________________
સેનાની આગળ ચાલે છે તે સિંહસેન છે, તેની ધ્વજાનું ચિહ્ન અષ્ટાપદ છે અને તેના અો એકદમ સફેદ છે. એના નામ માત્રથી ભયભીત બનેલી શત્રુઓની સ્ત્રીઓની વેણી છૂટી જવાથી તેના કેશનો હાર બનાવીને શત્રુની સ્ત્રીઓ છાતી ઉપર ધારણ કરે છે.
चापादवारोपयदेव किञ्चिद्, रथी गुणं न स्वयमभ्यमित्रम् । सुधीः कृतज्ञत्वमिव स्वचित्तादनन्यसौजन्यरसोऽभिरामात् ।। ४७ ।। .
જેમ અસાધારણ સૌજન્યવાળા બુદ્ધિશાળી પુરુષો પોતાના પવિત્ર મનમાંથી ક્યારે પણ કૃતજ્ઞતા ભાવને છોડતા નથી, અર્થાત્ ઉતારતા નથી તેમ આ સિંહસેન શત્રુઓ સામે ખેંચેલી ધનુષ્યની પ્રત્યંચા (દોરી)ને ક્યારે પણ ઉતારતો નથી.
श्येनध्वजः सादितशत्रु पक्षः, पराक्रमी विक्रमसिंह एषः ।
क्रियाह' वाहः किल कुन्तधारी, पितुर्निदेशं स्वयमीहते द्राक् ।।४८ ।।
આ અત્યંત પરાક્રમી, વિક્રમસિંહ તે શત્રુપક્ષને જીતવામાં સમર્થ છે. તેની ધ્વજાનું ચિહ્ન બાજ પક્ષી છે અને તેના ઘોડા લાલ રંગના છે. એના હાથમાં તીક્ષ્ણ ભાલો છે તે પિતાની આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યો છે.
अयं रथी वैरिभिरेकमूर्तिः, सहस्रधा लोक्यत एव युद्धे 1
दोर्दण्डकण्डूतिरमुष्य जेतु:, प्रत्यर्थिवक्षोभिरतो व्यपास्या ।। ४९ ।।
રથ ઉપર આરૂઢ થયેલા આ વીર વિક્રમસિંહને શત્રુઓના સુભટોએ હજારો વખત યુદ્ધમાં જોયેલા છે. તે એક પરાક્રમીની મૂર્તિ છે. એ વીર વિજેતાની ભુજાદંડની ખૂજલી શત્રુઓની છાતીમાં પ્રહાર કર્યા પછી જ દૂર થાય છે.
सोयं विनीलाश्वरथी कनीयान् सर्वेषु पौत्रेषु युगादिनेतुः । विपत्करी पत्ररथेन्द्र केतोर्भुजद्वयी यस्य चिरं रिपूणाम् ।। ५० ।।
લીલા ઘોડાવાળા રથ ઉપર આરૂઢ થયેલો આ વી૨ શ્રી ઋષભદેવનો સૌથી નાનો પૌત્ર છે. એની ધ્વજાનું ચિહ્ન ગરુડ છે. એની બન્ને ભુજાઓ શત્રુઓ માટે લાંબા કાળ સુધી આપત્તિને કરનારી છે. महाबलाख्यो बलसिन्धुनाथः, पित्रा निषिद्धोऽपि रणाय तूर्णम् ।
धावत्यसौ तीर इवास्त्रमुक्तस्तेजस्विनो यल्लघवोऽपि वृद्धाः ।। ५१ ।।
બાહુબલિનો આ સૌથી નાનો પુત્ર મહાબલ પરાક્રમનો સમુદ્ર છે. તેના પિતાએ તેને યુદ્ધ માટે નિષેધ કરવા છતાં ધનુષ્યમાંથી છૂટેલું બાણ જેમ વેગથી દોડે તેમ યુદ્ધ માટે સૌથી પહેલાં દોડી આવ્યો છે, કેમ કે તેજસ્વી પુરુષો ભલે નાના હોય છતાં મહાન હોય છે.
उपात्तनानायुधयानलीला, लक्षत्रयी बाहुबलेः सुतानाम् ।
एवं बलौद्धत्यरसाज्जगन्ति, तृणन्ति तेजस्विषु किं नु चित्रम् ? ।। ५२ ।।
૧. પ્રિયાદઃ-લાલઘોડા (યિાો લોહિતો અમિ૦ ૪ (રૂ૦૪)
૨. પત્રનચેન્દ્ર-પત્રરથનો અર્થ પક્ષી થાય છે. પક્ષીઓનો ઇન્દ્ર-ગરુડ. રૂ. અસ્ત્રમ્-ધનુષ્ય (ધનુવાપોડનિવાસ-અમિ૦ રૂ।૪રૂ૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૦