________________
સેનાપતિ સુષેણની ગૌરવભરી વાત સાંભળીને મહારાજા ભરતે કહ્યું, “તમે મારી સમક્ષ આપની સેનાની પ્રશંસા કરી રહ્યા છો, પરંતુ એ બધાથી શું હું અજાણ છું?
त्वमेव सैन्ये सकलेऽग्रगामी, भव ध्वजिन्याः पतिरुद्धतो यत् ।
एनं पुरस्कृत्य नृपाश्च यूयं, मृधे प्रवर्तध्वमगारे इवर्तुम् ।।६४।। “સુષણ !તમે જ સેનાના અગ્રણી બનો! કેમ કે તમારામાં સેનાપતિ બનવાની પ્રબળ તાકાત છે. જેમ ઋતુઓને અનુસરીને વૃક્ષો પ્રવર્તિત થાય છે, તેમ હે રાજાઓ! તમે બધા સુષણને આગળ કરીને યુદ્ધમાં પ્રવર્તિત થાઓ.
कृती जितेऽहं वसुधाधिराजेऽमुष्मिन् महासैन्यभरातिभीष्मे ।
षट्खण्डलक्ष्मीरपि मे तदैव, संतोषपोषाय मुहुर्भवित्री ।।६५।। “મહાન સેનાઓના સમૂહથી પણ અતિ ભયંકર આ બાહુબલિને જીતીશ ત્યારે જ હું કૃતકૃત્ય બનીશ. એને એકને જીતવાથી જ મને છ ખંડની લક્ષ્મી જીત્યાનો સંતોષ થશે.”
इत्थं गिरं व्याहरति क्षितीशे, निःस्वाननादाः पुरतः प्रसस्नुः । रजस्वलाश्चाप्यभवन् दिशो द्राग्, भूमामिनी कम्पमपि व्यधाषीत् ।।६६ ।। ભરત ચક્રવર્તી આ પ્રમાણે કહી રહ્યા હતા, ત્યારે જ વાજિંત્રોનો અવાજ ચારે બાજુ ફેલાઈ ગયો અને ચારે દિશાઓ સેનાથી ઊડેલી રજકણોથી વ્યાપ્ત બની ગઈ ને ધરતી ધ્રૂજી ઊઠી.
ततो मुहूर्तेन रथाश्वनागपत्तिध्वनिः प्रादुरभूत् समन्तात् । ततः परं बाहुबलेर्निदेशान्नरेन्द्रमागत्य चरास्तदोचुः ।।६७।। ત્યાર પછી એક મુહૂર્ત માત્રમાં રથ, ઘોડા, હાથી અને પાયદળ એમ ચતુરંગી સેનાનો નાદ ચારે તરફ ફેલાઈ ગયો. ત્યાર બાદ બાહુબલિની આજ્ઞાથી એક દૂત ભરતની પાસે આવીને બોલ્યો :
अस्मन्मुखेन क्षितिराजराज !, त्वां पृच्छतीति प्रभुरस्मदीयः । સંવેદિતતા વવાપિ ચ મૂર્થિરાવોઃ સન માવી? ૮િ]
હે ચક્રવર્તિનું ! અમારા સ્વામી બાહુબલિએ મારા મુખે પુછાવ્યું છે કે રણભૂમિના સ્થાનનો શું નિર્ણય છે ? કે જ્યાં આપણા બન્ને (ભરત-બાહુબલિ)નો સંગ્રામ થાય ?
अस्मक्षितीशः समराय राजन् !, भटान् स्वकीयांस्त्वरते विशेषात् । महाबलाः प्रस्तुतयुद्धकेलिं, कर्तुं यदुत्साहरसं धरन्ति ।।६९।। “રાજન ! અમારા સ્વામી બાહુબલિ પોતાના સુભટોને સંગ્રામ માટે ત્વરિત કરી રહ્યા છે. તેમના મહાન પરાક્રમી સુભટો પ્રસ્તુત યુદ્ધક્રીડા માટે વિશેષ પ્રકારનો ઉત્સાહરસ ધારણ કરી રહ્યા છે.
त्वं पश्य राजन् ! प्रभुरागतो नः, सैन्यैरमेयैः परिवारितोऽयम् ।
यदीयभारान्नमतीह किञ्चित्, सवसहारे खेदभरं धरन्ती ।।७० ।। ૧. મૃદંયુદ્ધ (fોત નો મૃદંગમ રૂાક૬૦) ૨. ગ-વૃક્ષ (વૃકૉડ શિરી- ૪૧૮૦) 3. સર્વ-પૃથ્વી (સર્વસડા નામ-ગમ કારૂ)
શ્રી ભરતબાહુબલિ પાકવ્યમ્ ૧૭૭