________________
સ્વજન રૂપી સુંદર લક્ષ્મીના સ્થાનરૂપ હે રાજન, આપ શરદઋતુનો મહોત્સવ કરો. આપ ચક્રવર્તી છો, બાહુબલિના પ્રદેશમાં પ્રયાણ કરવા માટે ઉત્સુક છો, વળી પત્ની સહિત શત્રુઓને ભયભીત ક૨ના૨ા છો.
इति समीरयति ध्वजिनीपतौ, विनयतो नयतोयधिपारगम् ।
नृपमुपेत्य जगाद स कञ्चुकिक्षितिवरोऽतिवरोऽत्र तदेति यः । १२६ ।।
આ પ્રમાણે સુષેણ સેનાપતિએ વિનયપૂર્વક નિવેદન કર્યા પછી અંતઃપુરના રક્ષક શ્રેષ્ઠ કંચુકીએ ન્યાયરૂપી સમુદ્રનો પા૨ પામેલા અર્થાત્ ન્યાયવંત એવા મહારાજા ભરત પાસે આવીને આ પ્રમાણે કહ્યું : कुमुदहासवती शरदाश्रिता, क्षितिभुजेति भुजेरितवैरिणा ।
तव बिभर्ति विशिष्य विभूषणं, विधिमतोऽधिमतो दयिताजनः ।। २७ ।।
હે સ્વામિન્, આપ ભાગ્યશાળી છો ! આપના બાહુબળથી ફેંકાઈ ગયેલા શત્રુ-રાજાઓએ કમલિનીને વિકસિત કરનાર શરદઋતુનો આશ્રય લઈ લીધો છે તેની ખુશીમાં આપની રાણીવાસની માનીતી રાણીઓ વિશેષ પ્રકારનાં આભૂષણો ધારણ કરી રહી છે.
नृप ! भवन्तमजः कुसुमस्फुरद्धनुकरोऽनुकरोतु कथञ्चन । रतिरपि त्वदनेकनितम्बिनीनिबहतां वहतां हि पतिव्रता ।। २८ ।
રાજન, પુષ્પના ધનુષ્યને ધારણ કરનાર પુષ્પધન્વા-કામદેવ મહામુશીબતે આપનું અનુકરણ કરી રહેલ છે. કામદેવે આપના રાણીવાસમાં વાસ કર્યો છે. તેની સ્ત્રી રતિ પતિવ્રતા છે, તેથી પતિને છોડી બીજે જતી નથી એટલે રતિસુખ આપને મળી રહ્યું છે.
त्वदवरोधजनाद् ऋतुसज्जितात्, क्षितिपराज ! पराजयमश्नुते । त्रिदशराजवधूरपि सांप्रतं, नयनविभ्रमविभ्रमभर्त्सनात् ।।२९।।
હે ચક્રવર્તિનું, શરદઋતુને યોગ્ય આભૂષણોથી વિભૂષિત બનેલી આપના અંતઃપુરની રાણીઓના કટાક્ષોની શોભાથી ઇન્દ્રની ઇન્દ્રાણી પણ તિરસ્કૃત બની ગઈ છે.
सपदि काचिदधान्मणिनूपुरं, चरणयो रणयोगविचक्षणम्
किमिव बोधयितुं विजयश्रियाऽतिशयितं शयितं मदनं हठात् ।। ३० ।।
હે રાજન, આપની કોઈ રાણીએ બન્ને પગમાં રણઝણ કરતાં મણિરત્નનાં ઝાંઝરોને (નુપૂરો) જલદીથી ધારણ કર્યાં છે, તે જાણે વિજયશ્રીના મદથી ઊંઘતા કામદેવને જગાડવા માટે જ નુપૂરો પહેર્યાં ન હોય !
परिदधेऽथ रणन्मणिशिझ्जिनीं, सुभग ! काचन काञ्चनमेखलाम् । परिहितेन मनोभवभूपतेरपि हितां पिहितां सितवाससा ।। ३१ ।।
હે ભાગ્યશાળી ! આપની કોઈ રાણીએ મણિરત્નની ઘૂઘરીઓના રણઝણ અવાજ કરતા સોનાના કંદોરાને કટીપ્રદેશ પર ધારણ કર્યો છે તે પહેરેલા નીલવસ્ત્રથી આચ્છાદિત હોવા છતાં પણ ધ૨ીઓનો અવાજ કામદેવ માટે હિતકારી થાય છે, અર્થાત્ કામવાસનાને ઉદ્દીપ્ત કરે છે.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૭૦