________________
નદીના તટ પર બેઠેલા જળના ફીણ સમાન ઉજ્જવળ રાજહંસો શોભી રહ્યા છે. તેથી હે દેવ જેમ પુણ્યશાળીઓ માટે સ્વર્ગલોક ઉચિત છે તેમ આપણી સેનાના પડાવ માટે આ સ્થાન સર્વથા ઉચિત છે.
इत्थं वचः सैन्यपतेनिशम्य, चचाल राजा सह सैन्यलोकैः ।
प्रासादलक्ष्मीकमनीयतान्यं, द्रष्टुं तमाराममतस्तदैव ।।७६ | સેનાપતિનાં વચન સાંભળીને મંદિરરૂપી લક્ષ્મીના સૌંદર્યને જોવા માટે મહારાજા ભરતે સૈનિકો સાથે તત્કાળ પ્રયાણ કર્યું.
वनं सप्रासादं नृपतिरुपगन्तुं सह बलैः, . कृतोद्योगः सागःक्षितिपतिमनःशल्यसदृशः ।
प्रतस्थे सैन्येन्द्राग्रसरपरिनुन्नः परभुवं, सुधीस्तादृक्कार्ये विमृशति न पुण्योदयरुचिः |७७ ।। અપરાધી રાજાઓના હૃદયના શલ્યરૂપ પરાક્રમી મહારાજા ભરતે શત્રુની ભૂમિ પર રહેલા મંદિરવાળા કાનનમાં સૈન્ય સહિત પ્રયાણ કર્યું. સૈન્યના મોખરે માર્ગદર્શક રૂપે સેનાપતિ ચાલી રહ્યા છે. ખરેખર ધર્મની રુચિવાળા પંડિત પુરુષો સત્કાર્યમાં ક્યારે પણ વિચાર (વિલંબ) કરતા નથી.
इति बाहुबलिदेशसीमाप्रयाणो नाम नवमः सर्गःઆ પ્રમાણે બહલીદેશની સીમા સુધીના પ્રયાણનું વર્ણન કરતો નવમો સર્ગ સમાપ્ત.
૧. સારા:તિનિતિ... સાપરાધભૂવાનદયરત્નતુલ્ય: 1(ગા:- પરાય) ૨. વિનુનઃ-તિઃ | 3.પુષ્યોદય -ઇમ્યુલમનાથ (પુએશ્વર્ય-મ દાવ૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૩૫