________________
अनावृतं पश्यतु मा मुखाब्जमयं पतिर्नः प्रभुतोपपन्नः ।
इतीव रेणुच्छलतो हरिद्भिः १, समाददे नीलपटी २ समन्तात् ।।४१।।
ભરત રાજાની ચતુરંગી સેનાના ચાલવાથી ઊડેલી રજકણોએ દિશાઓને ઢાંકી દીધી. શા માટે ? (કવિ કલ્પના કરે છે) દિશાઓએ વિચાર્યું કે ઐશ્વર્યશાળી અમારા સ્વામી અમારું ખુલ્લું મુખકમળ જોઈ ના જાય એ માટે દિશાઓએ જાણે શ્યામરંગનું ઉત્તરીય વસ્ત્ર ઓઢી લીધું ના હોય ! અર્થાત્ ઘૂંઘટ કાઢ્યો ના હોય !
मदेन हस्तीव वनप्रदेशो, मृगारिणेवाग्निरिवाशुगेन ३ ।
उर्वानलेनेव पयोधिराभाच्चक्रेण राजाधिकदुःप्रधर्षः । । ४२ ।।
મદથી હાથી, સિંહથી વનપ્રદેશ, પવનથી અગ્નિ, અને વડવાનલથી સમુદ્ર જેમ દુર્ધર્ષ છે તેમ ચક્રથી દુર્ધર્ષ એવા મહારાજા ભરત શોભી રહ્યા છે.
यथारुण'स्तीक्ष्णरुचेरिवाग्रे, तथास्य चक्रं पुरतो बभूव । दुरुत्तरारातितमःप्रहारनितान्तदाक्षिण्यतया सतेजः । । ४३ ।।
જેમ સૂર્યની આગળ અરુણ નામનો સારથિ ચાલે છે, તેમ મહારાજા ભરતની આગળ ચક્રરત્ન ચાલે છે, તે ચક્રરત્ન શત્રુઓરૂપી ગાઢ અંધકારનો નાશ ક૨વા માટે અત્યંત તીક્ષ્ણ અને તેજસ્વી છે. राजन् ! भवबंधुबलां६बुराशिश्चतुर्दिगाप्लावनबद्धकक्षः । प्रकाममेतत्प्रणिपातसेतुबन्धप्रबन्धेन विगाहवीयः ।। ४४ ।।
રાજન, આપના ભાઈ ભરતરાજાની સેનારૂપી સમુદ્ર ચારે દિશાઓને પોતાનામાં શમાવી (ડુબાડી દેવામાં) લેવામાં બદ્ધકક્ષ બની ગયો છે. તેના પર નમસ્કારરૂપી સેતુબંધ બાંધવામાં આવે તો જ તેને પાર કરી શકાય.
परिस्फुरत्कान्तिसहस्रदीप्रं, तीक्ष्णद्युतेर्बिम्बमिवोल्वणाभम् ७ ।
चक्रं दधानो वसुधाधराणां, स दुःसहः शक्र इवात्तशम्बः ।।४५।।
હજારો કિરણોથી અત્યંત ઉગ્ર અને તેજસ્વી સૂર્યની જેવી કાંતિવાળા ચક્રને ધારણ કરનાર ભરત મહારાજાનું તેજ રાજાઓ માટે દુઃસહ છે. જેમ તેજસ્વી વજ્રને ધારણ કરનાર ઇન્દ્ર દેવો માટે દુઃસહ છે, તેમ રાજાઓને દુઃસહ લાગે છે.
૧. ત્િ-દિશા (ગાડશા વિત્ જ્ઞરિત્ પ્-મિ૦ ૨/૮૦)
૨. નીલપટી-શ્યામોત્તેરીયમ્ શ્યામ ઉત્તરીય
રૂ. આશુોન-પવર્તન ।
૪. ગામાત્-વિશાખતેમ્ન |
૧. અરુણઃ-સૂર્યનો સારથિ (અરુળો રુહાપ્રબઃ-અમિ૦ ૨/૧૬)
૬. વર્જા-સેના (વતું સૈન્યમનીવિની-અમિ૦ રૂ।૪૦૧) ૭. તત્વળામમ્-ભીષળામમ્ |
૮. આત્તશમ્નઃ-ગાત્ત પ્રાપ્તઃ, શમ્યો વર્ણ, યેન સ
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૫