________________
चमूचरान् केतक कण्टकैः सा, तुतोदर यूनो वनराजिलक्ष्मीः ।। किलोपरिष्टात् पततो विमन्,ि नखैरिवात्यन्तकठोरधारैः ।।५।। યુવાન સૈનિકો વનવૃક્ષોને મદન કરતા ત્યારે કેતકી વૃક્ષના તીણ કાંટાઓ શાખાઓ પરથી નીચે પડતાં સૈનિકોને વાગ્યા, તે જાણે વનલક્ષ્મી યુવાન સુભટોને પોતાના તીણ નખોથી ઉઝરડા ભરતી ના હોય !
फुल्लल्लतामण्डपमध्यमीये, केचिनिषेदुनिलयाभिरामे ।
महीरुहस्कन्धनिबद्धवाहाः, सुरा इव स्वर्गवनान्तराले ।।६।। જેમ દેવો નંદનવનમાં આનંદપૂર્વક બેસે તેમ કેટલાક સુભટો પોતાના ઘોડાઓને વૃક્ષના સ્કંધ સાથે બાંધીને સુંદર અને વિકસિત એવા લતામંડપમાં પોતાના ઘરની જેમ આનંદપૂર્વક બેઠા.
श्रान्ताः प्रसूनास्तरणेषुः केचिन्, महाभुजः संविविशुः सुखेन ।
नागाः सरस्या इव तीरदेशे, महीरुहच्छायनिवारितोष्णे |७|| સરોવરના કાંઠે ગરમીને દૂર કરનાર ઘટાદાર વૃક્ષોની છાયામાં જેમ હાથીઓ નિરાંતે બેસે તેમ વૃક્ષોની છાયામાં વિખરાયેલાં ફૂલોની પથારીમાં શ્રમિત બનેલા શૂરવીર સુભટો આનંદપૂર્વક વિશ્રામ કરી રહ્યા હતા.
केचित् तरुच्छायमुपेत्य वीरा, विशअनुसरयौवनेऽथ ।
लतावलीनर्तनसूत्रधारेस्तनूकृतस्वेदलवैर्मरुद्भिः ।।८।। આ પ્રમાણે બીજા પણ સુભટો આવીને વૃક્ષોની છાયામાં વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે લતાઓને નૃત્ય કરાવવામાં સૂત્રધાર સમાન પવને સુભટોનાં પ્રસ્વેદબિંદુઓને શમાવી દીધાં.
मन्दाकिनीतीरलतालयेषु, केचिनिलीनाः परितप्यमानाः |
पटालयान् केऽपि वितत्य वीरा, निषेदिवांसः परितो विहारम् ।।९।। આતાપથી સંતપ્ત થયેલા કેટલાક સુભટો ગંગા નદીના કાંઠે રહેલા લતામંડપમાં જઈને બેઠા, તો કેટલાક ચારેબાજુ પટકુટિરો (તંબુ તાણીને) બનાવીને તેમાં બેઠા.
विलासिनीविभ्रमचारुलीला, विलोक्य वीचीः सुरशैवलिन्याः । A s Pરાસુરાણિકા, નિકુરાધ્યકતા ફુવ દ્રા ૧૦TI
કેટલાક ઘોડેસ્વાર ગંગા નદીના ઊછળતા તરંગોને જોઈને પોતાની પ્રિયાના મનોહર વિલાસોને યાદ કરતા ત્યાં ને ત્યાં જ ચિત્રની જેમ થંભી ગયા.
૧. વેરત-કેતીનું વૃક્ષ (નવ):
ક ચ્છ • સામ૦ ૪ર૧૮) ૨. તો-gવ ચયને ઘાતો જવા પમ્ | ૩. નાસ્તરણ-ફૂલોની શવ્યા ૪. પાન-તંબુ
શી ભરતબાહુબલિ કામ ૧૩૭