________________
ત્રાસ {
પૂર્વપરિચય :
યુદ્ધની વાતો સાંભળીને સુભટ પ્રફુલ્લિત બની ગયા. કેટલાક સુભટ પોતાનાં કાર્યોમાં વ્યસ્ત બન્યા. કેટલાક દેવો પાસે વિજયની પ્રાર્થના કરવા લાગ્યા તો કેટલાક ભગવાન ઋષભદેવનું સ્મરણ કરવા લાગ્યા, તો વળી કેટલાક અગ્નિમાં આહુતિ આપીને શુભ શુકનની પ્રતીક્ષા કરવા લાગ્યા.
મહારાજા બાહુબલિએ પણ યુદ્ધ માટે તૈયાર થઈ. સુભટમાં યુદ્ધનો ઉત્સાહ ભરવા માટે રોમાંચ અને વૈર્યસભર વાણીથી પોતાના પરાક્રમી પુત્રી, સુભટ અને રાજાઓને જોરદાર પ્રેરણા આપતાં કહ્યું : “તર્મ લોકોએ હજુ સુધી યુદ્ધમાં ભાગ લીધો નથી એટલે યુદ્ધનીતિથી અજાણ છો. સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે ભરતની સાથે હું જ યુદ્ધ જીતી લઉં.
“ભરતને પોતાની શક્તિ, સેના અને ચક્રનો ગર્વ છે, પરંતુ એના ગર્વને તો હું ચકનાચૂર કરી નાખું તેમ છું !” બાહુબલિની આવી તેજસ્વી વાણી સાંભળીને તેમના જ્યેષ્ઠ પુત્ર સિંહરથે કહ્યું, “આપની પડખે આપના આટલા બધા પુત્રો અને પરાક્રમી રાજાઓ છે તો આપ યુદ્ધમાં ઊતરી એ અમારા માટે લજ્જાસ્પદ છે. અમને પણ અમારું પરાક્રમ બતાવવાનું આ મોંઘેરો અવસર મળ્યો છે. તેને આપ છીનવી ના લેશો.” પુત્ર સિંહરથની વાણી સાંભળીને બાહુબલિએ સિંહરથને મુખ્ય સેનાપતિ તરીકે નિયુક્ત કર્યો.
સુભટો રાત્રિમાં વિશ્રાંતિ કરી સૂર્યદેવની પ્રતીક્ષા કરવા લાગ્યા. મહારાજા બાહુબલિ પણ શ્વેત વસ્ત્રનું પરિધાન કરી ઋષભદેવ ભગવાનના ચૈત્યમાં જઈ પરમાત્માની સ્તુતિ કરી બહાર આવી શસ્ત્રસંપન્ન બની ભરતની પહેલાં જ રણભૂમિમાં આવી પહોંચ્યા. ત્યાં સુધીનું વિસ્તૃત વર્ણન તેરમાં સર્ગમાં પ્રથકાર બતાવે છે.
उपेत्य तौ विन्ध्यहिमाद्रिसन्निभौ, परिस्फुरत्केतनकाननाञ्चितौ । दिनात्ययेऽनुत्रिदशापगातटं, ततो निवेशं बलयोर्वितेनतुः ।।१।। ફરકી રહેલી ધ્વજાઓ રૂપી જંગલથી યુક્ત વિધ્ય અને હિમાલય પર્વત સમાન ભરત અને બાહુબલિ તે બન્ને સેના સાથે સંધ્યા સમયે ગંગા નદીના તટ પર આવી ગયા અને ત્યાં પોતપોતાની સેનાઓનો પડાવ નાખ્યો.
सुरासुरेन्द्राविव मत्तमत्सरी, दिनेशचन्द्राविव दीप्रतेजसौ ।
न्यषीदतां स्वर्गनदीतटान्तिके, पताकिनीप्लावितभूतलाविमौ ।।२।। સુરેન્દ્ર અને અસુરેન્દ્રની જેમ મદોન્મત્ત અને મત્સરી તેમજ સૂર્ય અને ચન્દ્રની જેમ પ્રચંડ તેજસ્વી એવા તે બન્નેની સેનાઓ ભૂતલને દબાવતી ગંગા નદીના તટની સમીપમાં પડાવ નાખીને રહી.
अवाचयेतामिति वेत्रपाणिभिः, स्वसैनिकांस्तौ भविता श्व आहवः । तदत्र सज्जा भवत प्रमुदितैर्गजाः प्रणुन्ना इव कर्कशाङ्कुशैः ।।३।।