________________
त्यज तत्त्वममूदृगूहनं कुरु युद्धाय मनो महीपते ! ।
कलिरेव महीभुजां स्थितिर्विजयश्रीवरणाय सत्तमा । । ७३ ।।
એ કારણથી મહારાજા ! આપ બીજા બધા વિચારો છોડી યુદ્ધ માટે મનને તૈયાર કરો ! વિજયશ્રી વરવા માટે યુદ્ધ એ જ રાજાઓની શ્રેષ્ઠ મર્યાદા છે.
रथपत्तितुरङ्गसिन्धुरक्षुरतालोद्धतरेणुभिस्त्वया ।
सविता समयेऽपि नीयतेऽस्तमयं तस्य च का विचारणा ? ||७४।।
હે દેવ ! રથો, સૈનિકો, ઘોડા અને હાથીઓના પદાઘાતથી ઊડેલી રજકણો વડે આપ દિવસે પણ સૂર્યને અસ્ત કરી દો છો, હવે બાહુબલિ સંબંધી વિચાર ક૨વો તે યોગ્ય નથી.
नृपते ! ऽस्य जयः सुदुर्लभो, न विभाव्यो भवता रथाङ्गतः । दनुजारिमणि' प्रभावतो, न हि दारिद्रपराभवः किमु ? ।।७५ ।।
“ચક્રથી પણ બાહુબલ પર વિજય મેળવવો કઠિન છે.” એવું આપ વિચારો તે યોગ્ય નથી. ચિન્તામણિ રત્નના પ્રભાવથી શું દરિદ્રતાનો નાશ નથી થતો ?
भवदीययशोध्वगामिनो, भवतात् संचरणं यदृच्छया । जगति प्रतिपक्षपर्वतप्रतिघाताद्हरिदन्तगाहिनः । ।७६ ।।
तव पार्थिव ! चक्रमुल्वणं, पुरतो भावि यदा तदासितुम् । परिपन्थिगणः कथं विभुः प्रणवोर मन्त्रपुरो हि पापहृत् ।।७७ ।।
આપનો યશરૂપી પ્રવાસી શત્રુઓરૂપી પર્વતોનો નાશ કરી દિશાઓના અંતભાગ સુધી પહોંચી ગયો છે. આપની યશકીર્તિ સ્વેચ્છાપૂર્વક સર્વત્ર વ્યાપી છે.
રાજન ! આપની આગળ જ્યારે તેજસ્વી ચક્ર અને સેના ચાલશે ત્યારે શત્રુઓના સમૂહને એની સામે ટકવાની કોઈ ગુંજાયશ નથી ! મંત્રની આગળ રહેલ ૐકાર જેમ પાપનો નાશ કરનાર બને છે તેમ તે નાશ કરનાર બને છે.
इति तस्य गिरा रणोत्सवद्विगुणोत्साहविवृद्धमत्सरः३ ।
न हि किञ्चिदुवाच चक्रभृत्, श्रितमौनो हि नृपोर्थसिद्धये ।।७८ ।।
સેનાપતિની વાત સાંભળીને મહારાજા ભરતના રણોત્સવનો ઉત્સાહ દ્વિગુણિત થઈ ગયો અને હૃદયમાં પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થયો ! પરંતુ તે કંઈ પણ બોલ્યા નહીં, કેમ કે રાજા કાર્યની નિષ્પત્તિમાં મૌનનો આશ્રય લે છે.
१. दनुजारिमणिः- दनुजानां अरिः शत्रुः- इंद्रः, तस्य मणिः - इन्द्रमणिः चिन्तामणिः ।
૨. પ્રળવા-કાર (ઓવાપ્રણવો સૌ-મિ૦ ૨૩૧૬૪)
રૂ. રત્નોત્સવ...-ગોત્સવેન વિષ્ણુનો ય ઉત્સાહ-પ્રાÄ, તેન વિવૃદ્ધો મરો ય૫, ૪. અર્થસિન્દર્ય-વાર્યનિષ્પત્તયે |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૬૪