________________
મંત્રીની વાણી સાંભળીને બાહુબલિ અત્યંત ક્રોધિત બની ગયા. એ કંઈક બોલવા જાય તેટલામાં તો વિદ્યાધરોના રાજા અનિલવેગે મંત્રીશ્વરને પડકાર્યા.
सचिवोत्तंस ! निस्त्रिंशं', वृथैव वदनानिलैः ।
आत्मदर्शमिवोद्दीप्रं, कश्मलीकुरुषे प्रभोः ।।५।।
હે અમાત્ય શિરોમણિ! આપના મુખના શ્વાસથી આપણા સ્વામી બાહુબલિની નિર્મળ આરીસાસમાન તલવારને મલિન ના કર.
प्रार्थ्यमानश्चिरं युद्धोत्सवो वीरमनोरथैः ।
चातकैरिवपाथोदस्तत्र वात्यायते भवान् १७६ || હે મંત્રીશ્વર ! જેમ પવન વાદળોને વિખેરી ચાતકોના મનોરથોને નષ્ટપ્રાયઃ કરી નાખે તેમ ચિરકાળથી સેવેલા યુદ્ધના મહોત્સવમાં માણવાના અમારા વીર સુભટોના મનોરથોને તોડી નાખવાનું કામ શામાટે કરી રહ્યા છો ?
कोऽतिरिक्तगतिश्चित्ताज्ज्वलनात् कः प्रतापवान् ?
का पण्डितः सुराचार्यात्, को देवादधिको बली ? |७७ ।। આ લોકમાં મનથી અધિક વેગવાન કોણ છે? અગ્નિથી અધિક તેજસ્વી કોણ છે? અને બૃહસ્પતિથી અધિક વિદ્વાન કોણ છે? એ પ્રમાણે અમારા સ્વામી બાહુબલિથી અધિક બળવાન કોણ છે?
अमी बाहुबलेवीराः, प्राणैरपि निजं प्रभुम् ।
सर्वथोपचिकीर्षन्त स्तृणाः प्राणा ह्यमीदृशाम् ।।७८।। અમારા સ્વામી બાહુબલિના એકેક વીર સુભટો પ્રાણીની પરવા કર્યા વિના આપણા સ્વામીના ઉપકારનો બદલો વાળવા ઇચ્છે છે. સ્વામીના માટે વીર સુભટ પ્રાણોને તૃણની જેમ તુચ્છ માને છે. " अयं चन्द्रयशाश्चन्द्रोज्ज्वलकीर्तिर्महाभुजः ।
यं संस्मृत्य रिपुवाता, जग्मुः शैला इवाम्बुधिम् ।।७९ ।। ચંદ્ર સમાન ઉજ્જવળ કીર્તિવાળા આ ચન્દ્રયશા એટલા પરાક્રમી છે કે એની સ્મૃતિ માત્રથી શત્રુઓના સમૂહ એવી રીતે છુપાઈ જાય છે કે જેમ ઇન્દ્રના ભયથી પર્વતો સમુદ્રમાં છુપાઈ જાય છે.
लीलया दन्तिनां लक्षं, त्रिगुणं रथवाजिनाम् ।
हन्त्ययं वीर एकोपि, शैलोच्चयमिवाशनिः ||८०|| પર્વતોના સમૂહને જેમ વજ નાશ કરે છે, તેમ આ પરાક્રમી ચન્દ્રયશા એકલા જ એક લાખ હાથીઓ અને ત્રણ લાખ ઘોડાઓને ક્ષણવારમાં નાશ કરી શકે છે.
૧. નિશિ-તલવાર (વાનિસ્ત્રિાપાણી - ભ૦ રૂ.૪૪૬) ૨. વાત્યાય-વાતૂનવલા વતિ ! ૩. જેમ પ્રચંડ પવન વાદળોને વિખેરી દે તેમ તમે વીર સુભટોના ઉત્સાહને વિખેરી ના નાખો. ४. उपचिकीर्षन्तः-उपकर्तुमिच्छन्तः |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૬૧