________________
જેમ દેવોથી પરિવરેલા ઇન્દ્ર શોભે તેમ રાજાઓથી પરિવરેલ ભરત મહારાજા શોભે છે. વળી નદીઓ પોતે જ સમુદ્રમાં જઈને મળે છે, તેમ રાજલક્ષ્મીઓ સ્વયં આવીને ભરતને મળે છે. '
सर्वेषु भूभृत्सु विभाति सोयं, परोन्नतिर्मेरुरिवाभिनन्द्यः ।
आक्रान्तनिःशेषमहीनिवेशः, प्रोद्दीप्रकल्याणमनोरमश्रीः ||३६ ।। બધા પર્વતોમાં જે સુવર્ણમય ઉન્નત મેરુપર્વત અભિનંદનીય છે તેમ બધા રાજાઓમાં ઉત્કૃષ્ટ વૈભવશાળી મહારાજા ભરત અભિનંદનીય છે, કે જેઓએ ભારતવર્ષની સમસ્ત પૃથ્વીને પોતાના સામ્રાજ્યમાં સમાવી લીધી છે.
वज्राहतानां वसुधाधराणां, भवेच्छरण्यः किल वारिराशिः ।
नैतद्भिया त्रस्तमहीश्वराणां, लोकत्रयेप्यस्ति परः शरण्यः ||३७।। રાજન, એમ સાંભળવામાં આવ્યું છે, ઇન્દ્રના વજથી જેની પાંખો છેદાઈ ગઈ છે એવા પર્વતોનું આશ્રયસ્થાન સમુદ્ર છે, પરંતુ અહીંયાં તો ભરત મહારાજાના ભયથી ત્રાસી ગયેલા રાજાઓનું નિર્ભય આશ્રયસ્થાન ત્રણે લોકમાં ક્યાંય રહ્યું નથી.
निस्वान निस्वानरभियास्य नष्टैविरोधिभिर्वानशिरे दिगन्ताः ।
तदीयसौधाग्रविरूढदूर्वांकुरप्रलुब्धैरुषितं कुरङ्गैः ।।३८।। બાણોના અવાજથી ભયભીત બનેલાં મૃગલાંઓ દૂર દૂર ભાગી જાય તેમ શત્રુ રાજાઓ, મહારાજા ભરતની રણભેરીના અવાજથી દિશાઓના અંતભાગે દૂર દૂર પલાયન થઈ ગયા છે અને તેઓના મહેલો ઉપર ઊગી ગયેલા ઘાસના અંકુરાઓને ખાવા માટે હરણિયાઓએ વાસ કર્યો છે.
विलोक्य यत् सैन्यहयावधूतं, रजो नवाम्भोधरराजिनीलम् ।
श्यामाननीभूय च राजहंसै३, पलायितं शुद्धपरिच्छदाढ्यैः ।।३९।। મહારાજા ભરતની અશ્વસેનાની ખુરીઓથી ઊખડીને ઊંચી ગયેલી રજકણોએ આકાશને વાદળોની જેમ આચ્છાદિત કરી દીધું છે અને તે રજકણોથી વૈભવશાળી એવા કેટલાક રાજાઓ પણ શ્યામ મુખવાળા થઈ રાજ્ય છોડીને પલાયન થઈ ગયા.
अस्य प्रयाणेषु हयाराग्रोद्धृत रजोभिर्मलिनीकृतानि ।
अद्रष्टुमर्हाणि मुखानि कैश्चिल्लात्वा गतं क्वापि भुवोन्तराले ।।४०।। મહારાજા ભરતની રણયાત્રાના પ્રવાસમાં અશ્વસૈન્યના ઘોડાઓની ખરીઓથી ઊડી રહેલી રજકણોએ કેટલાક રાજાઓનાં મોઢાં એવાં મલિન બનાવી દીધાં છે કે જોવા જેવાં રહ્યાં નથી, એવાં કાળાંમેશ મોઢાં લઈને બિચારા ક્યાંક ભાગી ગયા છે. ૧. 'નિવાન' બાણના અવાજમાં પ્રચલિત છે. ૨. નિસ્વાન-નિષ-અવાજ ૩. ‘ાસ'ના બે અર્થ થાય છે, મોટા રાજા તથા રાજહંસ પક્ષી. ૪. પરિ’િના પણ બે અર્થ થાય છે - સારા પરિવારથી યુક્ત અથવા શ્વેત પંખોથી યુક્ત • રાજાના
પક્ષમાં પહેલો અર્ધ રાજહંસ તથા બીજો અર્થ સંગત થશે.
શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ
૨૪