________________
ધનુર્ધારીઓમાં વિશારદ વીર યોદ્ધાઓના ટંકારના અવાજો નીકળવા લાગ્યા. તે જાણે સેનાના સમૂહથી ખિન્ન થયેલી રણભૂમિ હુંકાર કરતી ના હોય !
सर्वतः पर्वताः पेतुः, कातरत्वादिति क्षणात् ।
अमूदृक्षान्न संरावान्, वर्याः श्रोतुमपि क्षमाः ।।२।। આવા પ્રકારના ભયંકર અવાજ સાંભળવા માટે અસમર્થ (કાયર) બનેલા મોટા મોટા પર્વતો પણ તે સમયે ચારે બાજુથી પડવા લાગ્યા.
टङ्काराकर्णनोद्घान्ता, दिशो दश समन्ततः ।
तूर्यध्वानप्रतिध्वानव्याजात् पूच्चक्रिरेतराम् ।।३।। ધનુષ્યના ટંકારના શબ્દોને સાંભળીને દશે દિશાઓ ખળભળી ઊઠી. તે દિશાઓ તૂરી (વાજિંત્ર)ના અવાજના પડઘાના બહાને જાણે ચારે બાજુથી ચીસો પાડતી ના હોય !
क्वचिद् गजमयं सैन्यं, पुरङ्गममयं क्वचित् ।
क्वचिद् रथमयं पत्तिमयं क्वचिदऽराजत ।।४।। રણભૂમિમાં ચારે બાજુ ક્યાંક ક્યાંક હાથીઓ, ઘોડાઓ, રથો અને પાયદળ આદિ ચતુરંગી સેના શોભી રહી હતી.
चतुरङ्गचमू: साथ, विरराज रणक्षितौ ।
कामं वरीतुकामेव, जयलक्ष्मी स्वयम्वराम् ।।५।। રણભૂમિમાં શોભી રહેલી ચતુરંગી સેના જાણે સ્વયંવરમાં ઉપસ્થિત થયેલી જયલક્ષ્મીને વરવાની ઇચ્છાવાળી ના હોય !
पत्तिभिः पत्तयः स्तम्बेरमैन गा हयैर्हयाः ।
स्यन्दनैः स्यन्दना इत्थमयुध्यन्त परस्परम् ।।६।। પાયદળની સામે પાયદળ (સૈનિક) હાથીઓ સામે હાથીઓ, ઘોડાઓ સામે ઘોડાઓ અને રથો સામે રથો આ રીતે પરસ્પર યુદ્ધ લડી રહ્યા હતા.
सैन्ययोर्वीरधुर्याणां, पूर्व चेलुः शिलीमुखाः । जयश्रियमिवान्वेष्टुं, स्थानान्तरनिवेशिनीम् ।७।। तीक्ष्णांशुकरसंतप्तं, व्योम वीजयितुं त्विव ।
कोदण्डकोटिनिर्मुक्तपत्रिपत्रविधूननैः ।।८।। બન્ને સેનાના વીર સુભટોનાં બાણો પહેલેથી જ આગળ દોડી ગયાં તે જાણે બીજા સ્થાનમાં રહેલી જયલક્ષ્મીને શોધવા માટે દોડ્યાં ના હોય, અર્થાત્ તીક્ષ્ણ કિરણોથી સંતપ્ત થયેલા આકાશને, ધનુષ્યમાંથી છૂટેલાં ક્રોડો બાણોરૂપી પંખાઓ હવા નાખવા માટે ગયાં ના હોય !
गुणैरिव शरैलॊकत्रितयी व्यानशेतराम् । तदानीं भटकोटीनां, सङ्गरोत्सङ्गसङ्गमे ।।९।।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૭