________________
तदन्तरे कोपि बलातिरिक्तो, भुवस्तलं प्लावयितुं सहिष्णुः ।। कल्पान्तकालाब्धिरिवोत्तरङ्गः, सौभ्रात्रसीमैव निषिद्धिरस्य ||३०।। રાજન, એ સો ભાઈઓમાં એવા ઘણા બળવાન અને પરાક્રમી પણ છે કે જે કલ્પાંત કાળના તોફાની સમુદ્રની જેમ આખી પૃથ્વીને પોતાની કરી શકવા માટે સમર્થ છે, પરંતુ સમુદ્રને જેમ મર્યાદા છે, તેમ સો ભાઈઓને પણ પોતાના પિતાજી ઋષભની મર્યાદા રોકે છે.
ज्येष्ठोऽग्रसंजाततया गुणैश्च, तातेन यः स्वीयपदे न्यवेशि ।
तस्य प्रतापाब्धिहिरण्यरेता, प्रत्यर्थिपाथांसि तनूकरोति ।।३१।। રાજન, ભરત મહારાજા જન્મથી અને ગુણોથી બધા કરતાં જ્યેષ્ઠ ને શ્રેષ્ઠ છે એટલે જ પિતાજીએ પોતાના પદ ઉપર તેમને સ્થાપન કર્યા છે. તેમનો પ્રતાપરૂપી વડવાનલ શત્રુઓરૂપી સમુદ્રના જલનું શોષણ કરે છે.
केचिन् नृपा मौलिमणीमपास्य, निवेश्य मौलौ गुरुमेतदाज्ञाम् ।
अप्यूर्ध्वजानुक्रमवर्तमानाः, प्रभोः पुरः प्राङ्गणमाश्रयन्ति ।।३२।। કેટલાક રાજાઓ પોતાના મુગટના મણીને કાઢી તેના સ્થાને મહારાજા ભરતની બલવત્તર આજ્ઞાને ધારણ કરે છે અને જમીન પર ઢીંચણના સહારે ભરત રાજાની સામે બેસે છે.
भूपालवक्षस्थललम्बिहार-संघट्टसंघर्षणचूर्णगौरम् ।
राजाजिरं राजति तस्य कीर्तिशीतांशुरोचिश्छुरितश्रियेव२ ।।३३।। રાજાઓના વક્ષસ્થલ પર રહેલા હીરા મોતીના સફેદ હારો પરસ્પર અથડાવાથી પૂર્ણ થઈ ગયા અને તે ચૂર્ણથી રાજસભાના પ્રાંગણને પણ સફેદ બનાવી દીધો છે તે જાણે મહારાજા ભરતની કીર્તિરૂપી ચન્દ્રની ચન્દ્રિકા ના હોય !
सुतामुपादाय नृपाश्च केचित्, प्रणेमुरेनं स्वजनं विधाय । गिरीन्द्रमुख्या इव नीलकण्ठं, प्रभूतभूत्यैकनिबद्धचित्तम् ||३४।। ભસ્મધારી શંકરને હિમાલય આદિ મોટા પર્વતો, પોતાની કન્યાઓ અર્પણ કરી સ્વજન બનાવીને જેમ પ્રણામ કરે છે, તેમ, કેટલાક રાજાઓ પ્રચુર ઐશ્વર્યના સ્વામી ભરત મહારાજાને પોતાની કન્યાઓને ભેટણારૂપે આપી પોતાના સ્વજન બનાવીને પ્રણામ કરે છે.
महामृगेन्द्रासनसन्निविष्ट, नृपैः परीतं त्रिदशैरिवेन्द्रम् ।
स्वयं तमायान्ति नरेन्द्रलक्ष्म्यो, महीध्रकन्या इव वारिराशि ||३५।। ૧.સાપવિડિરતા -કરાવવાવાનલ-પ્રતાપરૂપી વડવાનલ ૨.૪ લાયબામૃતાત્ય
ભરતપણે મૂતિ-સંપતિઃ મહાદેવપક્ષે મૂતિઃ-ભસ્મ ( ૫ મીટાઇ-નદીઓ જિ.પારિજાપિસમુદ્ર
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩