________________
दशमः सर्गः પૂર્વ પરિચય :
ચક્રવર્તી ભરતની સેનાએ બહલીદેશની સીમામાં પ્રવેશ કર્યો. ગંગા નદીના તટ પર રહેલા વનમાં પડાવ નાખ્યો. મહારાજા ભરતે વનમાં રહેલા જિનેશ્વર ભગવંતના રમણીય મંદિરમાં વિધિપૂર્વક દર્શન, વંદન, પૂજન કરી ભગવાન શ્રી ઋષભદેવની સ્તુતિ કરી મંદિરની બહારના પરિસરમાં ઘૂમતાં ઘૂમતાં ધ્યાનસ્થ મુનિવરનાં દર્શન કર્યા. ધ્યાનમાંથી જાગ્રત થયેલા મુનિવરની સ્તુતિ કરીને મુનિને વૈરાગ્યનું કારણ પૂછ્યું. મુનિએ કહ્યું, “ભરતરાજ, તમારી સાથે યુદ્ધ કર્યા બાદ નમિ-વિનમિ અને હું એમ અમે ત્રણે પોતાના પુત્રોને રાજ્યભાર સોંપીને ભગવાન ઋષભદેવ પાસે સંયમી બન્યા. સંયમધર્મની આરાધના કરતાં એક દિવસે ભગવાન પાસે તીર્થયાત્રા માટે મેં અનુજ્ઞા મેળવી. ને તીર્થાટન કરવા માટે નીકળ્યો છું,” આ પ્રમાણે કહીને મુનિ મૌન બની ગયા. મહારાજા ભરતે ભગવાન ઋષભદેવના ચરણમાં વંદના વગેરે કરી, દર્શન કરી પોતાના નિવાસસ્થાન પર આવીને ગુપ્તચરોની પ્રતીક્ષા કરવા લાગ્યા.. વગેરે વિસ્તૃત વર્ણન ગ્રંથકાર દશમા સર્ગમાં જણાવે છે.
पताकिनी श्रीभरतेश्वरस्य, सीमान्तरं तक्षशिलाधिपस्य ।
सा शङ्कमाना मुहुराससाद, वधूनवोढेव विलासगेहम् ।।१।। જેમ નવોઢા પત્ની પતિના શયનકક્ષમાં સંકોચાતાં પ્રવેશ કરે તેમ વારંવાર શંકાશીલ બનતી મહારાજા ભરતની સેનાએ બાહુબલિના પ્રદેશમાં પ્રવેશ કર્યો.
तत्काननान्ता युगपत्तदीयैः, सैन्यैरगम्यन्त सविभ्रमाङ्काः ।
शनैर्विलासैरिव कामिनीनां, तारुण्यलावण्यजुषः प्रतीकाः ||२|| જેમાં પક્ષીઓનું આવાગમન થઈ રહ્યું છે તેવા વનના અંત ભાગમાં ભરતની સેનાએ ધીમે ધીમે એકીસાથે પ્રવેશ કર્યો. જેમ નવયૌવનાનાં અંગોપાંગમાં યૌવનનું લાવણ્ય ધીરે ધીરે પ્રસરે તેમ સેના વનના અંતભાગ સુધી પ્રસરી ગઈ.
रजस्वलाः काननवल्ल्य एता, एषामदृश्याः किल मा भवन्तु |
इतीव वाहैः पवनातिपातै भो ललम्बे परिहाय भूमिम् ।।३।। આ વનલતાઓ રજસ્વલા (રજયુક્ત) છે. આથી સૈનિકો માટે અદર્શનીય છે, એમ વિચારીને જાણે સેનાના પવનવેગી ઘોડાઓ ધરતીને છોડી આકાશમાં ઊછળવા લાગ્યા.
कदर्थिता सा वनराजिरुच्चैर्नवोढकन्येव बलैस्तदीयैः ।
हठात्तशाखाकबरी' तदानीं, चुक्रोश गाढं वयां विरावैः ।।४।। જેમ પતિ નવપરિણીત કન્યાની વેણીને જોરથી પકડી તેની કદર્થના કરે તેમ સેનાના સૈનિકોએ વનરાજિની શાખારૂપી વેણીને બળપૂર્વક પકડીને ખેંચી ત્યારે વનરાજિ પક્ષીઓના કોલાહલરૂપે જાણે આક્રોશ કરતી ના હોય !
૧. રી-વેણી ૨. સાં-
વિનાનું
શ્રી ભરતબાહુબલિ મહાવ્યિ ૦ ૧૩૬