________________
ततोप्यवश्यायनिषेकपाताज्जहेतरां जीवितमब्जिनीभिः ।
अमूदृशीनां सुकुमारमेव, प्रोत्तेज्य शस्त्रं हि विधिनिहन्ता ||४८|| હેમંતઋતુમાં હિમપાતથી (ઝાકળબિંદુઓથી) કમલિનીઓએ પોતાનાં જીવન સમાપ્ત કરી દીધાં, અર્થાત્ કમલિનીઓ કરમાઈ ગઈ. ખરેખર વિધાતા પણ કેટલો ક્રૂર છે કે આવી સુકુમાર કમલિનીઓને હિમ જેવા સુકુમાર શસ્ત્રથી જ મારે છે.
जाड्यातिरेकाज्जधनप्रदेशात्, काञ्चीकलापं व्यमूचन् मृगाक्ष्यः ।
तत्कामिभिः साधुरमानि कालो, ध्रियेत भूषा हि सुखाय नित्यम् ।।४९।। શીતઋતુમાં અધિક ઠંડીના કારણે સ્ત્રીઓએ પોતાના કમર પર બાંધેલા કંદોરાને ખોલી દીધો. જ્યારે કામુક વ્યક્તિઓ એ સમયને સારો માને છે. ખરેખર લોકો આભૂષણોને હંમેશાં સુખ માટે જ પહેરે છે.
मुहुर्वितन्वन्नधरं व्रणाड्कं, निर्मेखलाभं जघनञ्च कुर्वन् । हिमागमः कान्त इवागनाभिरमानि रोमाञ्चचयप्रपञ्ची ।।५०।। શીતકાળમાં અતિશય ઠંડીના કારણે દાંતોના કડકડ અવાજથી અધર (નીચલો હોઠ) વણાંકિત (ફાટવાથી) થવાથી અને કમર કંદોરા વિનાની થવાથી સ્ત્રીઓ માટે શીતકાળ પતિરૂપે રોમાંચિત કરનાર પુરવાર થયો.
प्रियस्य सीत्कारखान् मृगाक्ष्यः, संभोगलीलां स्मरयाम्बभूवुः ।
हेमन्त एष स्मरभूपतेस्त्, सामन्त एव प्रतिपादनीयः ।।१।। - શીતકાળમાં પોતાના પતિના મુખમાંથી નીકળતા સિત્કારાના શબ્દો સાંભળીને કાંતાઓને રતિક્રીડાનું સ્મરણ થઈ જતું. કહેવામાં આવ્યું છે : હેમંતઋતુ કામદેવનો સામંત રાજા છે.
वधूस्तनोत्सड्गकृताधिरोहो, मेदस्विनीहमनशर्वरी:१ सः ।
गर्भालयान्तः क्षणवन्निनाय, सुखाय हि स्याद् धनिनां हिमतुः ।।५२।। શધ્યાગૃહમાં મેદસ્વિની અને પુષ્ટ સ્તનોવાળી પોતાની પત્નીઓના સહારે મહારાજા ભરતની શીતકાળની અત્યંત ઠંડી અને લાંબી રાત્રિ એક ક્ષણની જેમ પસાર થઈ ગઈ. ખરેખર ધનિકો માટે હેમંતઋતુ સુખદાયી બને છે.
वहन्नवश्यायरेकणान् कृशानुध्वजाधिकश्यामतनुश्चचार |
मुहुर्महुर्वादितदन्तवीणः शैत्यप्रवीणः शिशिराशुगोऽथ ।।५३।। શિશિરઋતુમાં શીતકણોથી યુક્ત અને ધૂમથી પણ અધિક શ્યામ ઠંડો પવન વહેવા લાગ્યો.એવા અતિ ઠંડા પવનથી લોકોના દાંતની વીણા વારંવાર વાગી રહી હતી, અર્થાત્ ઠંડીના કારણે દાંત કડકડ અવાજ કરતા હતા. .
૧. વનપાર્વરી-શીતઋતુની રાત્રિ ૨. વાયા-તુષાર (વાયા તુનિં-૦ ૪/૧૩૮) 3. પાનુ -ધૂમાડો (ગામ૦ ૪/૧૬૪)
ભાગાબાજ પક
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ ૦ ૨૩૩