________________
મોહબલિનાં ત્રણ લાખ પુત્રો અનેક પ્રકારનાં શસ્ત્રોથી સજ્જ બનીને જુદાં જુદાં વાહનોમાં આવી ગયો છે, એ લોકો પોતાના પરાક્રમથી એટલા બધા ગર્વિષ્ઠ છે કે જગતને તૃણનો જેમ તુચ્છ માને છે. ખરેખર તેજસ્વીઓ માટે શું આશ્ચર્ય છે !
विद्याधरेन्द्रोऽनिलवेग एष, व्यालध्वजो व्यात्तमुखोऽभ्युपैति ।
युधि द्विषद्ग्रासकृते तरस्वी, रथेन चित्राश्वयुजा खमार्गात् ।। ५३ ।।
વિદ્યાધરોનો અધિપતિ આ અનિલવેગ કાબરચીતરા ઘોડાવાળા ૨થ ઉપર આરૂઢ થઈને આકાશમાર્ગેથી મોં ફાડીને આવી રહ્યો છે. એની ધ્વજાનું ચિહ્ન સર્પ છે. એ રણભૂમિમાં શત્રુઓને ગળી જવા માટે સમર્થ છે.
वितन्वताऽनेन विहारलीला, विहारलीला' युवती रिपूणाम् ।
विलोक्य चित्रं प्रमदाप्रकाशं, मदप्रकाशं च कृतं विशेषात् ।।५४।।
અનિલવેગે વિહા૨ભૂમિમાં ક્રીડા કરતી શત્રુઓની પત્નીઓને હાર વિનાની બનાવી દીધી, એટલું જ નહીં પરંતુ સ્ત્રીઓની વિચિત્ર પ્રકારની અભિવ્યક્તિઓને જોઈને પોતે વિશેષ પ્રકારનો મદ પ્રદર્શિત કર્યો છે.
रत्नारिरेष प्रकटप्रतापश्चक्राङ्गकेतुर्भटचक्रचक्री |
गर्जन् गदाव्यग्रकरः समेति, सावज्ञनेत्रो रणवामधुर्यः । ५५ ।।
સુભટ શિરોમણિ રત્નારિની તેજસ્વિતા અત્યંત સ્પષ્ટ દેખાય છે. એની ધ્વજાનું ચિહ્ન હંસ છે. એની આંખોમાં શત્રુઓ પ્રતિનો તિરસ્કાર દેખાઈ રહ્યો છે. એના હાથમાં ગદા છે. તે ગર્જના કરતો આવી રહ્યો છે.
अयं नमेराहवकौशल्य, सैन्यप्रभो ! स्मारयिता तवैव ।
गजध्वजस्तुङ्गजाधिरूढो, भुजोष्मणा हारयिता हरेः किम् ? ।। ५६ ।।
હે સેનાપતિ ! આ રત્નારિ આપને યુદ્ધકૌશલ્યમાં નમિરાજાની સાથેના યુદ્ધની યાદ કરાવશે. હાથીની ધ્વજાના ચિહ્નવાળા હાથી પર બેઠેલા આ વીરની ભુજાઓની પ્રચંડતાને ઇન્દ્ર પણ હરાવી શકે તેમ નથી.
नानास्त्रयानधजशालिनोऽमी, सहस्रशोऽन्येपि रणं समेताः ।
उद्बाहवो बाहुबलेः क्षितीशा, यथोत्सवाः पुण्यकृतो निकेतम् ।।५७।।
અનેક પ્રકારનાં શસ્ત્રો, વાહનો અને ધ્વજાઓવાળા બીજા પણ વીર સુભટો તેમજ હજારો રાજાઓ યુદ્ધમાં આવી ગયા છે. બાહુબલિના પક્ષમાં આવેલા રાજાઓ પરાક્રમી અને ઉબાહુ છે. જેમ પુણ્યશાળીઓને મહોત્સવ એ એક ઘરેણું સમાન મનાય તેમ શૂરવીરો માટે પરાક્રમ એક ઘરેણારૂપ હોય છે.
१. विहारलीलाः- विगता हारस्य लीला यासां ताः विहारलीलाः (द्वितीयाया बहुवचनम् )
૨. મવપ્રવાશે-ચત્ર મનપ્રાશ રૂતિ યુમ્ |
શ્રી ભરતભાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૧