________________
तुषारतां तत्र तुषारभानोः, स्प्रष्टुं रजन्यां जन उत्ससाह ।
श्रीखण्डसंपृक्तमहन्यभीक्ष्णं पयश्चयं चालयदीर्घिकाणाम् ।।३० ।।
ગીષ્મકાળમાં રાત્રિના સમયે લોકો ચંદ્રની શીતળતા ઝંખે છે અને દિવસે ઘરની વાવડીઓમાં ચંદનમિશ્રિત જળના સ્પર્શ કરવારૂપ સ્નાન કરવા માટે ઉત્સાહિત બને છે.
हाराभिरामस्तनमण्डलीभिः, सूक्ष्मांशुकालोक्यतनुप्रभाभिः । धम्मिल्लभाराप्रितमल्लिकाभिर्वधूभिरुन्मादमुवाह कामः ।। ३१ ।।
સુંદર હારોથી સુશોભિત સ્તનવાળી, સૂક્ષ્મ (ઝીણાં) વસ્ત્રોના પરિધાનથી શરીરનાં અંગોપાંગનાં દર્શન થવાથી અને માથામાં મલ્લિકાનાં ફૂલોથી ગૂંથેલી વેણીની શોભા જોવાથી કામદેવનો ઉન્માદ વધી રહ્યો હતો
सगन्धसाराधिकसारतोयाभिषिक्तदेहः सह कामिनीभिः ।
रन्तुं रथाङ्गी सलिलाशयेषु, प्रावर्तत स्वैरमजो' द्वितीयः ।। ३२ ।।
અનેક સુગંધીદાર પદાર્થોવાળા ચંદનમિશ્રિત જળથી સીંચાયેલા સુગંધિત શરીરવાળા જગતના બીજા વિધાતા સમાન ભરત ચક્રવર્તીએ પોતાની સુંદરીઓ સાથે સ્વેચ્છાપૂર્વક જળક્રીડા કરવા માટે સરોવરમાં પ્રવેશ કર્યો.
शोषं रसानां किरणैः खरांशुं, कुर्वाणमालोक्य घनैः पयोधेः ।
पयः समादाय नभः सभानु, प्यधीयताऽरण्यमगैरिवाशु ।। ३३ ।।
“સૂર્ય પોતાનાં પ્રખર કિરણો વડે ધરતીના રસોનું શોષણ કરી રહ્યો છે” એ જોઈને વાદળોએ સમુદ્રમાંથી પાણી લઈને, જેમ વૃક્ષો અરણ્યને ઢાંકી દે તેમ, સૂર્યને ઢાંકી દીધો, અર્થાત્ આકાશમાં વાદળ છવાઈ ગયાં.
प्रतापवत्वात्तरणे ! त्वयैनां प्रातप्य धात्रीं किमवाप्तमत्र ?
तापापनोदं वयमाचरामोऽस्यास्तज्जगर्जर्जलदा इतीव ।। ३४ ।।
“સૂર્ય ! તું પ્રતાપી હોવાથી આ ધરતીને સંતપ્ત કરી રહ્યો છે, પરંતુ તારી આ પ્રવૃત્તિથી તને શું પ્રાપ્ત થયું ? તું જો. અમે તો ધરતીના તાપને દૂર કરીએ છીએ.” આ પ્રમાણે જાણે વાદળો સૂર્યને કહેતાં ના હોય તેમ ગર્જારવ ક૨વા લાગ્યાં.
1
विद्युल्लतालिङ्गितवारिदालिं, वीक्ष्येति केकाः शिखिनामभूवन् ।
પાન્યા ! વિમદ્યાપિ પચિ પ્રનન્તો, ન દ્દેિ ત્વર્થ્ય નિનયાય યૂયમ્ ? ||રૂપુ ||
વીજળીઓના ઝબકારા સહિત વાદળોની પંક્તિ જોઈને મયૂરો મોટા સ્વરે ટહુકા કરવા લાગ્યા. તે જાણે પ્રવાસીઓને કહી રહ્યા હતા કે “હે પથિકો, માર્ગમાં ચાલતા ઘેર પહોંચવા માટે તમે હજુ કેમ વિલંબ કરી રહ્યા છો ? જલદી ઘેર પહોંચી જાવ.”
૧. અખ-વિધાતા (પમેયનોઽશ્રવળા સ્વયમ્મૂદ - અમિ૦ ૨૩૧૨૧)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૬૦