________________
अयं पुनर्बाहुबलेः पुरस्तादाविर्भवत्याजिकृते कनिष्ठैः |
भृशं निषिद्धोऽपि शिवं यियासुर्यती कषायैरिवबद्धकक्षः ||४१।। મોક્ષમાં જવાની ઇચ્છાવાળો યોગી કષાયોથી સંસારમાં રોકાઈ જાય તેમ આ ચંદ્રયશાને તેના નાના ભાઈઓએ વારવા માટે ઘણી મહેનત કરવા છતાં પણ યુદ્ધ કરવા માટે તત્પર થયેલા તે પોતાના પિતા બાબલિની આગળ ચાલી રહ્યા છે.
अस्यानुजन्मा दलितारिजन्मा, महायशाः स्यन्दनसंनिविष्टः ।
कूर्मध्वजः कोकनदाश्च एष, पितुः पुरस्ताद् बहुधाभियुंक्ते ।४।। આ સામે ઊભેલા કૂર્મની ધ્વજાના ચિહ્નવાળા રથ ઉપર બેઠેલા ચંદ્રયશાના નાના ભાઈ મહાયશાના રથમાં લાલ ઘોડા જોડેલા છે. તે શત્રુઓનો નાશ કરવા માટે થનગની રહ્યા છે. તે મોટાભાગે પોતાના પિતાની સમક્ષ નિરંતર ઉદ્યમશીલ બની રહે છે.
शिलीमुखास्त्वस्य शरासरमुक्ताः, प्रत्यर्थिहृत्कुम्भभिदे भवन्ति ।
पतन्ति नेत्राश्रुजलानि तेषां, मृगेक्षणानामिति चित्रमेतत् ।।४३।। મહાયશના ધનુષ્યમાંથી છૂટેલાં બાણો શત્રુઓના હૃદયરૂપી કુંભને ભેદી નાખે છે. ત્યારે તે શત્રુઓની સ્ત્રીઓની આંખમાંથી ચોધાર આંસુઓ ખરી પડે છે. ખરેખર તે આશ્ચર્ય છે કે બાણોનો પ્રહાર શત્રુના હૃદયરૂપી ઘડામાં થાય છે, જ્યારે આંસુઓરૂપી જલ નીકળે છે શત્રુઓની સ્ત્રીઓની આંખમાંથી.
अयं रथी सिंहस्थो नृसिंहा, सिंहध्वजः सिन्धुहयश्च सिंह |
प्रत्यर्थिनां साम्प्रतमुग्रतेजा, उदेष्यति स्वैरमथाहवाय ।।४४।। સિંહની ધ્વજાના ચિહ્નવાળા રથ પર આરૂઢ થયેલા સિંહરથ છે. તેના ઘોડાઓ સિંધુદેશના છે. તે પુરુષોમાં શ્રેષ્ઠ અને શત્રુઓ માટે સિંહ સમાન છે. એ પ્રચંડ પ્રતાપી વરિયોદ્ધો યુદ્ધ માટે પર્યાપ્ત છે. જ્યારે તે યુદ્ધમાં ઉદિત થશે ત્યારે તેનો પ્રતાપ ચમકી ઊઠશે.
अयं बलानां पुर एव दृश्यो, रविर्ग्रहाणामिव तेजिताशः । . . पुनः पुनश्चापभृतो रणाय, प्रणोदयन् स्कन्द इवादितंयान् ||४५।।
સમસ્ત ગ્રહોમાં પ્રચંડ પ્રતાપી સૂર્ય જેમ ચમકી ઊઠે તેમ આ સિંહરથ વીર સુભટોમાં ચમકી ઊઠે છે. જેમ કાર્તિકસ્વામી દેવસેનાને પ્રેરિત કરે તેમ આ ધનુર્ધારી સેનાપતિ વીર સુભટોને યુદ્ધ માટે વારંવાર પ્રેરિત કરે છે.
सैन्याग्रवर्ती किल सिंहसेनः, सेराहावाजी शरभध्वजोयम् ।
यन्नाममात्राद् द्विषदङ्गनाभिर्विहाय हारांश्च कचा ध्रियन्ते ||४६ ।। ૧. નતાશ્વ -લાલ થોડા (લાલ કમળને કોકનદ' કહેવાય છે. કોકનદની કાંતિવાળા (લાલ ઘોડા). ૨. શRI-ધનુષ્ય (ધનુાપડવા -મ૦ રૂ ૪૩૨) ૩. ના-કાર્તિકેય | ૪. આયિE-દેવો (૦ ૨ાર) . સેરા-અમૃત અથવા દૂધ સમાન રંગવાળા (પોર (પીયૂષવળે રાહ • ગમ જીરૂ૦૪). ૬. રામ-અષ્ટાપદ નામનું પ્રાણી (શરમ યુઝરતિ-કમ૪ રૂ૫૩)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૯૯