________________
રાજા નમ્ર વ્યક્તિઓ સાથે ક્યારેક નમ્ર બને છે તો ક્યારેક ક્રોધી પણ બને છે, પરંતુ ભવિષ્યમાં લાભ થવાનો હોય તો શત્રુઓ સાથે પણ તેને અનુનય કરવો પડે છે.
संरुषा विनिषेधयेद् ध्रुवा, स्वजनान् दुर्नयकारिणो नृपः ।
નમાનિવ વન્દ્રનપ્લગ, સુરપ્રિયા વિરતઃ T૬૭ || અન્યાય ને અનીતિ કરનારા સ્વજનો પ્રત્યે પણ રાજા રોષથી ભયંકર ભ્રકુટી દ્વારા તેને નિષેધ કરે છે. દીપક પોતાની વાળા દ્વારા જેમ પતંગિયાનું દૂરથી નિવારણ કરે છે. તેમ સ્વજનોને પણ અનીતિથી નિવારણ કરે છે. • अनुनीतिरपि क्षमाभृतां, सविधेरेव समीपगस्य वा ।
પત્નસંપવિ ક્ષમારાવિતા સ્વાદુપ્રિયાન્વિતા TI૬૮II રાજાને ખુશ કરનાર અને તેની પાસે રહેનાર વ્યક્તિ માટે રાજા કલ્પવૃક્ષ સમાન બને છે. જેમાં વૃક્ષો પાસે જવાથી સ્વાદિષ્ટ ફળો મળે છે તેમ રાજા પાસેથી સંપત્તિરૂપ ફળો પ્રાપ્ત થાય છે.
यदि भक्तिरिहास्ति बान्धवे, समितं त्वां हरितां जयात्तदा ।
न कथं स्वयमाययावयं, मिलनौत्सुक्ययुषो हि सज्जनाः ||६९।। બાહુબલિને જો પોતાના ભાઈ ભરત પ્રત્યે ભક્તિભાવ હોત તો આપ જ્યારે દિગ્વિજય કરીને પધાર્યા ત્યારે તેની ખુશી મનાવવા માટે કેમ ના આવ્યા? સજ્જન પુરુષો આવા અવસરે મળવા માટે ઉત્સુક રહે છે.
अभिषेकविधौ तव त्वयं, समितासंख्यसुरासुरेश्वरे । कथमागतवान्न सांप्रतं, स्वजनानां समये हि सङ्गमः |७०।। હે દેવ ! આપનો જ્યારે અભિષેક મહોત્સવ ચાલ્યો ત્યારે અસંખ્ય દેવ, અસુર રાજાઓ ઉપસ્થિત હતા ત્યારે પણ બાહુબલિ આવ્યા નહીં, કેમ કે આવા અવસરે તો સ્વજનોએ અવશ્ય હાજરી આપવી
જોઈએ.
अथ युत्कृषये प्रबोधितश्चरसंप्रेषणगर्जितारवैः । प्रथमं भरतायमुद्धतो, जलदेनेव कृषीबला कथम् ? ||७१।। હે સ્વામિનું, મેઘનો ગર્જારવ ખેડૂતને જાગ્રત કરે છે તેમ દૂતને મોકલવા રૂપ ગજ્જરવ શબ્દોથી બાહુબલિએ આપને યુદ્ધરૂપી કૃષિ માટે જાગ્રત કરી દીધા છે.
अधुनास्य मनोवनान्तरेऽभिनिवेशाग्निरुदच्छलत्तराम् ।
तव राष्ट्रपुरद्रुमोच्चयं, परिदग्धुं किल कस्तदन्तरा ? ||७२ ।। આજ તો બાહુબલિના મનરૂપી વનમાં આગ્રહરૂપી આગ પ્રજ્વલિત થઈ રહી છે. તે આગથી પોતાના જ રાષ્ટ્ર અને નગરોરૂપી વૃક્ષને ભસ્મીભૂત કરવા માટે તૈયાર થયા છે. તેને હવે કોણ બચાવી શકે ?
૧. વMનāન-દીપક (પ્રવીણ વષ્નનáન) - ગમતુ રૂ રૂ૫૦) ૨. લીવ-ખેડુત (કતી પાર્વજો વિનોડજિ-ગામ- રૂ ૧૪)
શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૧૩