નવાં નવાં પાંદડાંઓથી દૂતને સંધ્યાકાલીન વાદળાંઓનો ભ્રમ થયો. વળી કોઈ જગાએ શ્યામ લતાઓથી વ્યાપ્ત વનને જોઈને દિવસે પણ રાત્રિનો ભ્રમ પેદા કરતો હતો.
૧. વિષ : - (વિષયસૂવર્તનમ્ - ૨. વિસારનો અર્થ છે માછલી (વિસ્તાર
૦ ૪/૧૩)
ની શી... ગમે
૪૧૦) : રિસ્પરવિસારનેત્રા
माननयना।
३. रथाङ्गनाम-चक्रवाक (चक्रवाको रथाङ्गाह्वः - अभि० ४/३९६) ૪. વિરુદ્ધપુતાપ્ર - આના બે અર્થ છે “નીરળ આ વિશેષણ છે ! ૧- વિદ્ધા મિવારના,
पुष्पवती - रजस्वला, एतादृशी लता, तत्र प्रसक्तैः - प्रसंगवदिभः । २-विरुद्धा-विभिः-पक्षिभिः रुद्धा-व्याप्ता, પુષ્કવિ-સુનવ... |
-
-
-
-
-
-
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૪