________________
प्रणय यदुपाधिमत्ता, परिहीयते दिने दिनेऽधिकम् ।
अमृताम्बुनिधेरपांभरं किमु न श्यामयते मषीचयः ? ।। ५४ ।।
ઉપર ઉપરનો પ્રેમ જેવી રીતે વધતો જાય છે, તેવી રીતે દિનપ્રતિદિન ક્ષીણ થતો જાય છે. મષી (કાજલ)નો ઢગલો ક્ષી૨સમુદ્રના પાણીને શું શ્યામ નથી કરતો ?
नृपतेः स्वजनाश्च बान्धवा, बहवो नोचित एषु संस्तवः । अवमन्वत एव संस्तुता, यदधीशं जरिणं यथाऽजराः ।। ५५ ।।
રાજાઓને સ્વજનો, બંધુઓ વગેરે ઘણા હોય છે, પરંતુ તેઓની સાથે પરિચય રાખવો ઉચિત નથી. યુવાનો જેમ વૃદ્ધોની અવગણના કરે તેમ અતિ પરિચયથી સ્વજનો સ્વામીની અવગણના કરે છે. अपि दुर्नयकारिणं निजं, नृपतिः प्रीतिभरान्न' बाधते ।
प्रणये कलहो न सांप्रतं, वसुधाधीश इवाऽनयच्छलः २ ।। ५६ ।।
બીજી વાત એ કે પોતાની વ્યક્તિ અન્યાય કે અનીતિ કરે તો પ્રેમના કારણે રાજા તેને રોકી શકે નહીં. રાજા માટે જેમ અનીતિ યોગ્ય નથી તેમ પ્રેમમાં કલહ કરવો એ પણ યોગ્ય નથી.
प्रणयस्य वशंवदो नृपः स्वजनं दुर्नयिनं विवर्धयेत् ।
निवसन्नपि विग्रहान्तरे, विकृतो व्याधिरलं गुणाय किम् ? ।। ५७ ।।
પ્રેમમાં આધીન બંનેલો રાજા પોતાના સ્વજનોના અન્યાયને ચલાવી લે છે અને તેને રોકી શકતો નથી, રાજા માટે તે ગુણકારી નથી. શરીરમાં રહેલો વિકૃત વ્યાધિ શું ગુણ માટે થાય ખરો ?
नृपतिर्न सखेति वाक्यतः, सचिवाद्या अपि बिभ्यति ध्रुवम् । पृथुलज्वलदुग्रतेजसो, दवधूमध्वजतो ३ गजा इव ।। ५८ ।।
“રાજા કોઈનો પણ મિત્ર હોતો નથી” એ પ્રમાણેના નીતિશાસ્ત્રના વચનથી અમાત્ય-આદિ પ્રધાનમંડળ પણ રાજાથી ડરે છે. જંગલમાં ચારે તરફ ફેલાયેલા પ્રચંડ દાવાનળથી હાથીઓ પણ ભયભીત બની જાય છે.
बहवो नृपसंपदर्थिनो, बहवश्चापि खला भुवस्तले ।
न हि तेषु महीभुजा स्वयं, प्रविधेयो गतशङ्कसंस्तवः ।। ५९ ।।
આ સંસારમાં રાજ્યવૈભવના અભિલાષીઓમાં ઘણા દોષ છે, તેમ દુર્જનો પણ ઘણા હોય છે. તેથી રાજાઓએ સ્વયં નિઃશંક બનીને તેવી વ્યક્તિઓ સાથે પરિચય ક૨વો યોગ્ય નથી.
चकते" प्रतिपक्षलक्षतो, गजयूथान्न हि केसरीव यः ।
स हि राज्यमखण्डविक्रमः परिभुङ्क्ते ह्यभयः श्रियां पदम् ||६० ।।
१. प्रीतिभरात् - स्नेहातिशयात् ।
२. यथा वसुधाधीशे - पार्थिवे अनयः-छद्म न युक्तम् ।
३. दवधूमध्वजः - वाग्नि
४. चकते - बिभेति ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૧