________________
इति वादिन एव भूविमोः, समदोऽभ्येत्य सुषेणसैन्यराट् ।
करचुम्बितभालपट्टिकः, पुरतः शिष्य इवास्त सद्गुरोः ।।३०।। મહારાજા ભરત આ પ્રમાણે બોલી રહ્યા હતા ત્યારે સ્વાભિમાની સુષેણ સેનાધિપતિ રાજ્યસભામાં આવી બે હાથ જોડી પ્રણામ કરીને વિનયી શિષ્ય જેમ ગુરુ સામે બેસે તેમ ભરત મહારાજાની સામે બેઠો – બોલ્યો :
मगध ध्वनिमिश्रमन्मथध्वजनादः प्रथम निषिद्धयताम् ।
चमराञ्चितवारवर्णिनीकरयुक्कङ्कणसंरवोद्धतः ||३१।। મહારાજા ! પહેલાં મંગલ પાઠકોની બિરદાવલિઓથી મિશ્રિત વાજિંત્રોના અવાજ અને ચામર વીંઝનારી વારાંગનાઓના હાથમાં રહેલા કંકણના અવાજો બંધ કરાવો !
अथ भारतवासव ! श्रुती३, गिरि मे मन्त्ररसैकसद्मनि । विनिधेहि गिरि स्वकन्यके, इव सारस्वततीरसंमुखे ।।३२ ।। મહારાજા ભરતેશ્વર ! હિમાલય જેમ પોતાની બે પુત્રીઓ ગંગા અને યમુનાને સમુદ્રના કિનારા સન્મુખ મોકલે છે, તેમ વિચારવા યોગ્ય રહસ્યભૂત એવી મારી વાણી આપના કાન પર આવી રહી છે. તેને આપ સાવધાન થઈને સાંભળો.
त्वयि दिग्विजयोद्यते प्रभो !, विदधे कैश्चन् चापचापलम् । विनिवेदयितुं बलं तवेत्ययमारक्षति नः स्वसेविनः ||३३।। હે સ્વામિનું, આપ દિગ્વિજય કરવા માટે તૈયાર થયા હતા, ત્યારે કેટલાક રાજાઓએ આપનું બળ જાણવા માટે ધનુષ્યબાણની સ્પર્ધા રાખી હતી, કેમ કે તેઓના મનમાં વિચાર આવેલો કે આ રાજા અમારા જેવા સેવકોની રક્ષા કરવા માટે સક્ષમ છે કે નહીં ?” .
प्रतिपक्षवनद्रुमावलीपरिदाहाय दवायितं तदा ।
भवता पवनायितं मया, तदनुस्थातुमलं न कोप्यभूत् ||३४।। બળવાન શત્રુઓરૂપી વનવૃક્ષોની ઘટાને ભસ્મીભૂત કરવા માટે આપ દાવાગ્નિ સમાન બન્યા હતા. અને ત્યારે એ દાવાગ્નિને વધુ પ્રદીપ્ત કરવા માટે મેં પવનનું કામ કર્યું હતું. ત્યાર પછી કોઈ પણ શત્રુ આપની સમક્ષ આવ્યો નથી.
रिपुवंशकृते तवाग्रतोऽहमभूवं परशुर्नृपोत्तम ! |
समुदेष्यत एव किं रवेररुणोऽग्रे न भवेत् तमोहते ? ||३५।। ૧. માધ-મંગલપાઠક (માધો માધમ રૂ૪૫૨) ૨. મન્મથષ્યના-બાજા (વાઈ વાવિત્રમાતો સૂર્ય સૂર મરદ્ધન:- રર૦૦) ૩. - I ૪. રિ-ભાત્યાનું (વાણીમાં) ૬. વર્તવે સમનિ-આ ગિરિનું વિશેષણ છે. હિંદ વિશિષ્ટયાં રિ - મંત્ર... - આનન • સૈરવ | ક. વિનિરિ-થાય .. છે. વાર્તિ-વવ વ ારિતમ્ ! ૮. નાયિતં-વાયુવડારિત નું
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૫૭