________________
स्तुत्वा च नत्वा च' युगादिदेवममन्दमामोदमुवाह भूपः । निस्तोकलोकस्पृहणीयभावं, पीयूषधामानमिव प्रदोषः ।। २३ ।।
આ પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને ભરત રાજાએ અત્યંત અનિર્વચનીય આનંદ અનુભવ્યો ! જેમ સંધ્યા સમયે સમગ્ર લોકને સ્પૃહણીય એવા ચંદ્રને જોઈને જે આનંદ થાય તેનાથી પણ અધિક આનંદ અનુભવ્યો.
1
करद्वयीचालितचामरौघपाञ्चालिका शाश्वतताण्डवाढ्यम् । तुलीकृतप्राक्चरमाद्रिलक्ष्मि, चन्द्रोपलश्याममणि प्रभाभिः ।। २४ ।। विचित्रचित्रार्पितचित्तचित्रं दीप्रप्रभाजालहसविमानम् । कल्याणशैलोन्नतजातरूपभित्तिद्युतिव्रातहृतान्धकारम् ।।२५।। श्रृङ्गाग्रदेशार्पितहेमकुम्भं, स्फुरत्पताकापटकिङ्किणीजुक । महामणिस्तम्भविनिर्यदंशुचरिष्णुचामीकरतोरणाङ्कम् ।।२६।। कल्पद्रुमच्छायतिरोहितार्करत्नोष्णरश्मि ज्वलनातिरिक्तम् । भूपीठनद्धैः क्वचिदिन्द्रनीलैर्दत्तार्ककन्या जलवीचिशङ्कम् ||२७|| चन्द्रोदयोल्लासितमण्डपनि, नेत्रोत्सवारम्भिगवाक्षदेशम् । निर्णिक्तमुक्ताफलदलृप्तजालं, ददर्श तीर्थेशगृहं नरेशः ।। २८ ।। મહારાજા ભરતે ભગવાન ઋષભદેવનું મંદિર જોયું. તે મંદિરનું વર્ણન કરે છે :
બે હાથમાં ચામર લઈને ઊભેલી પૂતળીઓ જાણે નૃત્ય કરતી ના હોય ! ચન્દ્રકાંત અને વૈડૂર્યરત્નની કાંતિથી ઉદયાચલ અને અસ્તાચલ બન્નેની એકીસાથે અહીં શોભા દેખાતી ! તેમજ મંદિરની ભીંતોમાં વિવિધ પ્રકારનાં ચિત્રોનું આલેખન હતું ! દીપકોનો તેજ-સમૂહ દેવ વિમાનની શોભાને પરાસ્ત કરતો હતો ! મેરુ પર્વત જેવી ઊંચી સુવર્ણની ભીંતોની કાંતિથી અંધકાર વિનાશ પામ્યો હતો ! શિખરના અગ્રભાગ પર સુવર્ણનો કળશ શોભી રહ્યો હતો અને તેના પર ઘંટડીઓના મંજુલ અવાજવાળી ધ્વજા ફરકી રહી હતી ! મણિરત્નના થાંભલામાંથી નીકળતાં પ્રકાશનાં કિરણોથી યુક્ત સુવર્ણનાં તોરણો શોભી રહ્યાં હતાં અને મંદિર પર કલ્પવૃક્ષની છાયા પડવાથી તે સૂર્યના આતાપ વિનાનું હતું ! કોઈ જગાએ ઇન્દ્રનીલ મણિથી જડેલી ધરતી યમુના નદીના ઊછળતા તરંગોનો ભ્રમ પેદા કરતો ! ઉપર બાંધેલા ચિત્ર-વિચિત્ર ચંદરવાથી રંગમંડપ શોભી રહ્યો હતો ! નેત્રને આનંદ આપે તેવા સ્થાને સ્થાને ગવાક્ષો (બારીઓ) હતાં. તેની જાળીઓ નિર્મળ મુક્તાફળ (મોતી)ની રચનાથી સુશોભિત હતી. આવા પ્રકારનું સુંદર નયનરમ્ય જિનમંદિર ભરત મહારાજાએ જોયું.
१. द्वौ चकारौ तुल्यकालं द्योतयतः ।
૨. પાશ્ચાલિતા-પુતળી (સાનમગ્ની પાગ્યાનિયા ૫ પુત્રિા - અમિ૦ ૪ |૮૦)
રૂ. વિજ઼િાળી-ઘુઘરી (વિક્તિની યુદ્રષ્ટિા - અમિ૦ રૂ રૂિર૧)
૪. અશ્વત્ન-સૂર્યમણી છગ્ગરશ્મિ - સૂર્ય |
૧.
ન્યાયમુના
૬. નળિ-સ્વચ્છ, શોષિત (નિળિ, શોષિત મુમ્ · અમિ દ્lછરૂ)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૦