________________
“આવા પ્રકારનું યુદ્ધ આપે પહેલાં ક્યારે પણ જોયું નહીં હોય, માટે આપ સંગ્રામમાં પૂરેપૂરી સાવધાની રાખજો, જેના હૃદયમાં પૈર્ય હંમેશાં ક્રીડા કરી રહ્યું છે તે જ ધીર વ્યક્તિ રણસંગ્રામમાં લડી શકે છે. •
श्रीआदिदेवस्य तनूरुहत्वान्न विस्मयो बाहुबलेर्बले मे ।
भटास्तदीया मम सैन्यनीरनिधिं विलोक्याऽदधते च धैर्यम् ।।२७।। “બાહુબલિ ભગવાન ઋષભદેવના પુત્ર છે તેથી મને તેના બળનું કોઈ આશ્ચર્ય નથી. તેના સુભટો મારા સૈન્યરૂપી સમુદ્રને જોઈ ધીરગંભીર બની જશે.
ये धैर्यवन्तः पुरतः सरन्तु, तेऽत्यन्तमौदार्यगुणावदाताः । विशेद्धि यन्मानसकन्दरेषु, निरन्तरं शौर्यहरिः स शक्तः ||२८||
જે પૈર્ય અને ઔદાર્ય આદિ ગુણોથી અત્યંત નિર્મળ છે તે આગળની હરોળમાં રહો. જેના મનરૂપી ગુફામાં શૌર્યરૂપી સિંહનો નિરંતર વાસ છે, તે જ શક્તિશાળી બની શકે છે.
रथाश्च वाहाश्च गजाश्च सर्वे, पदातयश्चापि भवन्तु सज्जाः |
नृदेवविद्याधरकुञ्जरेषु, रणो न हीदृग् भविता जगत्याम् ।।२९।। રથ-ઘોડા-હાથી-પાયદળ એમ ચતુરંગી સેનાના સર્વે સૈનિકો તૈયાર થઈ જાઓ. આ સંસારમાં દેવ, મનુષ્ય અને વિદ્યાધરોનું આવું વિશિષ્ટ પ્રકારનું યુદ્ધ પહેલાં ક્યારે પણ થયું નથી.
सुषेणसैन्याधिपते ! स्वसैन्यं, विलोकय त्वं मम सन्नियोगात् ।
दोर्दण्डकण्डतिरिहाप्यशेषा, भटैर्भुजेभ्यो हि निवारणीया ।।३०।। “સેનાપતિ સુષેણ! મારી આજ્ઞાથી આપણી સેનાનું તમે નિરીક્ષણ કરી. સુભટોની ભુજામાં ચળખૂજલી ચાલી રહી છે, તેનું સંપૂર્ણ નિવારણ તો રણસંગ્રામમાં થશે.
कालं त्वियन्तं न मयाऽजिलीला, चक्रे स्वयं सापि करिष्यतेऽत्र । '' भानोरनूरुर पुरतो निहन्ति, तमस्तम' जेतुमलं न कोऽपि ।।३१।।
મેં આજ સુધી સ્વયં યુદ્ધ ખેલ્યું નથી. પરંતુ અહીં તો મારે પોતે જ યુદ્ધક્રીડામાં ભાગ લેવો પડશે. સૂર્યનો સારથિ અરુણ આગળ જઈને અંધકારનો નાશ કરે છે, પરંતુ રાહુને જીતવા માટે તો સૂર્ય સિવાય કોઈ સમર્થ નથી.
सामन्तभूमन्त इमेप्यनेके, त्वया व्यजीयन्त यथा सुखेन । तथा न संभाव्यमिहानलस्य, जलेन शान्तिर्हि न वाडवाग्नेः ।।३२।। અનેક સામંતો, ભૂમન્તો (રાજાઓ)ને તો તમે સહેલાઈપૂર્વક જીતી લીધા છે, પરંતુ આ યુદ્ધને તેવું સમજવું નહીં, કેમ કે સામાન્ય અગ્નિને શાંત કરવા માટે જળ પર્યાપ્ત છે, પરંતુ વડવાનલ કયારે પણ જળથી શાંત થઈ શકતો નથી. ૧. જુન-રાહુ (તનો જાદુ ોિ -૦િ રા૫)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય
૧૭૧