________________
હે રાજન ! આપ જુઓ, અમારા સ્વામી બાહુબલિ પોતાની અમાપ સેનાથી પરિવરેલા આવી રહ્યા છે. એમની સેનાના ભારથી ખેદ ધારણ કરતી પૃથ્વી પણ કંઈક દબાઈ રહી છે.”
एतेषु विश्रान्तवचस्सु चक्री, शशंस तेभ्यः समरोद्धतेभ्यः ।
सुपर्वसिन्धुपर्वहतीयमारात्, सा साक्षिणी नौ कलहस्य चेति ।।७१।। એ પ્રમાણે કહીને તે મૌન ધારણ કર્યું. ત્યાર પછી યુદ્ધ માટે પ્રોત્સાહિત બનેલા ગુપ્તચરને ભરત કહ્યું : “અહીંયાં પાસે જ ગંગા નદી વહે છે. તે ગંગા અમારા બન્નેના યુદ્ધ માટેની સાક્ષીરૂપ બનશે.
तत्रैष युष्मत्प्रभुरातनोतु, सेनानिवेशं विषयस्य सन्धौ । तत्राभ्युपेताहमपि प्रभाते, त्यक्ताऽवहित्थोरे भविता रणो नौ ।।७२।।
તમારા સ્વામી તમારા દેશની સીમા પર પોતાની સેનાનો પડાવ નાખે. હું પ્રભાત સમયે ત્યાં આવી પહોંચીશ, ત્યાં અમારા બન્નેનું પરસ્પર યુદ્ધ થશે.”
एवं व्याहृत्य चारान् क्षितिपतिरतुलप्रोल्लसत्शौर्यधैर्यः, प्रोत्साह्य क्षोणिपालान् पुनरपि भरतः पूर्णपुण्योदयादयः । . प्रासादेऽभ्येत्य तीर्थेश्वरचरणसरोजन्मसेवां च कृत्वा,
सायं संकेतितां तां प्रबलबलवृतोऽलंकरोतिस्म भूमिम् |७३ ।। અનુપમ શૌર્ય, વૈર્ય અને પ્રકર્ષ પુણ્યના માલિક મહારાજા ભરતે બાહુબલિના ગુપ્તચરને કહીને ફરીથી પોતાના રાજાઓને પ્રોત્સાહિત કર્યા, ત્યાર પછી શ્રી ઋષભદેવ ભગવાનના પ્રાસાદમાં આવી ભગવંતના ચરણકમળની ઉપાસના કરીને સાંજના સમયે પોતાની પ્રબળ સેનાની સાથે સાંકેતિક રણભૂમિને અલંકૃત કરી.
इति रणोत्साहदीपनो नाम द्वादशः सर्गः આ પ્રમાણે યુદ્ધના ઉત્સાહપૂર્વકનું વર્ણન કરતો બારમો સર્ગ સમાપ્ત.
૧
વા,
૧. સુપસિન્થ-ગંગા ૨. વિષય-દેશ (વિવરલૂપવર્તનમ. ૪૧૩). રૂ. ત્યજી ગરિથા-સોને યત્ર , રણ (saહત્યારાવાર વન-૦િ ૨૨૨૮).
આ ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૭૮