________________
પ્રાયમ
કાવ્ય બે પ્રકારે હોય છે - પ્રેક્ષ્ય અને શ્રાવ્ય. પ્રેક્ષ્ય કાવ્ય-રંગશાળાનાં નાટક પર ઘટના બતાવે છે અને શ્રાવ્ય કાવ્ય સાંભળવામાં કે અભ્યાસમાં ઉપયોગી હોય છે.
કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે પ્રેક્ષ્યના પાઠ્ય અને ગેય એમ બે ભેદ કહ્યા છે. નાટક, પ્રકરણ આદિ પાઠ્ય અને રાસ, ગીત આદિ ગેયકાવ્ય કહ્યાં છે. એ પ્રમાણે શ્રાવ્યના પણ ગદ્ય-પદ્ય અને ચમ્પૂ એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે.
મહાકાવ્યમાં પ્રાયઃ કોઈ એક મહાન વ્યક્તિના જીવનનું સર્વાંગીણ ચરિત્રનું આલેખન હોય છે, પરંતુ ‘ભરતબાહુબલિ મહાકાવ્યમ્'માં તો ફક્ત યુદ્ધપ્રસંગનું એકપક્ષીય વર્ણન ક૨વામાં આવ્યું છે.
પ્રસ્તુત કાવ્યમાં પદલાલિત્ય, અર્થની રમણીયતા, ભાષાની પુષ્ટિ સુંદર અને રસપૂર્ણ ગુંફિત ક૨વામાં આવી છે તે સમજવામાં ઘણી સુગમ પડે તેમ છે.
આ મહાકાવ્યમાં ગુણપ્રચુરતા અને રસપ્રચુરતા બતાવવામાં આવી છે, જેમાં કાવ્યનો પ્રથમ ગુણ શ્લેષ છે. આ કાવ્યનો પાંચમો સર્ગ શ્લેષપ્રધાન છે.
જૈન કાવ્યોમાં મોટેભાગે સાધનાને અનુકૂળ શાંતરસની પ્રધાનતા હોવા છતાં પણ જૈન મહાકવિઓએ જ્યાં જે ૨સો જોઈએ તે તે રસોની માધુર્યતા પરિપૂર્ણ રીતે બતાવી છે. એ પ્રમાણે પ્રસ્તુત મહાકાવ્યના રચયિતા મહાપુરુષે પણ શ્રૃંગા૨૨સ અને વી૨૨સનું મન મૂકીને અવતરણ કર્યું છે. તેમજ શબ્દાલંકાર અને અર્થાલંકારનો પણ પ્રચુર માત્રામાં પ્રયોગ કર્યો છે. ઉપમા, ઉત્પ્રેક્ષા આદિની અપેક્ષાએ અર્થાન્ત૨ન્યાસ પણ અધિક માત્રામાં છે.
પ્રસ્તુત મહાકાવ્યમાં મહાપુરુષે કોઈ કોઈ સ્થાને સિદ્ધાંતનો પણ નિર્દેશ કર્યો છે. જેમાં શરીર, મન સંબંધીની અનેક ધારણાઓથી બંનેના ભેદનું વિશદ વર્ણન કરી સમજાવ્યું છે કે મનના આવેગોની અસર શરીર પર કેવી થાય છે. દા.ત. રણસંગ્રામમાં બાણોની વર્ષા ચાલુ હોય ત્યારે રણોત્સાહી યોદ્ધાઓં પરસ્પર એકબીજા પર પ્રહાર કરતાં કપાઈ ગયેલાં માથાં વિનાનાં ધડો પણ રણોન્માદથી ઊછળતા તલવાર ને ભાલાઓથી લડી રહ્યા હોય છે, વગેરે... વગેરે...
વળી આ મહાકાવ્યમાં કથાવસ્તુ ભલે થોડી છે પરંતુ ભરતબાહુબલિના પરસ્પરના પ્રેમનું વર્ણન, બાલક્રીડા, જલક્રીડા, વનવિહાર, ભોગવિલાસિતા, બહલીપ્રદેશનું રોમાંચક વર્ણન, તેમજ બાર બાર વર્ષીય યુદ્ધયાત્રાનું વી૨૨સથી ભરપૂર વર્ણન, રણભૂમિમાં દેવોનું આગમન, બંને ભાઈઓ પાસે દેવોનું અલગ અલગ નિવેદન અને દેવોની વાતના સ્વીકારરૂપે દૃષ્ટિયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, યષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ - આ ચારે પ્રકારની યુદ્ધનીતિમાં