________________
જેમ વર્ષાકાળમાં વૃષ્ટિ (જલધારા) કરવા માટે વાદળોનો સમૂહ વાદળોનું એક જંગલ ઊભું કરે તેમ ભરતેશ્વરની આજ્ઞાથી સૈનિકોએ એક વિશાળ અને ઊંડી ખાઈ ખોદીને તૈયાર કરી.
तत्र भारतपतिः स्वयमस्थाच्छृखलं निजभुजे परिरभ्य ।
ऊचिवानिति कृषन्तु यथेष्टं, पद्मनालमिव चैनमशेषाः ||७३।। ત્યારે ભરતેશ્વર પોતાની ભુજાઓ પર એક સાંકળનો છેડો બાંધીને ખાઈના એક કિનારા પર બેઠા. પછી સમસ્ત સૈનિકોને કહ્યું : “તમે બધી સેના મળીને સામે કાંઠેથી પધનાલની જેમ જોરથી ખેંચો.”
चालितो न सकलैरपि बाहुः, कर्षणोत्कटहलैः क्षितिनेतुः |
शैलराजशिखरं न कदाचिद्, वात्यया हि निपतन्ति फलानि ।७४ ।। ચક્રવર્તી ભરતની આજ્ઞાથી બધા જ સૈનિકોએ મળીને અત્યંત જોરથી સાંકળ ખેંચવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં ચક્રવર્તી ભરત ત્યાંથી એક ટસના મસ ના થયા ! ખરેખર, ભયંકરમાં ભયંકર વાવાઝોડું શું મેરુપર્વતને હલાવી શકે ખરું? કોણ પડે ? વૃક્ષ પરથી કૂલ પડે પરંતુ મેરુપર્વત હલે નહીં.
चालिते नृपतिना भुजवज्रे, गोत्र पक्षनिवहा इव सर्वे ।।
ते निपेतुरवनीरुहशाखालम्बिनो वयरे इवानिलवेगात् ।।७५ ।।। જેમ વૃક્ષની શાખા પર બેઠેલાં પક્ષીઓ પવનના વેગથી નીચે પડી જાય તેમ ભારતની સાંકળને ખેંચવાનું જોર કરવાથી બધા જ સૈનિકો શિલા (પથ્થરનો સમૂહ)ઓના સમૂહની જેમ નીચે પડી ગયા.
प्रत्ययं तरसि भारतनेतुश्चक्रुरद्भुततया भटधुर्याः |
इन्दवीयमहसीव चकोराः, संमदं मुहुरुदीक्षणतीव्राः |७६ ।। જેમ ઊંચી ડોક કરીને ચન્દ્રને જોવાની તીવ્ર ઇચ્છાવાળું ચકોર પક્ષી ચન્દ્રની કાંતિ જોઈને અતિ પ્રસન્નતા અનુભવે તેમ પોતાના સ્વામી ભરતનું આશ્ચર્યકારી સામર્થ્ય જોઈને ભરતની સેનાના વીર સુભટો અતિ પ્રસન્ન થયા.
स्वस्वनायकबलाभ्यधिकत्वान् मेनिरे तृणमिवाहितवर्गम् ।
सैनिका विजयलाभविवृद्धोत्साहसाहसमनोरमचित्ताः । ७७ ।। પોતપોતાના સ્વામીના અધિક સામર્થ્યથી ખુશ થયેલા સુભટો શત્રુવર્ગને તૃણની જેમ માનવા લાગ્યા. તેઓનાં ચિત્ત વિજય પ્રાપ્તિને માટે વધતા ઉત્સાહ અને સાહસથી ભરાઈ ગયાં.
गीर्वाणानां वाक्यमेतद् विशालं, मध्ये चित्तं श्रद्दधानौ नरेन्द्रौ ।
नीत्वा श्यामां तामशेषां दिनादौ, देवोद्दिष्टामीयतुर्युद्धभूमिम् ।।७८ ।। ભારત અને બાહુબલિ બંને ભાઈઓએ દેવોની ગંભીર વાણી હૃદયમાં ધારણ કરીને રાત્રિ પસાર કરી. સવાર થતાંની સાથે જ દેવોએ બનાવેલી રણભૂમિમાં બન્ને આવી ગયા.
૧. પોત્ર-પર્વત | ૨. વસુ-પક્ષી | 3. ફુદ્દો-ફક્તવયમ્ ! માર્ચે ય પ્રત્યયઃ |
જા શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૩૭,